Japan Election:’Fumio Kishida’ ફરી જાપાનના વડાપ્રધાન બન્યા, સંસદીય ચૂંટણીમાં શાસક પક્ષને મળી મોટી જીત

|

Nov 10, 2021 | 2:42 PM

લગભગ એક મહિના પહેલા સંસદે ફુમિયો કિશિદા'Fumio Kishida'ને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા હતા, ત્યારબાદ તેમણે તાત્કાલિક ચૂંટણી (જાપાન ચૂંટણી) યોજવાની જાહેરાત કરી હતી. જેમાં 'Fumio Kishida'ની જીત થઈ છે.

Japan Election:Fumio Kishida ફરી જાપાનના વડાપ્રધાન બન્યા, સંસદીય ચૂંટણીમાં શાસક પક્ષને મળી મોટી જીત
Fumio Kishida

Follow us on

જાપાન(Japan)ના વડાપ્રધાન પદ માટે ફરીથી ફુમિયો કિશિદા(Fumio Kishida) ચૂંટાઈ આવ્યા છે. જાપાનમાં સંસદીય ચૂંટણી (Japan Elections)માં તેમના શાસક પક્ષની મોટી જીત પછી ફુમિયો કિશિદા ફરીથી વડાપ્રધાન બન્યા છે. કિશિદાની પાર્ટીએ 465 સભ્યોના નીચલા ગૃહમાં 261 બેઠકો જીતી હતી. આ જીતને કોરોના વાઈરસ (Corona Virus) રોગચાળાનો સામનો કરવા અને સડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના આદેશ તરીકે જોવામાં આવી રહી છે.

 

કેટલી બેઠક જીતી?

ફુમિયો કિશિદા(Fumio Kishida)ની જીત સાથે આજે જ કેબિનેટની રચના પણ થઈ જશે. ચૂંટણીના અંતિમ પરિણામો અનુસાર કિશિદાની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને તેના ગઠબંધન સાથી કોમેટોએ મળીને 293 બેઠકો જીતી છે. તેમને મળેલી બેઠકો 465 સભ્યોના નીચલા ગૃહમાં 233ના બહુમતી ચિહ્ન કરતાં વધુ હતી. તેણે ગત વખતે 305 બેઠકો જીતી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પહેલા 31 ઓક્ટોબરે જ્યારે તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે સત્તા પર તેમની પકડ મજબૂત થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ચૂંટણી (જાપાન ચૂંટણી) યોજવાની જાહેરાત કરી હતી. કિશિદાની પાર્ટીએ 465 સભ્યોના નીચલા ગૃહમાં 261 બેઠકો જીતી હતી.

 

કેટલીક બેઠક ગુમાવી

કોરોના વાઈરસ સામે લડતા અર્થતંત્ર અને પ્રાદેશિક સુરક્ષા પડકારોને કારણે કિશિદાની પાર્ટીએ ચૂંટણીમાં કેટલીક બેઠકો ગુમાવી છે. લગભગ એક અઠવાડિયા પહેલા તેમના શાસક ગઠબંધનને બહુમતી મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે “નીચલા ગૃહની ચૂંટણીએ નેતૃત્વ (Japan Elections) પસંદ કરવા વિશે છે. મને લાગે છે કે અમને મતદારો તરફથી જનાદેશ મળ્યો છે.’

 

આગામી પડકારો

જાપાનના વડાપ્રધાન બન્યા પછી હવે ફુમિયો કિશિદાને ઘણા પડકારો (Japan China Conflict)નો સામનો કરવો પડશે. તેઓએ કોરોના વાઈરસથી પ્રભાવિત અર્થતંત્ર, દેશની ઘટતી જતી વસ્તી અને ચીન અને ઉત્તર કોરિયાના સુરક્ષા પડકારોનો સામનો કરવો પડશે. ઉત્તર કોરિયા દરરોજ મિસાઈલ અને અન્ય ઘાતક હથિયારોનું પરીક્ષણ કરીને આ ક્ષેત્રમાં તણાવ વધારી રહ્યું છે. આ સિવાય ચીન સાઉથ ચાઈના સીને કબજે કરવા માટે પણ નવી નવી યુક્તિઓ અપનાવી રહ્યું છે.

 

આ પણ વાંચોઃ વિકૃત માનસિકતા : અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીના મોબાઈલમાં 149 પોર્ન વિડીયો મળી આવ્યા

 

આ પણ વાંચોઃ Surat: સરકારની લીલી ઝંડી મળતા ડુમસ દરિયાકિનારાને ડેવલપ કરવાની માત્ર વાતો નહિ, નક્કર કામગીરી કરાશે

 

Next Article