Exotic Vegetables Farming : ઘણી આસાનીથી થઇ શકે છે વિદેશી શાકભાજીની ખેતી, એક વાર વાવેતર પછી થશે અઢળક કમાણી

એક હેક્ટર ખેતરમાં 120 ક્વિન્ટલ રોમન લેટસ મળે છે અને તેની બજાર કિંમત 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં રોમન લેટસની ખેતીથી ખેડૂતો ખર્ચ કરતાં અનેક ગણી વધુ કમાણી કરી શકે છે.

Exotic Vegetables Farming : ઘણી આસાનીથી થઇ શકે છે વિદેશી શાકભાજીની ખેતી, એક વાર વાવેતર પછી થશે અઢળક કમાણી
Exotic-Vegetables-Farming ( PS : DD kisan)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 7:11 AM

આપણે ભારતીય વિવિધ પ્રકારના ભોજનના શોખીન છીએ. આ જ કારણ છે કે ભારતમાં વિવિધ પ્રકારની શાકભાજીની ખેતી (Vegetable Farming) કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં હવે વિદેશી શાકભાજીની (Exotic Vegetables) પણ અહીં ખેતી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને આ શાકભાજીના સારા ભાવ પણ મળે છે. આવી જ એક શાકભાજી છે રોમન લેટસ. તે એક પૌષ્ટિક પાંદડાવાળી શાકભાજી છે અને તેને વર્ષમાં ઘણી વખત ઉગાડી શકાય છે.

રોમન લેટસની ખેતી માટે 12 થી 32 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. ઠંડી જગ્યાએ, સૂર્યપ્રકાશ હોય તેવા સ્થળોએ રોમન લેટસ ઉગાડવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ગરમ વિસ્તારોમાં સૂર્યપ્રકાશથી રક્ષણ જરૂરી છે. આ માટે ખેડૂતો શેડ નેટ અથવા વૃક્ષોની મદદ લઈ શકે છે.

નર્સરીમાં રોપાઓ તૈયાર કરીને વાવેતર કરવામાં આવે છે.

તેની ખેતી 6 થી 6.5 ની pH મૂલ્ય ધરાવતી કોઈપણ પ્રકારની જમીનમાં થાય છે. જો રેતાળ અથવા રેતાળ લોમ જમીન હોય તો સારું ઉત્પાદન મેળવી શકાય છે. રોપણી માટે ખેતરને સારી રીતે ખેડવામાં આવે છે અને એક બંધ બનાવવામાં આવે છે. પરંતુ છેલ્લા ખેડાણ પહેલા ગાયના છાણનું સડેલું ખાતર ઉમેરીને પાક સારો આવશે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

રોમન લેટસ સીધી રીતે વાવવામાં આવતી નથી. ખેડૂતોએ પહેલા નર્સરી તૈયાર કરવી પડે છે અને રોપાઓ વાવવામાં આવે છે. નર્સરી માટે વિશાળ પટ્ટા બનાવવામાં આવે છે. દોઢ ઈંચના અંતરે બીજ વાવવામાં આવે છે અને તરત જ પાણીનો છંટકાવ કરવામાં આવે છે. છોડ સાત દિવસ પછી અંકુરિત થાય છે. એક એકર ખેતરમાં 50 ગ્રામ બિયારણની જરૂર પડે છે.

રોપાઓ રોપવા માટે તૈયાર કરવામાં 20 થી 25 દિવસનો સમય લાગે છે. ખેડૂતો ઇચ્છે તો નર્સરીમાંથી રોપા પણ ખરીદી શકે છે અને નર્સરીમાં રોપા વેચીને પોતાની કમાણીનું સાધન બનાવી શકે છે. ટ્રાન્સપ્લાન્ટિંગ દરમિયાન છોડથી છોડનું અંતર એક ફૂટ રાખવાનું હોય છે. રોપણી પછી જરૂર મુજબ ખાતર ઉમેરતા રહો અને સમયાંતરે પિયત આપતા રહો.

કમાણી ખર્ચ કરતાં અનેક ગણી વધારે છે

જો ખાતરની વાત કરવામાં આવે તો રોમેઈન લેટસને 80 કિલો નાઈટ્રોજન, 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો પોટાશ આપી શકાય છે. નાઈટ્રોજનની વાત કરવામાં આવે તો આખો જથ્થો એક જ વારમાં આપવાનો નથી. 40 કિલો રોપતી વખતે અને રોપણી પછી બે અઠવાડિયા પછ, ખેડૂત ભાઈઓ બાકીના 40 કિલો નાઈટ્રોજનનો ઉપયોગ ખેતરમાં કરી શકે છે. રોપણીના 40 દિવસ પછી પાક તૈયાર થાય છે. પાક તૈયાર થયા પછી 7 દિવસમાં કાપણી કરવી જોઈએ નહીંતર ગુણવત્તાને અસર થાય છે. એક હેક્ટર ખેતરમાં 120 ક્વિન્ટલ રોમન લેટસ મળે છે અને તેની બજાર કિંમત 80 થી 120 રૂપિયા પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં રોમન લેટસની ખેતીથી ખેડૂતો ખર્ચ કરતાં અનેક ગણી વધુ કમાણી કરી શકે છે.

આ પણ વાંચો : દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ઘરે ગુંજી ઉઠી કિલકારી, સેરોગેસીથી થયો બાળકનો જન્મ, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી

આ પણ વાંચો : PM Kisan Mandhan Yojana: ખેડૂતો માટે ખુશખબર, દર મહિને મળશે 3 હજાર રૂપિયા, આ રીતે કરો રજીસ્ટ્રેશન

Source : DD kisan

g clip-path="url(#clip0_868_265)">