America: ટેકસાસમાં બાન પકડનારાને ઠાર કરીને 4 બંધકોને છોડાવ્યા, પાકિસ્તાનના વૈજ્ઞાનિકને છોડાવવા બનાવ્યા હતા બંધક

આ લોકોને ટેક્સાસમાં યહૂદી સિનાગોગમાં બંધક બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, બંધક બનાવનાર વ્યક્તિએ પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીની છોડાવવાની માંગ કરી હતી.

America: ટેકસાસમાં બાન પકડનારાને ઠાર કરીને 4 બંધકોને છોડાવ્યા, પાકિસ્તાનના વૈજ્ઞાનિકને છોડાવવા બનાવ્યા હતા બંધક
Hostages rescued in Texas (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 12:16 PM

America: અમેરિકાના ટેક્સાસમાં (Texas) ચાર લોકોને બંધક બનાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ 12 કલાક બાદ હુમલાખોરોને ઠાર કરીને હાલ તમામ બંધકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કાયદા અમલીકરણ અધિકારીના (Law Enforcement Officer)જણાવ્યા અનુસાર, આ લોકોને ટેક્સાસમાં એક યહૂદી ધાર્મિક સ્થળ સિનાગોગમાં બંધક બનાવવામાં આવ્યા હતા.બંધકોને બચાવવાની વિગતો તાત્કાલિક જાહેર કરવામાં આવી નથી. ત્રણ કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસ સાથે આ અધિકારીઓએ વાત કરી હતી.

હુમલાખોરોએ આ માંગ કરી હતી

મળતા અહેવાલ અનુસાર ઓછામાં ઓછા ચાર લોકોને આ હુમલાખોરોએ કેદ કર્યા હતા. તમને જણાવી દઈએ કે,બંધક  બનાવનાર વ્યક્તિએ પાકિસ્તાની વૈજ્ઞાનિક અફિયા સિદ્દીકીની મુક્તિની માંગ કરી હતી. અફિયા પર અફઘાન કસ્ટડીમાં અમેરિકી સૈન્ય અધિકારીઓની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. હાલ આફિયા હાલમાં ટેક્સાસની ફેડરલ જેલમાં બંધ છે.

બંધક બનાવનાર આફિયાનો ભાઈ નથી

અફિયા સિદ્દીકીના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સ્પષ્ટતા કરી કે બંધક બનાવનાર આફિયાનો ભાઈ નથી, યુએસ મીડિયાને વકીલે જણાવ્યું હતું કે તેના અસીલને કાયદા અમલીકરણ તરફથી ફોન આવી રહ્યા છે અને ખાતરી આપી હતી કે તે બંધક બનાવનારાઓમાં તે નથી અને તે શાંતિપૂર્ણ રીતે બંધક લોકોને મુક્ત કરવાનો પ્રયાસ કરતો હતો.

ઈઝરાયેલ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે

ઇઝરાયલના વિદેશી બાબતોના મંત્રી નચમન શાઇએ શનિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેઓ ટેક્સાસના કોલીવિલેમાં બેથ ઇઝરાયેલમાં, બંધક બનાવવામાં આવેલા લોકોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે વધુ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ટેક્સાસના એક સિનાગોગમાં જ્યાં યહૂદી સમુદાય શબાત સેવાઓ માટે એકઠા થયો હતો ત્યાં આ બનાવ બન્યો હતો.

આ પણ વાંચો : નોર્વે, સ્વીડન જેવા ઘણા યુરોપિયન દેશોમાં વરુઓને શા માટે ‘મારવામાં આવે છે’ ? જાણો તેની પાછળ શું છે કારણ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">