AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US with India : કોરોના સંકટમાં અમેરિકાની 40 મોટી કંપનીઓ ભારતની મદદ માટે આગળ આવી

US with India : ભારતને મદદ કરવા અમેરિકા મિશન મોડમાં આવી ગયું છે. યુ.એસ. વહીવટીતંત્રની વિવિધ શાખાઓએ એવા ક્ષેત્રની ઓળખ શરૂ કરી છે જેમાં ભારતને મદદની જરૂર છે.

US with India : કોરોના સંકટમાં અમેરિકાની 40 મોટી કંપનીઓ ભારતની મદદ માટે આગળ આવી
FILE PHOTO
| Updated on: Apr 27, 2021 | 7:07 PM
Share

US with India : કોરોનાની બીજી લહેર સામે સંઘર્ષ કરી રહેલા ભારતને મદદ કરવા માટે અમેરિકા મિશન મોડમાં છે. યુએસ વહીવટી તંત્રએ ભારતને મદદની જરૂર હોય તેવા ક્ષેત્રોની વિવિધ શાખાઓ શોધી કાઢી છે. આ ઉપરાંત તમામ વહીવટી અંતરાય પણ દૂર કરવામાં આવી રહ્યા છે. ભારતને વહેલી તકે તબીબી સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત તમામ વહીવટી અંતરાય પણ દૂર કરવામાં આવી રહ્યા છે.

અમેરિકાની 40 મોટી કંપનીઓ આગળ આવી US ની 40 ટોચની કંપનીઓ ભારત પ્રત્યે એકતા દર્શાવવા આગળ આવી છે. આ અંતર્ગત ભારતને મદદ કરવા સંસાધનો એકત્રિત કરવા વૈશ્વિક ટાસ્ક ફોરની રચના કરવામાં આવશે. ડેલાઇટના સીઇઓ પુનીત રંઝને જણાવ્યું હતું કે અમેરિકાના વિવિધ વેપાર સંગઠનો સંયુક્ત રીતે 20,000 ઓક્સિજન કોન્સનટ્રેટર થોડા અઠવાડિયામાં ભારત મોકલશે. આ સિવાય આ કંપનીઓ વહીવટના સહયોગથી દવાઓ, રસી, ઓક્સિજન અને અન્ય જીવન બચાવ ઉપકરણો પણ મોકલશે.

રેમડેસિવીરની ઉપલબ્ધતામાં ગિલિયડ વધારો કરશે દવા ઉત્પાદક કંપની ગિલિયડ સાયન્સિસએ કહ્યું છે કે તે કોરોનાની બીજી લહેરથી પ્રભાવિત ભારતમાં રેમડેસિવીરની ઉપલબ્ધતામાં વધારો કરવા તેના ભાગીદારોને ટેકનીકલ સહાય અને ફાર્માસ્યુટિકલ ઘટકો પ્રદાન કરશે. આ ઉપરાંત, કંપની ભારતને 4,50,000 વધારાની શીશીઓ સપ્લાય કરશે. ભારતમાં કોરોનાના ગંભીર લક્ષણોના કેસોમાં રેમડેસિવીરનો ઉપયોગ થાય છે.

ભારતની મદદ માટે US સાંસદોનું અભિયાન પક્ષના રાજકારણથી ઉપર ઉઠીને, US ના પ્રભાવશાળી સાંસદો ભારતના સમર્થનમાં બહાર આવ્યા છે. તેમણે બાયડન વહીવટી તંત્રને તાકીદે તમામ શક્ય મદદ પૂરી પાડવા વિનંતી કરી છે.  ભારતને નજીકના અને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવતાં સાંસદ એડમ સિફે કહ્યું હતું કે જ્યારે કોરોના રોગચાળાને કારણે અમેરિકન હોસ્પિટલોની હાલત કફોડી થઈ ગઈ હતી ત્યારે ભારતે તાત્કાલિક મદદ પૂરી કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બીડેન વહીવટી તંત્રના આભારી છે કે તેણે ભારતને મદદ કરવાનું નક્કી કર્યું છે.

કેલિફોર્નિયા ભારતને ઓક્સિજન પણ આપશે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યે ભારતને ઓક્સિજન આપવાનો નિર્ણય લીધો છે. ભારતમાં ઓક્સિજનના જથ્થા મોકલવાની વિસ્તૃત માહિતી આપતા કેલિફોર્નિયાના રાજ્યપાલ ગેવિન ન્યુઝમે કહ્યું કે દરેક વ્યક્તિ આ રોગ સામે સારી તબીબી સંભાળને મેળવવાને પાત્ર છે. ભારતના લોકોને હમણાં મદદની જરૂર છે. અમે તેમની જરૂરિયાતો પૂરી કરીશું.

આ પણ વાંચો : France with India : કોરોના સામેની લડતમાં ફ્રાન્સ ભારતની સાથે ઉભું છે, Emmanuel Macron એ હિન્દીમાં કહ્યું, “સાથે મળીને જીતીશું”

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">