France with India : કોરોના સામેની લડતમાં ફ્રાન્સ ભારતની સાથે ઉભું છે, Emmanuel Macron એ હિન્દીમાં કહ્યું, “સાથે મળીને જીતીશું”
Emmanuel Macron એ કહ્યું ફ્રાન્સ મેડિકલ સાધનો, વેન્ટિલેટર, ઓક્સિજન અને 8 ઓક્સિજન જનરેટર ભારત મોકલશે.
France with India : ભારત કોરોનાની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યું છે. ફ્રાન્સે પણ આ લડતમાં મદદરૂપ થવા હાથ લંબાવ્યો છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન (Emmanuel Macron)એ તબીબી ઉપકરણો, વેન્ટિલેટર, ઓક્સિજન અને ઓક્સિજન જનરેટર મોકલવાની જાહેરાત કરી છે. તેણે ફેસબુક પર હિન્દીમાં ભાવનાત્મક પોસ્ટ લખી છે.
हम जिस महामारी से गुज़र रहे हैं, कोई इससे अछूता नहीं है। हम जानते हैं कि भारत एक मुश्किल दौर से गुज़र रहा है। फ्रांस और…
Posted by Emmanuel Macron on Tuesday, 27 April 2021
Emmanuel Macronએ લખ્યું છે, “આપણે જે રોગચાળામાંથી પસાર થઈ રહ્યા છીએ તેનાથી કોઈ અસ્પૃશ્ય નથી. આપણે જાણીએ છીએ કે ભારત એક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ફ્રાન્સ અને ભારત હંમેશાં એક રહ્યા છે. અમે અમારું સમર્થન આપવા તૈયાર છીએ. ફ્રાન્સ મેડિકલ સાધનો, વેન્ટિલેટર, ઓક્સિજન અને 8 ઓક્સિજન જનરેટર ભારત મોકલશે. દરેક જનરેટર આસપાસના હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરીને 10 વર્ષ સુધી હોસ્પિટલને આત્મનિર્ભર બનાવી શકે છે.”
Emmanuel Macronએ વધુમાં લખ્યું, “અમારા મંત્રાલયોના વિભાગો સખત મહેનત કરી રહ્યા છે. અમારી ફ્રેન્ચ કંપનીઓ ગતિશીલ છે અને તે પહેલેથી જ મોટી સંખ્યામાં છે. એકતા આપણા રાષ્ટ્રના કેન્દ્રમાં છે. તે આપણા દેશો વચ્ચે મિત્રતાના કેન્દ્રમાં છે. આપણે સાથે મળીને જીતીશું.”
કોરોનાની આ લડતમાં યુ.એસ. અને ફ્રાન્સ ઉપરાંત યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ચીન સહિત અન્ય ઘણા દેશોએ પણ ભારતને મદદ કરવાની જાહેરાત કરી છે. કેટલાક દેશોની સહાયથી ભારતમાં એરપોર્ટ પર ઉતરાણ પણ શરૂ થઈ ગયું છે. ભારતે વિશ્વના ઘણા દેશોમાં રસી મોકલી હતી.
ભારતને અમેરિકા પણ કરશે સહયોગ કોરોના સંકટ પર PM MODI અને અમરિકાના રાષ્ટ્રપતિ JO BIDEN વચ્ચે સોમવારે રાત્રે 10 વાગ્યે ફોન પર વાતચીત થઈ હતી. ભારત અને અમેરિકામાં ઉદ્ભવતા કોરોના સંકટ અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ બિડેન સાથે સાર્થક ચર્ચા થઈ હતી. અમે બંને દેશોમાં ઉદ્ભવતા કોરોના કટોકટીની વિગતવાર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન, અમે રસી માટે કાચા માલ અને દવાઓની સપ્લાય અંગે ગંભીરતાથી ચર્ચા કરી છે. આ ઉપરાંત PM MODI એ પણ રાષ્ટ્રપતિ બિડેનને આ કટોકટીની સ્થિતિમાં બોલવા બદલ આભાર માન્યો હતો.
Covishield vs Covaxin : કોવીશિલ્ડ અને કોવેક્સીનમાં શું છે તફાવત, રસી લેતા પહેલા જાણો બધું જ