AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રજા ના મળતા એક મહિલાને એવું તે શું કામ કર્યું કંપનીએ આપવા પડ્યા અધધ… પૈસા, જાણો સમગ્ર મામલો

ન્યાયાધીશે એલિસને પગારના નુકસાન સાથે લાગણીઓ દુભાવવા બદલ લગભગ 2 કરોડ રૂપિયાનું વળતર આપવાનો ફેંસલો સંભળાવ્યો હતો.

રજા ના મળતા એક મહિલાને એવું તે શું કામ કર્યું કંપનીએ આપવા પડ્યા અધધ... પૈસા, જાણો સમગ્ર મામલો
Alice (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:04 PM
Share

આજે કોઈ પણ કંપનીમાં કામ કરતા લોકો માટે રજાનો દિવસ નક્કી કરવામાં આવે છે. પરંતુ ક્યારેક એવું બને છે કે તેમને આપવામાં આવેલી રજા ઉપરાંત રજાની જરૂર હોય છે. હાલમાં જ એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ તેની ઓફિસમાંથી માત્ર એક કલાકની રજા માંગી હતી. પરંતુ કંપનીએ તેને રજા આપી નહીં.

આ પછી મહિલાએ લીધેલું પગલું સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલો ચર્ચાનો વિષય બનતા આખરે કંપનીએ મહિલાને ભારે વળતર ચૂકવવું પડ્યું છે. આ બધું ત્યારે થયું જ્યારે મહિલાએ તેના બાળકની સંભાળ રાખવા માટે આ રજા માંગી હતી.

આ ઘટના બ્રિટનના લંડનની છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર એલિસ (alice thompson manors)એક રિયલ એસ્ટેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતી હતી. એલિસે કંપની પાસેથી માંગ કરી કે તે તેની નાની છોકરી માટે અઠવાડિયામાં ચાર દિવસ એક કલાક ઓછું કામ કરશે. તેણે આ માટે કંપની પાસેથી રજા માંગી હતી. આશ્ચર્યની વાત એ છે કે કંપનીએ આને ફગાવી દીધું અને એક કલાકની રજા આપવાનો ઈનકાર કર્યો. પછી ફરી શું થયું તે ચોંકાવનારું હતું.

રિપોર્ટ અનુસાર એલિસે પહેલા કંપનીમાંથી રાજીનામું આપ્યું અને પછી સીધી કોર્ટમાં ગઈ હતી. લંડનમાં સ્થાનિક રોજગાર ટ્રિબ્યુનલમાં તેમણે દલીલ કરીને કિસ્સો જણાવ્યો હતો. આ મહિલાએ તેનો પક્ષ કંપની સામે રાખ્યો હતો. જો કે જ્યારે કંપનીને આ વિશે ખબર પડી ત્યારે કંપનીએ કોર્ટમાં તેની રજૂઆત પણ મોકલી અને તેણે કંપનીએ પણ તેની વાત કોર્ટમાં રાખી હતી. ટ્રિબ્યુનલમાં સુનાવણી દરમિયાન બંને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા. આ બાદ ચુકાદો સંભળાવ્યો હતો.

ચુકાદામાં ટ્રિબ્યુનલના જજે એલિસની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે કંપની કામમાં સુગમતા આપવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે એલિસને નોંધપાત્ર નુકસાન થયું છે. ન્યાયાધીશે એલિસને પગારના નુકસાન સાથે લાગણીઓ અને લિંગ ભેદભાવ માટે લગભગ 2 કરોડ રૂપિયાનું વળતર આપવાનો ફેંસલો સંભળાવ્યો હતો.

રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર 2016માં શરૂ કરેલી આ નોકરીમાંથી એલિસે વાર્ષિક 1 કરોડ 21 લાખની કમાણી કરી હતી. પરંતુ 2018માં જ્યારે તે ગર્ભવતી થઈ હતી. આ બાદ કંપની સાથે તેના સંબંધો બગડ્યા અને કંપનીએ તેના પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં એલિસને તેના બાળકને થોડા દિવસો માટે ચાઈલ્ડકેર સેન્ટરમાં છોડવું પડ્યું. એલિસે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ આખી વાર્તા કહી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે , આવતીકાલે કમલમ ખાતે ધારાસભ્યની બેઠકમાં રહેશે હાજર

આ પણ વાંચો : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બનશે ગુજરાતના મુખ્યપ્રધાનનો નવો ચહેરો ? જાણો રાજકીય કરિયર વિશે

g clip-path="url(#clip0_868_265)">