AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાન પર હુમલા થતા ઉગ્ર અને હિંસક પ્રદર્શન શરુ, ફવાદ બોલ્યો – આ હુમલો આખા દેશ પર થયો છે, બદલો લેવામાં આવશે

આ હુમલામાં ઈમરાન ખાન હાલ સુરક્ષિત છે. હુમલા બાદ ઈમરાને કહ્યુ કે અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. હું મારી તમામ શક્તિ સાથે ફરી લડીશ. ઈમરાન ખાન પર કરવામાં આવેલા આ હુમલા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન શરુ થયુ છે.

ઈમરાન ખાન પર હુમલા થતા ઉગ્ર અને હિંસક પ્રદર્શન શરુ, ફવાદ બોલ્યો - આ હુમલો આખા દેશ પર થયો છે, બદલો લેવામાં આવશે
Protest In PakistanImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 10:53 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આજે હુમલો થયો હતો. વિરોધ માર્ચ દરમિયાન તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેના પગમાં 3- 4 ગોળીઓ વાગી હતી. આ હુમલો 2 હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો.જેમાના એકનું મોત થયુ છે, જ્યારે એકની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં પીટીઆઈના અન્ય નેતાઓ પણ ઘાયલ થયા છે. આ હુમલામાં ઈમરાન ખાન હાલ સુરક્ષિત છે. હુમલા બાદ ઈમરાને કહ્યુ કે અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. હું મારી તમામ શક્તિ સાથે ફરી લડીશ. ઈમરાન ખાન પર કરવામાં આવેલા આ હુમલા બાદ પાકિસ્તાનમાં ઉગ્ર અને હિંસક પ્રદર્શન શરુ થયુ છે.

ઈમરાન ખાન પર થયેલા આ હુમલા બાદ તેમની પાર્ટીના નેતા ફવાદ ચૌધરી એ એક રેલીને સંબોધિત કરતા કહ્યું કે ઈમરાન ખાન પર કરવામાં આવેલો હુમલો પાકિસ્તાન પર થયેલો હુમલો છે. તેમણે ચેતવણી આપી કે આ હુમલાનો બદલો લેવામાં આવશે. તેમણે આગળ કહ્યુ કે, અમે શાંતિ ઈચ્છતી પાર્ટી છીએ, અમે બંદૂકવાળી પાર્ટી નથી. અમારા ઉપર જેમણે હુમલો કર્યો તે લોકો સાંભળી લેજો અમે બદલો લઈશું.

પાકિસ્તાનમાં  ઉગ્ર પ્રદર્શન શરુ

પાકિસ્તાનના વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ

હાલના પાકિસ્તાનના વડાપ્રધાને શાહબાજ શરીફે આ ઘટનાની નિંદા કરતા ટ્વિટ કરી છે કે, હું આ હુમલાની નિંદા કરુ છું. મેં ગૃહ મંત્રીને ઘટના અંગેનો રિપોર્ટ આપવાના નિર્દેશ કર્યો છે. તેમણે તમામની રિકવરી અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે તપાસના પણ આદેશ આપ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">