Khyber Pakhtunkhwa Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એન્કાઉન્ટરમાં 6 સૈનિકના મોત, 3 આતંકવાદીઓ માર્યા ગયા

પાકિસ્તાન તરફથી આજે હુમલાની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનની પરચિનાર સ્કૂલ ફાયરિંગમાં સાત શિક્ષકો માર્યા ગયા હતા, જ્યારે ખૈબર પખ્તુનખ્વામાં એન્કાઉન્ટરમાં છ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

Khyber Pakhtunkhwa Attack: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એન્કાઉન્ટરમાં 6 સૈનિકના મોત, 3 આતંકવાદીઓ માર્યા ગયા
Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 9:05 PM

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ગુરુવારે આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન છ જવાનોના મોત થયા હતા. આ દરમિયાન ત્રણ આતંકીઓ પણ માર્યા ગયા હતા. ગોળીબારની આ ઘટના ઉત્તર વજીરિસ્તાનના ડીયર દુની વિસ્તારમાં બની હતી. ઇન્ટર-સ્ટેટ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ જાણકારી આપી. ISPRએ જણાવ્યું કે અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં છ જવાનોના મોત થયા છે.

આ પણ વાચો: INDIA-PAKISTAN સંબંધો નહીં, પરંતુ 7 લાખની બેગ અને કિંમતી હાર મુખ્ય હેડલાઇન્સ હતી, 12 વર્ષ પહેલા ભારત આવી હતી હિના રબ્બાની ખાર

ISPRએ કહ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. પાકિસ્તાની સૈનિકો આતંકવાદના ખતરાનો ખાત્મો કરવા સંકલ્પબદ્ધ છે. અમે આ બહાદુર જવાનોના બલિદાનને વ્યર્થ નહીં જવા દઈએ. અમે અમારા સૈનિકોને વધુ તાકાત આપીશું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં મોત થયેલા જવાનોમાં હવાલદાર સલીમ ખાન, જાવેદ ઈકબાલ, સિપાહી નઝીર ખાન, સિપાહી હઝરત બિલાલ, સિપાહી સૈયદ રજબ હુસૈન અને સિપાહી બિસ્મિલ્લા જાનના નામ સામેલ છે. મહત્વનું છે કે આ તમામની ઉંમર 22થી 37 વર્ષની વચ્ચે છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

436 આતંકી ઘટનાઓમાં 293 માર્યા ગયા, 521 ઘાયલ થયા

ખૈબર-પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રોજ આ પ્રકારની ઘટના બને છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના આતંકવાદીઓ અહીં ખૂબ સક્રિય છે. જેના કારણે આ પ્રકારની ઘટના બને છે.

ગયા મહિને ISPRના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે ગયા વર્ષે 436 આતંકી ઘટનાઓમાં ઓછામાં ઓછા 293 લોકો માર્યા ગયા હતા અને 521 ઘાયલ થયા હતા.

ખૈબર-પખ્તુનખ્વામાં 219 આતંકવાદી ઘટનાઓ

આંકડો રજૂ કરતાં તેમણે કહ્યું કે ખૈબર-પખ્તુનખ્વામાં 219 આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 192 લોકોના મોત થયા હતા. તે જ સમયે, બલૂચિસ્તાનમાં 206 આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં 80 લોકો માર્યા ગયા હતા. પંજાબ પ્રાંતમાં પાંચ આતંકવાદી ઘટનાઓ બની હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા.

આ સિવાય સિંધ પ્રાંતમાં સાત લોકોના મોત થયા છે. તે જ સમયે, તેમણે જણાવ્યું કે ગયા વર્ષે 8269 ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન 1378 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે 157 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">