એલોન મસ્કની સંપત્તિ વોરેન બફેટ કરતાં ત્રણ ગણી વધી, નેટવર્થ 335 અરબ ડોલર પર પહોંચી

|

Nov 02, 2021 | 5:00 PM

એલોન મસ્કની સંપત્તિ વોરેન બફેટ કરતાં ત્રણ ગણી વધી ગઈ છે. મસ્કની નેટવર્થ $24 બિલિયન વધીને $335.1 બિલિયન થઈ. તેનું કારણ એ હતું કે ન્યૂયોર્કમાં ઇલેક્ટ્રિક ઓટો કંપનીના શેરમાં 8.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

એલોન મસ્કની સંપત્તિ વોરેન બફેટ કરતાં ત્રણ ગણી વધી, નેટવર્થ 335 અરબ ડોલર પર પહોંચી
Elon Musk (File Pic)

Follow us on

ટેસ્લા (Tesla Inc.)ના શેરમાં તાજેતરમાં આવેલી તેજીથી એલોન મસ્ક(Elon Musk)ની સંપત્તિ સતત વધી રહી છે. હવે તેણે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. હવે તેમની સંપત્તિ વોરેન બફેટ કરતાં ત્રણ ગણી વધી ગઈ છે. મસ્કની નેટવર્થ $24 બિલિયન વધીને $335.1 બિલિયન થઈ. તેનું કારણ એ હતું કે ન્યૂયોર્કમાં ઇલેક્ટ્રિક ઓટો કંપનીના શેરમાં 8.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

બફેટ યાદીમાં 10માં સ્થાને

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર આ પછી, એમેજોનના જેફ બેજોસની સરખામણીએ તેમની વચ્ચેનું અંતર વધીને $143 બિલિયન થઈ ગયું છે. બર્કશાયર હેથવેના ચેરમેન બફેટ $104.1 બિલિયનની નેટવર્થ સાથે આ યાદીમાં 10મા સ્થાને છે. ટેસ્લાના શેરધારકોની સંપત્તિમાં પણ વધારો થયો છે. સિંગાપોર સ્થિત રિટેલ વેપારી લીઓ કોગુઆન ગયા સપ્તાહે કંપનીના ત્રીજા સૌથી મોટા વ્યક્તિગત શેરધારક તરીકે ઉભરી આવ્યા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ સાથે તેમની સંપત્તિ વધીને $12.1 બિલિયન થઈ ગઈ છે. લેરી એલિસન, જેમણે સોફ્ટવેર નિર્માતા ઓરેકલ કોર્પોરેશનના નિર્માણમાં 44 વર્ષ ગાળ્યા હતા, તે 2018 થી ટેસ્લામાં એકમાત્ર મોટા રોકાણકાર છે. પરંતુ હવે તેમનો હિસ્સો $18.1 બિલિયન સુધી પહોંચી ગયો છે, જે ઓરેકલમાં તેમના હોલ્ડિંગનો લગભગ ત્રીજા ભાગનો છે.

બફેટના મોટા દાન એક કારણ હોઈ શકે છે

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બફેટનું મોટું દાન તેમની અને મસ્કની સંપત્તિ વચ્ચે વધતા જતા અંતર પાછળનું કારણ હોઈ શકે છે. દર વર્ષે બફેટ તેના બર્કશાયરના શેરનો એક ભાગ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સહિત વિવિધ ચેરીટેબલ સંસ્થાઓને દાન આપે છે. 91 વર્ષીય બફેટે જૂનમાં જણાવ્યું હતું કે તેમના દાનનું મૂલ્ય છેલ્લા 16 વર્ષમાં કુલ $41 બિલિયન સુધી પહોંચી ગયું છે.

50 વર્ષના મસ્કે સપ્તાહના અંતે પરોપકાર પર વાત કરી હતી. તેમણે યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડિરેક્ટરને જવાબ આપ્યો કે, જેમણે મસ્ક જેવા અબજોપતિઓને ભૂખમરાને રોકવા માટે કામ કરવાનો પડકાર આપ્યો હતો. મસ્કે જવાબ આપતા કહ્યું કે જો યુએન એજન્સી સમજાવી શકે કે તે વિશ્વમાં ભૂખમરાની સમસ્યાને હલ કરવા માટે આ નાણાંનો ઉપયોગ કેવી રીતે કરશે તો તેઓ અત્યારે જ $ 6 બિલિયન મૂલ્યના શેરની ખરીદી કરી લે.

ટેસ્લાની કામગીરી પણ મસ્કની સંપત્તિ પાછળનું કારણ છે, જે રેકોર્ડ સ્તરે પહોંચી રહી છે. વિશ્વમાં ઓટોમોબાઈલના ભવિષ્યમાં કંપની મુખ્ય ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આગામી વર્ષોમાં, કંપની ઇલેક્ટ્રિક વાહનોના પ્રીમિયમ સેગમેન્ટમાં મોટા પાયે હાજર રહેશે.

 

આ પણ વાંચો: ધનતેરસ 2021: પૌરાણિક કથાઓ, તારીખ, મહત્વ, અને શહેર મુજબ પૂજા મુહૂર્ત

આ પણ વાંચો: PMFBY: વર્ષ 2020-21માં પાક વીમા માટે 9,570 કરોડ રૂપિયાના દાવા, ગત વર્ષની સરખામણીએ 60 ટકા ઓછા

Next Article