AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈલોન મસ્કથી પણ ખતરનાક છે તેના પિતા, દીકરી સાથે કર્યા લગ્ન અને 2 બાળકોનો પિતા બન્યો

ઈલોન મસ્કના પિતાનું નામ એરોલ મસ્ક છે.તેઓ વ્યવસાયે એન્જિનિયર, પાઇલટ,પ્રોપર્ટી ડેવલપર અને નાવિક છે. તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. એલોન મસ્કના પિતા હાલમાં ભારત પ્રવાસે છે, તો ચાલો જાણીએ કે, બાપ-દીકરાના કેવા સંબંધો છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

ઈલોન મસ્કથી પણ ખતરનાક છે તેના પિતા, દીકરી સાથે કર્યા લગ્ન અને 2 બાળકોનો પિતા બન્યો
Follow Us:
| Updated on: Jun 09, 2025 | 3:41 PM

ઈલોન મસ્ક વિશ્વના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમનો જન્મ 28 જૂન 1971ના રોજ થયો હતો. તેઓ દક્ષિણ આફ્રિકન-કેનેડિયન-અમેરિકન અનુભવી ઉદ્યોગપતિ, રોકાણકાર અને એન્જિનિયર છે. એલોન સ્પેસએક્સના સ્થાપક, સીઈઓ અને મુખ્ય ડિઝાઇનર,ટેસ્લાના સહ-સ્થાપક, સીઈઓ અને પ્રોડક્ટ આર્કિટેક્ટ,ન્યુરાલિંકના સ્થાપક સીઈઓ, ધ બોરિંગ કંપનીના સ્થાપક અને અગાઉ ટ્વિટર, હવે એક્સના માલિક અને સીઈઓ છે. ઈલોન મસ્ક કુલ 14 બાળકોનો પિતા છે. તો તેના પિતા પણ કાંઈ ઓછા નથી. ઈલોન મસ્કના પિતાએ તેની સાવકી દીકરી સાથે લગ્ન કર્યા છે અને આ લગ્ન થી 2 બાળકોના પિતા છે.

દીકરા કરતા બાપ છે સવા શેર

ઈલોન મસ્કના પિતા એરોલ મસ્ક હાલ ભારત પ્રવાસે છે. ભારત પ્રવાસ દરમિયાન અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે તેમજ બિઝનેસ મીટિંગો પણ કરી છે. ત્યારે હવે લોકો જાણવા માંગે છે કે, આ ઈલોન મસ્કના પિતા એરોલ મસ્ક શું કરે છે અને કોણ છે,તેમજ બાપ-દિકરા વચ્ચે કેવા સંબંધો છે.મહત્વની વાત તો એ છે કે,ઈલોન મસ્ક ક્યારે પણ તેના બાળકોને તેના પિતા એરોલ મસ્કને મળાવતો નથી.તો લોકો જાણવા માંગે છે કે,આવું કેમ?ઈલોન મસ્કનો જન્મ એરોલ મસ્કની પહેલી પત્નીથી થયો છે.તેની પત્નીનું નામ માય મસ્ક હતુ.બંન્ને થોડો સમય સાથે રહ્યા અને ઈલોન મસ્કનો જન્મ થયો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,ઈલોનની માતા સાથે પિતાના સંબંધો સારા રહ્યા નહી,આ વાતનો તેના પિતા નકાર તા રહ્યા હતા. ત્યાર બાદ ઈલોન મસ્કના પિતા એરોલ મસ્કે બીજા લગ્ન કર્યા હતા.વિવાદો અહીથી શરુ થયા છે.

સાવકી દીકરીના બાળકોનો પિતા છે એરોલ મસ્ક

એરોલ મસ્કે હાઇડે બેજોન હાઈડ સાથે બીજા લગ્ન કર્યા હતા.આ પહેલા હાઈડે બેજોનને પહેલા લગ્નથી એક દીકરી હતી.જાના બેઝુઇડેનહાઈટ તે સમયે 4 વર્ષની હતી.એરોલ મસ્કના બીજા લગ્ન 2 વર્ષસુધી ચાલ્યા હતા.એરોલનો સૌથી મોટો વિવાદ તેની સાવકી દીકરી જાના બેઝુઇડેનહાઉટ સાથેનો સંબંધ છે.એરોલ 90ના દાયકામાં જાનાની માતા હાઇડે સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન લગભગ 2 વર્ષ સુધી ચાલ્યા.હાઇડેથી અલગ થયા પછી, એરોલ ઘણા વર્ષો સુધી જાનાને જોઈ કે વાત કરી શક્યો નહીં.2014માં તે જાનાને મળ્યો.જાના સંઘર્ષ કરી રહી હતી,આ સમયે જાનાને 8 વર્ષની એક દીકરી પણ હતી.આ સમયે જાનાએ એરોલ સાથે મુલાકાત કરી હતી.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

ઈલોન મસ્ક બાળકોને પિતા થી કેમ દુર રાખે છે ?

સાવકી દીકરીએ પિતા એરોલ પાસે મદદ માંગી હતી અને ધીમે ધીમે આ સંબંધ પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગયો.રોમેન્ટિક બાદ આ સંબંધો લગ્નમાં પરિવર્તિત થાય છે.આ બંન્ને એટલા નજીક આવી જાય છે કે,આ સંબંધથી તેમને બે બાળકો થયા છે.એટેલે કે, એરોલે સાવકી દીકરી સાથે લગ્ન કર્યા અને તેના બાળકોનો પિતા બન્યો.2017માં પુત્ર એલિયટ રશ અને 2019માં એક પુત્રી.આ બધો કાંડ ઈલોનને આ બિલકુલ ગમ્યો નહીં. ઈલોનને તેને ખોટું ગણાવ્યું અને તેના બાળકોને એરોલથી દૂર રાખવાનો નિર્ણય લીધો.ટુંકમાં ઈલોન મસ્ક તેમના બાળકોને તેના દાદાથી દુર રાખે છે.

 ઈલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વિશ્વની સૌથી મોટી EV ઓટો કંપની ટેસ્લાના સ્થાપક અને CEOએ ફરી ઈતિહાસ રચ્યો છે અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે.ઈલોન મસ્કના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">