ભૂખમરાથી પિડાઈ રહ્યા છે આ ઈસ્લામિક દેશના 80 લાખ લોકો, સંયુક્ત રાષ્ટ્રે હાથ કર્યા અધ્ધર

|

Dec 23, 2021 | 3:48 PM

છેલ્લા ત્રણ મહિનાથી અહીંના અનેક પરિવારો માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. વર્ષની શરૂઆતથી યમનમાં ખાણી-પીણીની કિંમતમાં બમણો વધારો થયો છે.

ભૂખમરાથી પિડાઈ રહ્યા છે આ ઈસ્લામિક દેશના 80 લાખ લોકો, સંયુક્ત રાષ્ટ્રે હાથ કર્યા અધ્ધર
ભૂખમરાની સાંકેતિક તસવીર

Follow us on

અમેરિકાએ (America) ચેતવણી આપી છે કે ઇસ્લામિક દેશ (Islamic country) યમનમાં (Yemen) 80 લાખ લોકો ભૂખમરાની (starvation) આરે આવી શકે છે. અમેરિકાનું (America) કહેવું છે કે ભંડોળના અભાવે આ સ્થિતિ સર્જાઈ છે. બુધવારે, યુએન ફૂડ રિલીફ એજન્સીએ (UN Food Relief Agency) ચેતવણી આપી હતી કે તે ભંડોળના અભાવને કારણે યમનમાં (Yemen) લાખો લોકો સુધી પહોંચવામાં અસમર્થ છે.

ભૂખ કેવી રીતે થશે દૂર ?
જાન્યુઆરીથી, યમનના 80 લાખ લોકો જેઓ ભૂખ્યા છે તેમને ઓછું અનાજ આપવામાં આવી રહ્યુ છે. આ સિવાય 50 લાખ લોકો એવા છે જેઓ ભૂખમરાના કારણે દુષ્કાળ જેવી કપરી સ્થિતિમાં છે, તેમને સંપૂર્ણ અનાજ મળશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (મધ્ય પૂર્વ) ના (World Food Program – Middle East) પ્રાદેશિક નિર્દેશક કોરીન ફ્લેશરે કહ્યું: “સમયની માંગ છે કે સખત પગલાં લેવામાં આવે. આપણે આપણા મર્યાદિત સંસાધનોને ધ્યાનમાં રાખીને પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. અમે એવા લોકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેઓ સૌથી મુશ્કેલ સ્થિતિમાં છે. રાશનની અછત એ યમનના પરિવારો માટે ખૂબ જ મુશ્કેલ સમય છે, જેઓ ખાવા-પીવા માટે આ પ્રોગ્રામ પર નિર્ભર છે. યમનના ચલણના દરમાં ઘટાડો થયો છે અને ફુગાવાના કારણે અર્થવ્યવસ્થા પતનની આરે પહોંચી છે.

લોકોના સ્થળાંતરની ફરજ પડી છે
છેલ્લા ત્રણ મહિનાથી અહીંના અનેક પરિવારો માટે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. વર્ષની શરૂઆતથી યમનમાં ખાણી-પીણીની કિંમતમાં બમણો વધારો થયો છે. ઘણા મોરચે લડી રહેલા યમનમાં અનેક પરિવારોને પણ ભૂખમરાની સમસ્યાથી બચવા માટે હિજરત કરવાની ફરજ પડી છે. યમનના લોકો અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેવી સ્થિતિ પહેલાં ક્યારેય નહોતી બની. મંદીવાળા અને ખાડે ગયેલા અર્થતંત્રને કારણે અહીં લાખો લોકો ગરીબીમાં જીવવા મજબૂર બન્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

23 લાખ બાળકો મુશ્કેલીમાં
યમનમાં એક કરોડ 62 લાખ લોકો એટલે કે દેશની અડધાથી વધુ વસ્તી પૂરતા ખોરાકના અભાવે ગંભીર રીતે ભૂખમરાથી પીડાઈ રહી છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 23 લાખ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. યુએન એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે યમનના લોકો પહેલા કરતા વધુ સંવેદનશીલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ

PM Modi Varanasi Visit : PM મોદીએ વારાણસીમાં કહ્યું – કેટલાક લોકો માટે ગાય ‘ગુનો’ હશે, અમારા માટે તે માતા છે

આ પણ વાંચોઃ

ક્યારેક ધવન તો ક્યારેક કેએલ રાહુલ, ભારતે 2018થી અત્યાર સુધીમાં 32 ટેસ્ટમાં કેટલી ઓપનિંગ જોડી અજમાવી છે, જાણો અહીં

Next Article