જેવુ કરો તેવુ ભરો ! આંતકવાદે પાકિસ્તાનને બરબાદ કર્યું, રોજે રોજ દેવામાં ડૂબી રહ્યો છે શાહબાઝનો દેશ

|

Feb 05, 2023 | 10:57 AM

આજે પાકિસ્તાન દેશ બરબાદ થવાના આરે છે. જો કે આ સ્થિતિ માટે તે પોતે જ જવાબદાર છે. પાકિસ્તાને પહેલા આતંકવાદને પ્રોત્સાહન આપ્યું અને હવે આ આતંકવાદે પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું છે.

જેવુ કરો તેવુ ભરો ! આંતકવાદે પાકિસ્તાનને બરબાદ કર્યું, રોજે રોજ દેવામાં ડૂબી રહ્યો છે શાહબાઝનો દેશ
PM Shehbaz sharif

Follow us on

‘જેવુ કરો તેવુ ભરો’ કહેવત પડોશી દેશ પાકિસ્તાન પર એકદમ બંધબેસે છે. પહેલા દેશમાં આતંકવાદીઓ ઉભા કર્યા અને તેમને પોષ્યા. હવે આ આતંકવાદે પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું છે. પાકિસ્તાન અત્યારે સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. એક તરફ મોંઘવારીએ માજા મુકી અને ભૂખમરો પણ વ્યાપક છે અને લોકો પર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. હવે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ સ્થિતિ માટે પાકિસ્તાનની ખામીયુક્ત નીતિઓ જવાબદાર છે.

આર્થિક સંકટ સામે ઘૂંટડિયે છે પાકિસ્તાન

એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં વર્તમાન આર્થિક સંકટ દાયકાઓથી ચાલી રહેલી તેની ખામીયુક્ત નીતિઓનું પરિણામ છે. એટલું જ નહીં, જેહાદના નામે આતંક ફેલાવીને અને આતંકને સમર્થન આપીને પાકિસ્તાને પોતાના પગમાં ગોળી મારી. પાકિસ્તાને ક્યારેય લાંબા ગાળાના આર્થિક વિકાસ પર ધ્યાન આપ્યુ નથી. અને તેનુ જ આજે પરિણામ ભોગવી રહ્યુ છે.

એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધીથી ઘેરાયેલું પાકિસ્તાન હવે IMF પાસેથી $7 બિલિયનના બેલઆઉટ પેકેજની માંગ કરી રહ્યું છે જેથી દેશને ભૂખમરામાંથી બહાર કાઢી શકાય. પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ખરાબ થવા જઈ રહી છે. તાજેતરની પરિસ્થિતિનો સામનો કરવા માટે, પાકિસ્તાન સરકારે સબસિડીમાં ભારે કાપ અને બજારમાં સુધારા સહિત ખર્ચમાં કઠોરતાનો આશરો લેવો પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રિપોર્ટમાં રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં આવ્યું છે કે “દેશને પોતાનું દેવું ચૂકવવાની ક્ષમતા સૌથી નબળી છે.” તો રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની હાલત એવી છે કે તેના પર બાહ્ય દેવું વધી ગયું છે. નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનું દેવું USD 66 બિલિયન હતું જે હવે વધીને USD 100 બિલિયનથી વધુ થઈ ગયું છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર ભયજનક દરે ઘટી રહ્યો છે, જે હવે માત્ર USD 3.67 બિલિયન પર છે, જે 2014 પછી સૌથી નીચો છે.

Published On - 9:23 am, Sun, 5 February 23

Next Article