Earthquake in Greece: ગ્રીસના ક્રેટ ટાપુ પર આવ્યો તીવ્ર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ

|

Oct 12, 2021 | 11:33 PM

ગ્રીસના ક્રેટ ટાપુ પર મંગળવારે ફરી એકવાર શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભૂકંપનો આંચકો એક મહિનાથી પણ ઓછા સમયમાં ફરી આવ્યો છે.

Earthquake in Greece: ગ્રીસના ક્રેટ ટાપુ પર આવ્યો તીવ્ર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ
Earthquake in Greece

Follow us on

Earthquake in Greece: ગ્રીસના ક્રેટ ટાપુ પર મંગળવારે ફરી એકવાર શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભૂકંપનો આંચકો એક મહિનાથી પણ ઓછા સમયમાં ફરી આવ્યો છે. કોઈ નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી. એથેન્સ જીઓડાયનેમિક ઇન્સ્ટિટ્યૂટે (Athens Geodynamic Institute) જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 6.3 ની હતી અને તેનું કેન્દ્રબિંદુ પૂર્વી ક્રેટના ઝાક્રોસ ગામથી લગભગ 23 કિમી પૂર્વમાં સમુદ્રમાં કેન્દ્રિત હતું. મહત્વનું છે કે, ત્રણ અઠવાડિયા પહેલા એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેમાં ટાપુ પર એક વ્યક્તિનું મોત થયું હતું અને સેંકડો ઇમારતોને નુકસાન થયું હતું.

યુરોપિયન ભૂમધ્ય સિસ્મોલોજિકલ સેન્ટરના (European Mediterranean Seismological Centre) જણાવ્યા અનુસાર ભૂકંપ બે કિમીની ઉંડાઈએ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડને મદદ માટે તાત્કાલિક કોઈ ફોન આવ્યો ન હતો. એક ગ્રીક સિસ્મોલોજિસ્ટે કહ્યું કે, મંગળવારનો ભૂકંપ અન્ય ખામીને કારણે થયો હતો. ટાપુ પર આવેલા આ શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ ઈજા કે નુકસાનની જાણ થઈ નથી. તે જ સમયે, એવું કહેવામાં આવ્યું છે કે ભૂકંપના આંચકા અનુભવાયા પછી લોકોએ સાવચેતીના ભાગ રૂપે ઘર ખાલી કર્યા અને બહાર આવ્યા હતા.

સપ્ટેમ્બરના અંતમાં ટાપુ પર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

અગાઉ 27 સપ્ટેમ્બરે દક્ષિણ ગ્રીસના ક્રેટ ટાપુ પર બીજો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.8 હતી. તેના કારણે લોકોને પોતાનું ઘર છોડીને ભાગી જવું પડ્યું હતું. એથેન્સ જીઓડાયનેમિક સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે, ભૂકંપનું કેન્દ્ર એરવીથી 23 કિમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત હતું, જેની ઉંડાઈ 10 કિમી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આર્કલોહોરી ગામના મેયરે સ્કાય ટીવીને જણાવ્યું કે, ગામમાં બે ચર્ચ અને અન્ય ઇમારતોને નુકસાન થયું છે અને બે લોકો ફસાયા છે. ચર્ચમાં જાળવણીના કામ દરમિયાન ગુંબજ તૂટી પડ્યા બાદ ફસાયેલા લોકોમાંથી એક ગુંબજ નીચે ફસાઈ ગયો અને બીજો એક ઘરમાં ફસાઈ ગયો હચો. ગ્રીસમાં ભૂતકાળમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 

આ પણ વાંચો: Big Breaking : દિલ્લીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 રાઇફલ સહિત વિસ્ફોટકો કબજે કરાયા

Next Article