AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake in Afghanistan : અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા

શનિવારે અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

Earthquake in Afghanistan : અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા
Earthquake ( symbolic photo)
| Updated on: Dec 11, 2021 | 11:45 AM
Share

શનિવારે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ભૂકંપના (Earthquake) હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,(National Center for Seismology) રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 હતી. ભૂકંપના આ આંચકા સવારે 10.17 કલાકે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર યુદ્ધગ્રસ્ત દેશના ફૈઝાબાદથી 145 કિમી પૂર્વમાં હતું. અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાનહાની કે નુકસાનના અહેવાલ નથી.

આ પહેલા 27 નવેમ્બરે અફઘાનિસ્તાનના હિંદુ કુશ વિસ્તારમાં (Hindu Kush Region) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. આ ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.લગભગ ત્રણ અઠવાડિયા પહેલા અફઘાનિસ્તાનના ફૈઝાબાદ નજીક 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં કોઈ નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.

ઓગસ્ટમાં પણ આવ્યા હતા  ભૂકંપના આચંકા  તે જ સમયે, ઓગસ્ટમાં પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ અહેવાલ આપ્યો હતો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 હતી. સ્થાનિક સમય અનુસાર આ આંચકા સવારે 9.52 કલાકે આવ્યા હતા.

NCS અનુસાર, આ આંચકા અફઘાનિસ્તાનના બજરકથી 38 કિમી ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર બજરક નજીક હતું અને તેની ઊંડાઈ 92 કિમી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રની આસપાસના વિસ્તારમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. પરંતુ જેમ જેમ કેન્દ્રથી અંતર વધતું ગયું તેમ તેમ તેની અસર ઘટતી ગઈ હતી.

2015 માં 7.5 તીવ્રતાના કારણે થયેલા ધરતીકંપ અફઘાનિસ્તાનમાં અલકાહદરી-યે કિરણ વાન મુંજનમાં તેનું કેન્દ્રબિંદુ તેમજ દક્ષિણ એશિયામાં તેની અસરને કારણે થયો હતો. પાકિસ્તાનમાં ભૂકંપના કારણે ઓછામાં ઓછા 399 લોકોના મોત થયા છે. 2009માં અફઘાનિસ્તાનના બદખ્શાનમાં ફૈઝાબાદમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ભૂસ્ખલન થયું હતું અને ઓછામાં ઓછા 3 લોકો માર્યા ગયા હતા. ફૈઝાબાદમાં એક એરપોર્ટ પણ છે જેનો ઉપયોગ અફઘાન એરફોર્સ કરે છે.

આ પણ વાંચો : Omicron Variant : શું ભારતમાં કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝના ઉપયોગની મંજૂરી આપવામાં આવશે? જાણો શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચો : Good news: ઓમિક્રોનથી લડવા માટે મળી ગયું હથિયાર ! વેરિઅન્ટ સામે કારગર છે બુસ્ટર ડોઝ, સંક્ર્મણ સામે મળે છે 75 ટકા સુરક્ષા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">