AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake Breaking News: ફિલીપીન્સમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ, મસ્બાતે ક્ષેત્રથી 35 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ

Philippines Earthquake : ફિલીપીન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે.

Earthquake Breaking News: ફિલીપીન્સમાં અનુભવાયો 6.1ની તીવ્રતાનો ભૂકંપ, મસ્બાતે ક્ષેત્રથી 35 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
Philippines Earthquake Image Credit source: twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 6:35 AM
Share

ફિલીપીન્સથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. ફિલીપીન્સના મસ્બાતે ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. જોકે, હમણા સુધી જાનહાનિ કે આર્થિક નુકશાનની કોઈ માહિતી સામે આવી નથી.જણાવી દઈએ કે ફિલીપીન્સમાં એક મહિના પહેલા 18 જાન્યુઆરીના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે ફિલીપીન્સના દક્ષિણ ભાગમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે પણ મોટું નુકશાન થયું ન હતું.

હાલમાં જ તુર્કિયે અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે આજદિન સુધીમાં 41,000 લોકોના મોત થયા છે, જ્યારે 1 લાખથી વધારે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ તુર્કિયેના દક્ષિણ-પૂર્વી અને સીરિયાના ઉત્તર-પશ્વિમ ભાગમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ પણ નાના મોટા ભૂકંપના આંચકા આ ક્ષેત્રમાં અનુભવાયા હતા.

મળતી માહિતી અનુસાર, ફિલીપીન્સના મસબાતે ક્ષેત્રથી 35 કિમી દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આ ભૂકંપના કારણે હમણા સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ભારતીય સમય અનુસાર આ ભૂકંપ આજે મોડી રાત્રે 1.45થી 2 વાગ્યાની વચ્ચે અનુભવાયો હતો.આ ભૂકંપને કારણે ત્સુનામીની પણ શકયતા સેવાઈ રહી છે.

ભૂકંપના કારણે સ્કૂલોમાં રજા

ભૂકંપના 1 કલાક બાદ પણ ભૂકંપના નાના-મોટા આંચકા આવી રહ્યાં હતા. જેને કારણે મસ્બાતે વિસ્તારની સ્કૂલોમાં કેટલાક દિવસો માટે રજા જાહેર કરવામાં આવી છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વારંવાર ધ્રુજી રહી છે ધરા

વર્ષની શરુઆતથી જ દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ભૂકંપના સમાચાર સામે આવી રહ્યાં છે. ગઈકાલે 15 ફેબ્રુઆરીના રોજ ન્યુઝીલેન્ડમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ નોર્થ આઈસલેન્ડ શહેર લોરહાટથી 78 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. ભૂકંપ સાંજે 7.38 કલાકે 76 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપના કારણે પણ કોઈ મોટા નુકશાનના સમાચાર સામે આવ્યા ન હતા.

આ પણ વાંચો: New Zealand Cyclone Gabrielle: ચક્રવાત ગેબ્રિયલની ન્યુઝીલેન્ડમાં તબાહી ! 58000 ઘરોમાં પાવર કટ, 509 ફ્લાઈટ્સ રદથી જનજીવન અસ્તવ્યસ્ત

15 દિવસમાં 11 વાર ધ્રુજીગુજરાતની ધરા

  • 12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
  • 14 ફેબ્રુઆરીના રોજ તાપીના ઉકાઇમાં સવારે 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.

ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">