
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ભારત સાથે એકતરફી સંબંધ રહ્યો છે. ભારતે અમારી પાસેથી ઊંચા ટેરિફ વસૂલ્યા છે, તે પણ અન્ય કોઈપણ દેશ કરતાં વધુ. ટ્રમ્પે કહ્યું કે ખૂબ ઓછા લોકો સમજે છે કે, અમે ભારત સાથે ખૂબ ઓછો વેપાર કરીએ છીએ, જ્યારે તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે.
તેમણે કહ્યું કે ભારત અમને મોટી માત્રામાં માલ વેચે છે, પરંતુ અમે તેમને ખૂબ ઓછો માલ વેચીએ છીએ. ભારત તેના મોટાભાગના તેલ અને લશ્કરી ઉત્પાદનો રશિયા પાસેથી ખરીદે છે, અને અમેરિકા પાસેથી ખૂબ ઓછા ખરીદે છે. તેમણે હવે તેમના ટેરિફને સંપૂર્ણપણે ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ હવે ખૂબ મોડું થઈ ગયું છે. તેમણે વર્ષો પહેલા આવું કરવું જોઈતું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે, ભારતે ટેરિફ ઘણા સમય પહેલા ઘટાડી દેવા જોઈતા હતા.
US President Donald Trump posts on Truth Social, says, “What few people understand is that we do very little business with India, but they do a tremendous amount of business with us. In other words, they sell us massive amounts of goods, their biggest “client,” but we sell them… pic.twitter.com/CmD7j4jSdM
— ANI (@ANI) September 1, 2025
ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે કડવાશ આવી છે. આ કડવાશ પાછળ રશિયાનો હાથ છે. ખરેખર, અમેરિકા નથી ઇચ્છતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે. તાજેતરમાં જ તેણે આનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે અને તેમાંથી મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતે આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી.
ભારતે કહ્યું હતું કે રશિયા પાસેથી અમારી ખરીદી વૈશ્વિક બજારની સ્થિતિ પર આધારિત છે. રશિયન તેલ ખરીદીને, અમે વૈશ્વિક તેલના ભાવ સ્થિર રાખવામાં મદદ કરી છે. અમેરિકા અને યુરોપિયન દેશોએ પોતે અમારા પગલાની પ્રશંસા કરી હતી. ભારતે કહ્યું હતું કે તે રશિયન તેલ ખરીદતું રહેશે.
ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ચીનના તિયાનજિનમાં ભારત-રશિયા અને ચીન એકસાથે જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે, શું ટ્રમ્પ ભારત-રશિયા અને ચીન જોડાણથી ડરી ગયા ? શું ટ્રમ્પ SCO અને BRICS ની તાકાતને કારણે તણાવમાં આવી ગયા કારણ કે તિયાનજિનમાં પીએમ મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને શી જિનપિંગ વચ્ચે જબરદસ્ત કૂટનીતિ જોવા મળી હતી?
આ પણ વાંચોઃ કાશ્મીર, સીઝ ફાયર, નોબલ સહીતના મુદ્દે ભારતના વલણને કારણે ટ્રમ્પનો અહમ ઘવાયો, આ કારણોસર સંબંધોમાં આવી ખટાશ ?