
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘નાટો’ (NATO) દેશોને સલાહ આપતા કહ્યું કે, “તમે ઈરાનને પરમાણુ હથિયાર આપી શકો નહીં, કારણ કે તેઓ તેનો ઉપયોગ ખૂબ જ જલ્દી ઈઝરાયેલ પર કરશે, મધ્ય પૂર્વમાં કરશે અને યુરોપમાં પણ કરશે. મને લાગે છે કે, હવે પછીનો વારો અમારો હશે અને એવું થવા જઈ રહ્યું નથી. તેમની પાસે 159 જહાજ છે. અત્યારે દરેક જહાજ સમુદ્રના તળિયે ડૂબી ગયું છે.” આમ કહીને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈમેન્યુઅલ મેક્રોનની મજાક ઉડાવી હતી અને દાવો કર્યો હતો કે, અમે 250% ટેરિફની ધમકી આપીને તેમને દવાઓની ઊંચી કિંમતો સ્વીકારવા મજબૂર કર્યા છે.
#WATCH अमेरिकी राष्ट्रपति डोनाल्ड जे ट्रम्प ने कहा, “… आप ईरान को न्यूक्लियर वेपन नहीं दे सकते… क्योंकि वे इसे बहुत जल्दी इज़राइल नाम की जगह पर इस्तेमाल करेंगे, और वे इसे मिडिल ईस्ट में इस्तेमाल करेंगे, और वे इसे यूरोप में इस्तेमाल करेंगे। और मुझे लगता है कि हम अगले होंगे, और… pic.twitter.com/sWDpnPPbIK
— ANI_HindiNews (@AHindinews) May 2, 2026
ટ્રમ્પે કહ્યું કે, ઈરાન અમારી સમજૂતીનું પાલન કરી રહ્યું નથી. અમે તેને પૂર્ણ કરીશું અને ત્રણ વર્ષ પછી આ જ સમસ્યાનો સામનો કરવા માટે સમય પહેલા પાછળ નહીં હટીએ. તેલની વધતી કિંમતો પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “બીજી કિંમતો તો ઘણી નીચે છે પરંતુ પેટ્રોલના ભાવ ઊંચા છે. એવામાં જ્યારે આ બધું પૂરું થશે, ત્યારે તમારી પાસે ઈરાન સાથે પરમાણુ હથિયારોથી મુક્ત દુનિયા હશે. જો તમે ઈરાનને પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપો છો, તો વિશ્વ મોટા જોખમમાં મુકાઈ જશે. આથી આવું થવાનું નથી.”
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાન સાથેની સમજૂતીની શક્યતાઓ પર શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, વાતચીતમાં વિલંબને કારણે તેહરાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવોથી તેઓ “ખુશ” નથી. વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે કોંગ્રેસને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં અમેરિકન સશસ્ત્ર દળોની હાજરી હોવા છતાં, તે ઈરાન યુદ્ધને ‘સમાપ્ત’ માને છે. ટ્રમ્પે કહ્યું કે, તેમને આ વાતની “પાકી ખાતરી નથી” કે અમેરિકા ઈરાન સાથે કોઈ સમજૂતી કરી શકશે કે કેમ?
Published On - 4:38 pm, Sat, 2 May 26