AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Donald Trumpના પુત્રનું ટ્વીટ, ‘મારા પિતા મૃત્યુ પામ્યા છે’, શું એકાઉન્ટ હેક થયું છે? જાણો શું છે હકીકત

આ તમામ પોસ્ટને જોતા, આ એકાઉન્ટ હેક થયું હોવાની પ્રબળ સંભાવના છે. આ એકાઉન્ટ પરથી હેકર અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપશબ્દો કહી રહ્યા છે. આટલું જ નહીં એક્સના માલિક એલોન મસ્ક માટે પણ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. હેકરે લોગન પોલ માટે વાંધાજનક પોસ્ટ પણ કરી છે. આ બધા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

Breaking News: Donald Trumpના પુત્રનું ટ્વીટ, 'મારા પિતા મૃત્યુ પામ્યા છે', શું એકાઉન્ટ હેક થયું છે? જાણો શું છે હકીકત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:32 PM
Share

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું X (Twiter)એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. તેના એકાઉન્ટમાંથી સતત વાંધાજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. જો કે આ એકાઉન્ટ હેક થવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. તેના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થયું છે, જે ફેક છે.

આ પણ વાંચો: Pakistan News: પાકિસ્તાનમાં શિક્ષિકાને એક વર્ષમાં 3 વખત મળી મેટરનિટી લીવ, શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ

આ એકાઉન્ટ પર અનેક પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે. જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વિરુદ્ધ અપશબ્દો લખવામાં આવી રહ્યા છે. એલોન મસ્ક વિશે પણ એક પોસ્ટ કરવામાં આવી છે. હેકરે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યું છે, ‘મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પ નથી રહ્યા. હું 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ રહ્યો છું.

એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે ઉત્તર કોરિયાને કલંકિત કરવામાં આવશે. આ તમામ પોસ્ટને જોતા, આ એકાઉન્ટ હેક થયું હોવાની પ્રબળ સંભાવના છે. આ એકાઉન્ટ પરથી હેકર અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડનને અપશબ્દો કહી રહ્યા છે. આટલું જ નહીં એક્સના માલિક એલોન મસ્ક માટે પણ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. હેકરે લોગન પોલ માટે વાંધાજનક પોસ્ટ પણ કરી છે. આ બધા પાછળ કોનો હાથ છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

શું ટ્વિટર હવે X છે?

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને એલોન મસ્ક દ્વારા ગયા વર્ષે 44 બિલિયન ડોલરના સોદામાં ખરીદ્યું હતું. આ ડીલ પછી મસ્કે આ પ્લેટફોર્મ પર ઘણા ફેરફાર કર્યા છે. તેઓએ હવે બ્લુ ટિક વેરિફિકેશનને પેઇડ સર્વિસમાં કન્વર્ટ કરી દીધું છે. આ સાથે મસ્કે આ પ્લેટફોર્મનું નામ ટ્વિટરથી બદલીને X કરી દીધું છે. જો કે, તમે હજી પણ આ પ્લેટફોર્મનું જૂનું Twitter URL જોશો. આમાં પણ ધીમે ધીમે ફેરફાર કરવામાં આવી રહ્યો છે. મસ્ક આ પ્લેટફોર્મને સુપર એપમાં ફેરવવા માંગે છે. આ માટે, તેઓએ આ પ્લેટફોર્મ પર અન્ય ઘણી સુવિધાઓ પણ ઉમેરી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">