Imran Khan Family Tree : ઈમરાન ખાનના પરિવારમાં છે ત્રણ પત્ની, 4 બહેન, જાણો પરિવાર વિશે

Who are in Imran Khan Family: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ત્રણ લગ્ન કર્યા હતા. જોકે તેનું નામ ઘણી મહિલાઓ સાથે પણ જોડાયેલું હતું. તેમની સિક્રેટ દીકરીને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

Imran Khan Family Tree  : ઈમરાન ખાનના પરિવારમાં છે ત્રણ પત્ની, 4 બહેન, જાણો પરિવાર વિશે
Follow Us:
| Updated on: Dec 12, 2024 | 5:21 PM

Imran Khan Family: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન માટે દરેક દિવસ ભારે પડી રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈમરાન ખાનની રાજકીય ઈનિંગનો અહીં અંત આવી શકે છે. જો આમ થશે તો એવા સવાલો પણ ઉઠી રહ્યા છે કે ઈમરાનનો રાજકીય વારસો કોણ સંભાળશે? ઘણીવાર ઈમરાનની ત્રણ પત્નીઓની વાત થાય છે, પરંતુ તેના પરિવારમાં ચાર બહેનો પણ છે.

આ બહેનો હંમેશા પોતાના ભાઈઓની સાથે મજબુતાઈથી ઊભી રહે છે. બે પુત્રો ઉપરાંત એક પુત્રી પણ છે, જે વર્ષોથી દુનિયાથી છુપાયેલી હતી. ઈમરાન મૂળ અફઘાનિસ્તાનના પઠાણ વંશનો છે. ચાલો તેના પરિવાર પર એક નજર કરીએ.

Do you know about Imran Khan's family

Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?

પિતા સિવિલ એન્જિનિયર, માતાનું જલંધર કનેક્શન

ઈમરાન ખાનના પિતા સિવિલ એન્જિનિયર હતા અને લંડનની ઈમ્પિરિયલ કોલેજ ઓફ લંડનમાંથી અભ્યાસ કરી પરત ફર્યા હતા. તેમણે પાકિસ્તાન ચળવળમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો. જ્યારે ઈમરાનની માતા શૌકત ખાનુમનો જન્મ આઝાદી પહેલા પંજાબના જલંધરમાં થયો હતો. ઈમરાનનો જન્મ 5 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. ચારેય બહેનો સાથે મોટા થયેલા ઈમરાન ખાન બાળપણમાં ખૂબ જ શરમાળ સ્વભાવનો હતો. ઈમરાન તેની માતાની ખૂબ નજીક હતો. 1985માં કેન્સરથી તેમની માતાનું અવસાન થયું અને બાદમાં તેમણે તેમની યાદમાં કેન્સર હોસ્પિટલ બનાવી.

ચાર બહેનો સાથે ઊભી

ઈમરાન ખાનને ચાર બહેનો છે, જેઓ આજે પણ પોતાના ભાઈની સાથે મક્કમતાથી ઊભી છે. મોટી બહેન રૂબીના ખાનુમે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ પદ પર રહી ચૂકી છે. જ્યારે અલીમા ખાનુમ એક સફળ બિઝનેસમેન અને સામાજિક કાર્યકર છે. તેમનો ટેક્સટાઈલ બિઝનેસ કરાચી અને ન્યૂયોર્કમાં ફેલાયેલો છે.

અલીમા તેની માતાની યાદમાં ઈમરાન દ્વારા સ્થાપિત શૌકત ખાનમ મેમોરિયલ ટ્રસ્ટની માર્કેટિંગ મેનેજર પણ છે. આ સાથે તે ઈમરાનની કેન્સર હોસ્પિટલનું કામ પણ જુએ છે. ત્રીજી બહેન, ઉઝમા ખાનુમ, એક સર્જન છે, જ્યારે રાની, સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે.

જેમિમાના લગ્ન 9 વર્ષ અને રેહમના 9 મહિના સુધી ચાલ્યા

ઈમરાન ખાને પ્રથમ લગ્ન 1995માં લંડનના પ્રખ્યાત બિઝનેસમેન સર જેમ્સ ગોલ્ડસ્મિથની પુત્રી જેમિમા ગોલ્ડસ્મિથ સાથે કર્યા હતા. આ લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ જેમિમા લંડનને છોડીને પાકિસ્તાનમાં રહી શકી નહીં. બંનેએ 2004માં છૂટાછેડા લીધા હતા.

જાન્યુઆરી 2015માં ઈમરાન ખાને બીજા લગ્ન કર્યા. આ વખતે બ્રિટિશ પાકિસ્તાની પત્રકાર અને ટીવી એન્કર રેહમ ખાન સાથે કર્યા હતા. પરંતુ આ લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં. બંનેએ ઓક્ટોબર 2015માં છૂટાછેડા લીધા હતા. કહેવાય છે કે બુશરા બીબીના કહેવા પર ઈમરાન ખાને ઈમેલ દ્વારા તેને તલાક આપી દીધા હતા.

18 ફેબ્રુઆરી 2018ના રોજ, ઈમરાન ખાને બુશરા બીબી સાથે લાહોરમાં તેના ઘરે ત્રીજી વખત લગ્ન કર્યા. એવું કહેવાય છે કે ઈમરાન ખાને વડાપ્રધાન બનવા માટે આ લગ્ન કર્યા હતા.

2 પુત્રો અને એક સિક્રેટ પુત્રી

પ્રથમ પત્ની જેમિમા અને ઈમરાનને બે પુત્રો છે. પહેલો પુત્ર સુલેમાન ઈસા, નવેમ્બર 1996માં જન્મ્યો. સુલેમાને 2016ની લંડન મેયરની ચૂંટણીમાં તેના મામા માટે પ્રચાર કર્યો હતો. ઈમરાનના બીજા પુત્રનું નામ કાસિમ ખાન છે. કાસિમનો જન્મ 10 એપ્રિલ 1999ના રોજ ઈંગ્લેન્ડમાં થયો હતો. છૂટાછેડા પછી બંને પુત્રો જેમિમા સાથે રહે છે.

હવે વાત છે દીકરીની, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. સીતા વ્હાઈટ લગ્ન પહેલા ઈમરાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. બંનેને એક પુત્રી ટાયરિયન જેડ પણ છે. આ દીકરીનો જન્મ જૂન 1992માં થયો હતો. જોકે, ઈમરાન ખાને તેને પોતાની પુત્રી તરીકે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. સીતાએ એવો પણ દાવો કર્યો હતો કે ઈમરાન ઈચ્છે છે કે તે એક પુત્રી હોવાને કારણે તેનો ગર્ભપાત કરાવે. જ્યારે ઈમરાને ના પાડી તો સીતાએ કોર્ટમાં અરજી કરી. 1997માં ઇમરાને આખરે સ્વીકારવું પડ્યું કે તે આ દીકરીનો પિતા છે.

2004માં સીતાનું નિધન થયું હતું. આ પછી ઈમરાન ખાને દીકરીને દત્તક લીધી હતી. વર્ષ 2015 માં, ટાઈરિયાને તેનો જન્મદિવસ તેના સાવકા ભાઈઓ સાથે ઉજવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">