VIDEO : ભારતની સાથે અનેક દેશોમાં દિવાળીના પર્વની ઉજવણી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઉજવ્યો તહેવાર

જો બાઈડને  ટ્વીટર પર લખ્યું કે, દિવાળી એ એક રિમાઈન્ડર છે કે આપણા દરેક પાસે અંધકાર દૂર કરવાની અને દુનિયામાં અજવાળું પાથરવાની શક્તિ છે. આજે વ્હાઈટહાઉસમાં આ ખુશીના અવસર પર જશ્ન મનાવતા ખુશી થઈ રહી છે.

VIDEO : ભારતની સાથે અનેક દેશોમાં દિવાળીના પર્વની ઉજવણી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ઉજવ્યો તહેવાર
US President Joe Biden Celebrated Diwali
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 11:00 AM

Diwali 2022 : ભારતની સાથે- સાથે વિદેશમાં પણ અનેક જગ્યાએ દિવાળીની ભવ્ય ઉજવણી થઈ. અમેરિકામાં (America) લોકોએ પ્રકાશના પાવન પર્વની ઉજવણી કરી.  ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને (President Joe Biden) પણ દિવાળીનો તહેવાર ઉજવ્યો. તેમણે વ્હાઈટ હાઉસમાં (White House) ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સહિત અન્ય સભ્યો સાથે દીવા પ્રગટાવીને દિવાળી મનાવી.

બાઈડને  ટ્વીટર પર દિવાળીની આપી શુભકામના

તો આ સાથે બાઈડને  ટ્વીટર પર ઉજવણીનો ફોટો શેર કરતા લખ્યું છે કે દિવાળી (Diwali) એ એક રિમાઈન્ડર છે કે આપણા દરેક પાસે અંધકાર દૂર કરવાની અને દુનિયામાં અજવાળું પાથરવાની શક્તિ છે. આજે વ્હાઈટહાઉસમાં આ ખુશીના અવસર પર જશ્ન મનાવતા ખુશી થઈ રહી છે.

ઋષિ સુનકનો પરિવાર મૂળ પંજાબનો રહેવાસી

તો બીજી તરફ દિવાળીના અવસર પર ભારતને વધુ એક સારા સમાચાર મળ્યા છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો હતો.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">