Denmark: ડેનમાર્કના કોપનહેગનમાં શોપિંગ મોલમાં થયું ફાયરિંગ, કેટલાક લોકોના મોત, એક શંકાસ્પદની થઈ ધરપકડ

|

Jul 04, 2022 | 6:27 AM

Denmark: ડેનમાર્કમાં રવિવારે ગોળીબારની ઘટના સામે આવી હતી. કોપનહેગનના મોલમાં થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પોલીસે દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

Denmark: ડેનમાર્કના કોપનહેગનમાં શોપિંગ મોલમાં થયું ફાયરિંગ, કેટલાક લોકોના મોત, એક શંકાસ્પદની થઈ ધરપકડ
Several killed in shooting at mall in Copenhagen
Image Credit source: Image Credit Source: ANI

Follow us on

ડેનમાર્કમાં (Denmark) રવિવારે ગોળીબારની ઘટના સામે આવી હતી. કોપનહેગન (Copenhagen Mall Shooting)ના મોલમાં થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. પોલીસે દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કોપનહેગન પોલીસ ઓપરેશન યુનિટના વડા, સોરેન થોમસને જણાવ્યું હતું કે, ગોળીબાર કરનાર શંકાસ્પદની શહેરના દક્ષિણમાં ફિલ્ડ્સ શોપિંગ મોલ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ડેનમાર્કનો નાગરિક છે અને તેની ઉંમર 22 વર્ષ છે.

થોમસને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ”આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.” થોમસને કહ્યું હતું કે, આ ઘટના પાછળ આતંકવાદી કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે કહ્યું, ‘હાલ એ જાણી શકાયું નથી કે આ ઘટનામાં કેટલાક વધુ લોકો સામેલ છે કે કેમ. અમે તપાસ કરી રહ્યા છીએ.’ થોમસને આ ઘટનામાં જાનહાનિ વિશે કોઈ માહિતી આપી નથી. આ મોલ કોપનહેગનની બહાર, સબવે લાઇનની નજીક સ્થિત છે જે શહેરના કેન્દ્રને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડે છે.

મોલની નજીક એક હાઇવે પણ છે. ઘટનાસ્થળેથી જે તસવીરો સામે આવી છે તેમાં લોકો મોલમાંથી ભાગતા જોવા મળી રહ્યા છે. ડેનમાર્કના TV2 બ્રોડકાસ્ટરે એક માણસને સ્ટ્રેચર પર લઈ જવાનો ફોટો પોસ્ટ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, લોકો અવાજ કરીને બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેટલાક લોકો દુકાનોની અંદર પણ છુપાઈ ગયા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સાક્ષી લૌરિટસ હર્મન્સને ડેનિશ બ્રોડકાસ્ટર ડીઆરને જણાવ્યું હતું કે, ઘટના સમયે તે તેના પરિવાર સાથે એક દુકાનમાં હતો જ્યારે ત્રણ કે ચાર વખત જોરથી ગોળીઓનો અવાજ સંભળાયા હતા. પોલીસે જણાવ્યું કે, તેમને સ્થાનિક સમય અનુસાર સાંજે 5:36 વાગ્યે આ ઘટનાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર છે. ફાયર વિભાગના કેટલાક વાહનો પણ મોલની બહાર રોકાયેલા હતા.

(ભાષાના ઇનપુટ સાથે)

Next Article