China Delta Variant: ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર, દલિયાન શહેરમાં કેદ કરાયા 1,500 વિદ્યાર્થી

|

Nov 15, 2021 | 7:37 PM

China Imposed Lockdown in Dalian City: શહેરની યુનિવર્સિટીમાં ભણતા લગભગ 1,500 વિદ્યાર્થીને તેમની હોસ્ટેલમાં કેદ કરવામાં આવ્યા છે. આ આદેશ શહેરની ઝુઆંગો યૂનિવર્સિટીમાં અનેક ડઝન કેસ સામે આવ્યા બાદ રવિવારે આપવામાં આવ્યો છે.

China Delta Variant: ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરીએન્ટે મચાવ્યો હાહાકાર, દલિયાન શહેરમાં કેદ કરાયા 1,500 વિદ્યાર્થી
China Coronavirus Delta Variant

Follow us on

ચીન (China)માં અત્યાર સુધીનું સૌથી મોટું કોરોના (Corona) સંકટ જોવા મળ્યું છે. પહેલા ચીને મહામારીની શરૂઆતમાં સંક્રમણને જલ્દી જ નિયંત્રિત કરી લીધું હતું, પરંતુ આ વખતે એવું કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. અહીંના ઉત્તર પૂર્વ શહેર દલિયાન (Dalian City)માં ડેલ્ટા વેરિએન્ટ (Delta Variant)ના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે.

 

જે બાદ શહેરની યુનિવર્સિટીમાં ભણતા લગભગ 1,500 વિદ્યાર્થીઓ (Students)ને તેમના હોસ્ટેલમાં કેદ કરવામાં આવ્યા છે. આ આદેશ શહેરની ઝુઆંગો યૂનિવર્સિટીમાં અનેક ડઝન કેસ સામે આવ્યા બાદ રવિવારે આપવામાં આવ્યો છે. હજારો વિદ્યાર્થીઓને દેખરેખ માટે હોટલોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ ડિજિટલ રીતે પોતાના વર્ગો ભરી રહ્યા છે. તેમના રૂમ સુધી ખાવાનું પણ પહોંચાડવામાં આવી રહ્યું છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

 

અનેક વિસ્તારોમાં આ શહેરથી આવનાર લોકોને પ્રવેશ મળી રહ્યો નથી. ગત એક અઠવાડીયાથી દેશના કોઈ પણ ભાગની સરખામણીએ સૌથી વધુ કેસ દલિયાનમાંથી સામે આવ્યા છે. એક અહેવાલ મુજબ 17 ઓક્ટોબર અને 14 નવેમ્બર વચ્ચે અહીં કુલ 1,308 કેસની પુષ્ટિ થઈ છે. આ સંખ્યા ઉનાળામાં મળેલા 1,280 સ્થાનિક કેસને પણ પાર કરી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે સોમવારે ગત 24 કલાકમાં સ્થાનીય સંક્રમણના 32 નવા કેસ મળવાની જાણકારી આપી છે. જેમાં 25થી વધુ કેસ દલિયાનથી સામે આવ્યા છે.

 

21 પ્રાંતમાં ફેલાયો છે ડેલ્ટા વેરિએન્ટ

આ દર્શાવે છે કે ચીન અત્યાર સુધીના સૌથી મોટા ડેલ્ટા વેરિઅન્ટના વિનાશનો સામનો કરી રહ્યું છે. આ પ્રકારે દેશના 21 પ્રાંતમાં ફેલાયો છે. ચીનની સરકાર કોવિડ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે. અહેવાલો સૂચવે છે કે ઘણા પ્રાંતોમાં ચેપને નિયંત્રિત કરવામાં આવ્યો છે.

 

ચીનની સરકાર સંરક્ષણ તરીકે ઘણા ઉપાયો અપનાવી રહી છે. જેમાં લોકડાઉન, કોન્ટેક્ટ ટ્રેસિંગ, જોખમી વિસ્તારોમાં ટેસ્ટિંગના અનેક રાઉન્ડ, મનોરંજન સંબંધિત સ્થળોને બંધ કરવા, જાહેર વાહનો પર પ્રતિબંધ અને પ્રવાસન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

 

અડધાથી વધુ વસ્તીને રસી આપવામાં આવી

સ્થિતિ એવા સમયે બગડી રહી છે જ્યારે દેશની અડધાથી વધુ વસ્તીનું કોવિડ રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. સરકાર બૂસ્ટર ડોઝ લાગુ કરવાનું પણ વિચારી રહી છે. એવા પણ અહેવાલ છે કે સરકાર કોરોના સંક્રમિત લોકોના પાલતુ પ્રાણીઓને મારી નાખવામાં આવી રહ્યા છે. ઘણા લોકો આ અંગે ઓનલાઈન ફરિયાદ કરી રહ્યા (China Battles Delta Variant)છે.

 

 

ચીનમાં પ્રાણીઓના સંરક્ષણ સાથે સંકળાયેલા એક NGOએ કહ્યું છે કે ‘પાલતુ પ્રાણીઓ લોકોના આધ્યાત્મિક ભાગીદાર છે અને મહામારી સામે લડવાના બહાને તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જો તમે તમારી જાતને બચાવવા માટે નિર્દોષ પ્રાણી સાથે અન્યાય કરો છો તો તમે માનવતાની વાત કેવી રીતે કરી શકો?’

 

આ પણ વાંચો:  અભ્યાસ માટે મોટી સંખ્યામાં US પહોંચી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, યુએસ એમ્બેસીએ જાહેર કર્યા 62 હજારથી વધુ વીઝા

 

આ પણ વાંચો: મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રમાં કિસાન ક્રેડિટ કાર્ડ માટે ચાલશે રાષ્ટ્રવ્યાપી અભિયાન, આ લોકોને પણ મળશે લાભ

Next Article