AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અભ્યાસ માટે મોટી સંખ્યામાં US પહોંચી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, યુએસ એમ્બેસીએ જાહેર કર્યા 62 હજારથી વધુ વીઝા

નોંધપાત્ર રીતે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જાય છે. મોટાભાગના ભારતીયોની પસંદગી અમેરિકા રહે છે.

અભ્યાસ માટે મોટી સંખ્યામાં  US પહોંચી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, યુએસ એમ્બેસીએ જાહેર કર્યા 62 હજારથી વધુ વીઝા
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 5:14 PM
Share

યુએસ એમ્બેસી (US Embassy)એ 2021 ઓપન ડોર્સ રિપોર્ટ (Open Doors Report)ને ટાંકીને કહ્યું કે, અમેરિકા (America)માં 200 થી વધુ મૂળ સ્થાનોના 9,14,000 થી વધુ વિદ્યાર્થીઓ સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ટોચનું સ્થળ બન્યું છે.

દૂતાવાસે જણાવ્યું છે કે, આ સંખ્યા માટે 20 ટકા ભારતીય વિદ્યાર્થીઓ (Indian Students)નો હિસ્સો છે. 2020-2021 શૈક્ષણિક વર્ષમાં યુએસમાં 1,67,582 ભારતીય વિદ્યાર્થીઓ છે. એવું માનવામાં આવતું હતું કે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જો કે એવું જોવા મળ્યું નથી.

દૂતાવાસના કોન્સ્યુલર અફેર્સ મિનિસ્ટર ડોન હેફલિ (Don Heflin)ને કહ્યું કે કોરોના મહામારી છતાં અમે આ ઉનાળામાં જ 62,000 થી વધુ સ્ટુડન્ટ વિઝા જારી કર્યા છે. આ અગાઉના કોઈપણ વર્ષમાં જારી કરાયેલા વિઝા કરતાં વધુ છે. તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે વિદેશમાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા પસંદગીનું સ્થળ છે.

નોંધપાત્ર રીતે, દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા, બ્રિટન, જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જાય છે. મોટાભાગના ભારતીયોની પસંદગી અમેરિકા રહે છે.

કોવિડ પહેલાની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી

વિશ્વના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ આ વર્ષે વધુ સંખ્યામાં યુએસ કોલેજોમાં પરત ફરી રહ્યા છે, પરંતુ ગયા વર્ષના ઐતિહાસિક ઘટાડાની સરખામણીમાં પૂરતી સંખ્યામાં નથી. એક નવા સર્વે અનુસાર, આ એટલા માટે છે કારણ કે કોવિડ-19ને કારણે શૈક્ષણિક કાર્ય હજુ પણ ખોરવાયેલ છે.

સોમવારે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન (IIE) દ્વારા બહાર પાડવામાં આવેલા સર્વેક્ષણના તારણો અનુસાર સમગ્ર દેશમાં, યુએસ કોલેજો અને યુનિવર્સિટીઓએ આ પાનખરમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ચાર ટકાનો વાર્ષિક વધારો નોંધાવ્યો છે. ગયા વર્ષે આ સંખ્યામાં 15 ટકાનો ઘટાડો થયો હતો. 1948 માં સંસ્થા દ્વારા આંકડાઓ પ્રકાશિત થયાની શરૂઆત પછી આ સૌથી મોટો ઘટાડો હતો.

વિદ્યાર્થીઓની આ વાપસી ડેલ્ટા વેરિઅન્ટના કેસ વધવાને કારણે કોલેજોના પૂર્વાનુમાનથી સારૂ છે. પરંતુ તે વિઝા બેકલોગની દ્રઢતા અને રોગચાળા દરમિયાન વિદેશ જવા માટે કેટલાક વિદ્યાર્થીઓની ખચકાટ જેવી સ્થિત જોવા મળે છે. યુનિવર્સિટી અને યુએસ અધિકારીઓ અપેક્ષા રાખે છે કે આ વર્ષે જોવા મળેલી તેજી લાંબા ગાળાની વાપસીની શરૂઆત છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય મુસાફરી વધે છે તેમ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોલેજોમાં પ્રી-પેન્ડેમિક સ્તરોની તુલનામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળશે.

આ પણ વાંચો: IFFCO એ સર્જ્યો રેકોર્ડ, નેનો યૂરિયાની એક કરોડ બોટલનું ઉત્પાદન પૂર્ણ, જાણો ખેડૂતોને કઈ રીતે થશે ફાયદો ?

આ પણ વાંચો: દાડમના સારા ભાવની ખેડૂતોને આશા, ઓછા ભાવમાં વેચાણને બદલે ખેડૂતોએ સંગ્રહને આપી પ્રાથમિકતા

g clip-path="url(#clip0_868_265)">