હાથના કર્યા હૈયે વાગ્યા, ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી

ચીનના 18 પ્રાંતોમાં કોરોના વાયરસના અત્યંત ચેપી ડેલ્ટા વેરિઅન્ટનો (delta-variant) ફેલાવો વધ્યો છે. રવિવારે રાજધાની બેઇજિંગમાં નોંધાયેલા નવા કેસોએ સરકારની ચિંતા વધારી છે.

હાથના કર્યા હૈયે વાગ્યા, ડેલ્ટા વાયરસથી ગભરાયુ ચીન, અનેક શહેરમાં લાદી કડક પાબંદી
Delta variant

જે ચીનમાંથી કોરોના વાયરસ ફેલાવવાની વાતો કહેવામાં આવે છે, તે જ ચીનમાં ડેલ્ટા વેરિએન્ટ તબાહી મચાવી રહ્યું છે. ચીનના 18 પ્રાંતના 27 શહેરોમાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે.

ચીનના સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, રાજધાની બેઇજિંગ, જિયાંગસુ અને સિચુઆન સહિત દેશના 18 પ્રાંતોમાં ઓછામાં ઓછા 27 શહેરોમાં 300 થી વધુ નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં, ચીનમાં રિસ્ક કેટેગરીના વિસ્તારોમાં પણ વધારો થયો છે. હાલમાં, 91 વિસ્તારો છે જે મીડીયમ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે 4 વિસ્તારો હાઈ રિસ્ક કેટેગરીમાં છે.

બેઇજિંગે સોમવારે સવારે તેના ઉત્તર-પશ્ચિમ જિલ્લા હૈદિયાનમાં છ રહેણાંક એરિયામાં લોકડાઉન છે, જે વિસ્તારમાં એક પોઝિટિવ COVID-19 કેસ મળ્યો હતો.. તાજેતરના દિવસોમાં દેશની રાજધાનીમાં ફેલાયેલા દેશવ્યાપી કોરોનાવાયરસ સ્પાઇકને કાબૂમાં લેવાના તાજેતરના પ્રયાસ તરીકે આ પગલું લેવામાં આવ્યું છે.

રાજધાની બેઇજિંગમાં રવિવારે કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા છે, જેમાં એક એસિમ્પટમેટિક છે. ત્રણેય એક જ પરિવારના છે જે તાજેતરમાં ઝાંગજીયાજીથી પરત ફર્યા હતા. ઝાંગજીયાજી એક પર્યટન સ્થળ છે. ગુરુવારે બેઇજિંગ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) દ્વારા તેમનું ટેસ્ટિગ કરવામાં આવ્યું હતું અને તપાસમાં જાણવા મળ્યું હતું કે તે બધા ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે.

બેઇજિંગમાં રોગ નિયંત્રણ અધિકારીઓએ નોટિસ જાહેર કરી છે. આ સાથે જ રહેવાસીઓને વિનંતી કરી કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શહેર અને પ્રાંત ન છોડો. આ સાથે જ તેણે કોવિડ -19ના માટે મીડીયમ રિસ્ક અને હાઈ રિસ્ક એરિયામાં પ્રવાસીઓને શહેરમાં પ્રવેશવા માટે પ્રતિબંધિત કર્યા છે.

નવા કેસો મળ્યા છે તેવા વિસ્તારોમાંથી ઇનબાઉન્ડ ફ્લાઇટ્સ, ટ્રેનો અને લાંબા અંતરની બસો સ્થગિત કરવામાં આવી છે, જેમાં નાનજિંગ, ઝેંગઝોઉ અને ઝાંગજીયાજી જેવા શહેરોનો સમાવેશ થાય છે. રાજધાની શહેરમાં આવતા અન્ય માર્ગો પર પણ કડક વ્યવસ્થા કરવામાં આવશે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, ઝાંગજીયાજીના મેઇલી ઝિઆંગસી ગ્રાન્ડ થિયેટરમાં એક શોને ચીનમાં ચેપ વધવા માટે પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જ્યાં તાજેતરના એક શોમાં 2,000 થી વધુ લોકોએ હાજરી આપી હતી. ઝોંગનું કહેવું છે કે શોમાં સામેલ દરેકની નજીકના લોકોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Cyber Attack: મહામારી દરમિયાન સાયબર એટેકના કેસ વધ્યા, ભારતની એક કંપની પર અઠવાડિયામાં 1,738 વાર એટેક

આ પણ વાંચો : એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સની પહેલી નોકરીની અરજીની આટલા કરોડમાં કરવામાં આવી હરાજી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati