Cyclone Alert: દેશના આ ભાગોમાં ચક્રવાતી તોફાન “તૌક્ટે” મચાવશે તબાહી, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી

|

May 14, 2021 | 4:58 PM

Cyclone Alert:  ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી હલચલ વધી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ભારે દબાણ સર્જાયું છે, જેના કારણે ચક્રવાતી વાવાઝોડાંનો જન્મ થઈ રહ્યો છે. હવામાન વિભાગને આશંકા છે કે રવિવાર સુધીમાં વર્ષનું પહેલું ચક્રવાત તોફાન પશ્ચિમ દરિયા કાંઠા પર ત્રાટકશે […]

Cyclone Alert: દેશના આ ભાગોમાં ચક્રવાતી તોફાન તૌક્ટે મચાવશે તબાહી, હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી
ફાઇલ

Follow us on

Cyclone Alert:  ભારતીય હવામાન વિભાગે વર્ષના પ્રથમ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મોસમી હલચલ વધી છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર ભારે દબાણ સર્જાયું છે, જેના કારણે ચક્રવાતી વાવાઝોડાંનો જન્મ થઈ રહ્યો છે. હવામાન વિભાગને આશંકા છે કે રવિવાર સુધીમાં વર્ષનું પહેલું ચક્રવાત તોફાન પશ્ચિમ દરિયા કાંઠા પર ત્રાટકશે અને તેની અસર ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં થશે. આ તોફાનનું નામ તૌક્ટે છે, તેનું નામ પડોશી દેશ મ્યાનમાર દ્વારા રાખવામાં આવ્યું છે, જેનો અર્થ છે – મોટો અવાજ કરનાર ગરોળી.

ચક્રવાત તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનની સંભાવના છે. તે લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે 14 થી 16 મે દરમિયાન કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અહેવાલ મુજબ, આ વાવાઝોડા 20 મેના રોજ કચ્છ પ્રદેશમાંથી પસાર થઈને દક્ષિણ પાકિસ્તાન જશે તેવી સંભાવના છે. જો આવું થાય, તો તે 17 કે 18 મે સુધીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું પહોંચવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની શક્યતા

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન, લક્ષદ્વીપ, માલદીવ્સમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વિભાગ દ્વારા એક ચેતવણી જાહેર કરવામાં આવી છે કે કેરળ, ગોવા, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને વાવાઝોડાંનો સામનો કરવો પડી શકે છે.

બુધવારે સાંજથી વરસાદ અને ઠંડા પવનથી લોકોને ગરમીથી રાહત મળી છે. ગુરુવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અને કેટલાક ભાગોમાં કરા પડ્યા હતા. હવામાન વિભાગે શુક્રવારે પણ ઘણી જગ્યાએ વરસાદની આગાહી કરી છે. કાશ્મીરમાં વરસાદ, જ્યારે જમ્મુ વિભાગના ઘણા વિસ્તારોમાં વરસાદ અનેક સ્થળોએ વાદળછાયું રહેવાની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશમાં એક કે બે સ્થળોએ બરફવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. શુક્રવારે ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેશે, વિભાગ ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢમાં ભારે વરસાદની ચેતવણી જારી કરશે, જ્યારે ઉંચી ટેકરીઓ પર બરફવર્ષાની સંભાવના છે.

Published On - 1:04 pm, Fri, 14 May 21

Next Article