બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે ખૌફ, વિશ્વના 15 દેશોએ બ્રિટનથી ઉડાન ભરતી ફલાઇટસ પર પ્રતિબંધ મુક્યો

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે ખૌફ, વિશ્વના 15 દેશોએ બ્રિટનથી ઉડાન ભરતી ફલાઇટસ પર પ્રતિબંધ મુક્યો

બ્રિટનમાં ફેલાયેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો ખોફ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. જેના કારણે વિશ્વના 15 દેશોએ બ્રિટનથી ફ્લાઇટ્સની ઉડાનો પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોએ ફ્લાઇ્સ પર પ્રતિબંધ મુક્યો છે, તેમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ચિલી, બુલ્ગેરિયા અને સાઉદી અરબનો પણ સમાવેશ થાય છે. સાઉદી અરબે એલાન કર્યુ છે […]

Utpal Patel

|

Dec 21, 2020 | 5:45 PM

બ્રિટનમાં ફેલાયેલા કોરોના વાઇરસના નવા સ્ટ્રેનનો ખોફ સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. જેના કારણે વિશ્વના 15 દેશોએ બ્રિટનથી ફ્લાઇટ્સની ઉડાનો પર પ્રતિબંધ મુકી દીધો છે. જે દેશોએ ફ્લાઇ્સ પર પ્રતિબંધ મુક્યો છે, તેમાં કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, આયર્લેન્ડ, ચિલી, બુલ્ગેરિયા અને સાઉદી અરબનો પણ સમાવેશ થાય છે. સાઉદી અરબે એલાન કર્યુ છે કે કોરોનાના નવા પ્રકારના સામે આવ્યા બાદ અને ઝડપથી વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને તેમણે તમામ આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવાઓ સ્થગિત કરી દીધી છે. સાઉદી અરેબિયાએ એવા પણ સંકેત આપ્યા છે કે કોરોનાના વધતા પ્રકોપને જોતા ફ્લાઇટ્સના પ્રતિબંધને વધારવામાં પણ આવી શકે છે. સાઉદી અરબે દરિયાઇ બંદરો પણ બંધ કરી દીધા છે. સાઉદી અરબ સરકારે છેલ્લા ત્રણ મહિનામાં યૂરોપીય દેશોથી પાછા ફરેલા લોકોને તાત્કાલિક કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યુ છે કે આ પ્રતિબંધની માલવાહક ઉડાનો ઇમરજન્સી સર્વિસ પર કોઇ અસર નહીં પડે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati