AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine : અમેરિકી વાયુસેનાના સ્ટાફે વેક્સિન લેવાનો ઇન્કાર કરતા કરવામાં આવી કાર્યવાહી, 27 સ્ટાફને કરાયા છુટા

કોરોના વાયરસના સંક્રમણને કારણે મહામારી શરૂ થયા બાદ અમેરિકામાં સ્થિતિ સૌથી ખરાબ છે. જો કે અહીં કોરોનાની રસી ખૂબ જ ઝડપથી લગાડવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં પણ અહીંના લોકો રસી લેતા ખચકાય છે.

Corona Vaccine : અમેરિકી વાયુસેનાના સ્ટાફે વેક્સિન લેવાનો ઇન્કાર કરતા કરવામાં આવી કાર્યવાહી, 27 સ્ટાફને કરાયા છુટા
Corona Vaccination
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 7:48 AM
Share

વિશ્વમાં કોરોનાના કારણે સૌથી વધુ સ્થિતિ ખરાબ થઇ હોય તો તે છે અમેરિકા. અમેરિકામાં વેક્સિનેશનની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પરંતુ વેક્સિન ના લેનારા લોકોને નોકરીથી હાથ ધોવા પડે છે. યુએસ એરફોર્સે (U.S. Air Force) સોમવારે તેના 27 કર્મચારીઓને કાઢી મૂક્યા કારણ કે તે બધાએ કોરોના રસીના ડોઝ લેવાનો ઇનકાર કર્યો હતો. પેન્ટાગોને ઓગસ્ટમાં જ દરેક માટે રસી ફરજિયાત બનાવી હતી. આ પછી મોટાભાગના સૈનિકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ લીધો હતો.

વાયુસેનાના પ્રવક્તા એન સ્ટેફનેકે કહ્યું કે આ સૈનિકોને રસી લેવાની ના પાડવાનું કારણ સમજાવવાની તક પણ આપવામાં આવી હતી. વાયુસેનાના લગભગ 97 ટકા જવાનોને કોરોનાની રસી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે યુએસ એર અને આર્મીમાં લગભગ 326,000 સક્રિય સૈનિકો છે.

નોંધનીય છે કે, સોમવાર સવાર સુધીમાં, અમેરિકામાં કોરોના રસીના 485,359,746 ડોઝ આપવામાં આવ્યા છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ આ માહિતી આપી છે. એજન્સીએ જણાવ્યું કે દેશમાં 239,274,656 લોકોએ રસીનો એક ડોઝ લીધો છે અને 202,246,698 લોકોએ બંને ડોઝ લીધા છે.

સીડીસીની સૂચિમાં મોડર્ના અને ફાઈઝર/બાયોએનટેકની બે-ડોઝ રસીઓ અને જોન્સન એન્ડ જોન્સનની સિંગલ-ડોઝ રસીનો સમાવેશ થાય છે. લગભગ 54.4 મિલિયન લોકોએ Pfizer, Moderna અથવા J&J નો બૂસ્ટર ડોઝ લીધો છે. 20 ઓક્ટોબરના રોજ, યુએસ હેલ્થ રેગ્યુલેટરે આ ત્રણ રસીના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી હતી.

કોરોનાને લઈને સીડીસીએ સોમવારે લોકોને સલાહ આપી છે કે તેઓ ઇટાલી, ગ્રીનલેન્ડ અને મોરેશિયસની મુસાફરી ન કરે. સીડીસીએ 84 જગ્યાને લેવલ 4 તરીકે વર્ગીકૃત કરી છે એટલે કે ઉચ્ચ જોખમ વાળા દેશ ગણાવ્યા છે. ઇટાલીમાં સોમવારે 98 કોરોના સંક્રમિતોના મોત થયા હતા.

જ્યારે રવિવારે આ સંખ્યા 66 હતી. અહીં 24 કલાકમાં 19,215 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. અમેરિકા માટે ટોચના પર્યટન સ્થળોની યાદીમાં ઈટાલી ટોચ પર છે. 6 ડિસેમ્બરથી, અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે યુએસમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Happy Birthday Shyam Benegal : ‘અંકુર’થી લઈને ‘મંથન’ સુધી શ્યામ બેનેગલે પોતાની ફિલ્મોથી સમાજનું સત્ય લોકો સામે લાવ્યા

આ પણ વાંચો : Omicron: દક્ષિણ આફ્રિકાએ બ્રિક્સ દેશોના વૈજ્ઞાનિકોને કોરોનાના વેરિઅન્ટ પર સંશોધન માટે કર્યા આમંત્રિત, ઓમિક્રોનનો પણ થશે અભ્યાસ

g clip-path="url(#clip0_868_265)">