Corona Vaccine : ફાઇઝર બાદ મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનના બુસ્ટર ડોઝને મંજૂરી આપતું FDA

|

Oct 21, 2021 | 8:21 AM

અમેરિકામાં એફડીએએ કોરોના વેક્સીન મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. તમે પહેલા ગમે તે વેક્સિન લીધી હોય પરંતુ બુસ્ટર ડોઝ તરીકે બીજી વેક્સિનનો ડોઝ લઇ શકો છો.

Corona Vaccine : ફાઇઝર બાદ મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનના બુસ્ટર ડોઝને મંજૂરી આપતું FDA
Corona Vaccine

Follow us on

અમેરિકામાં અમેરિકા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA, Food and Drug Administration) એ બુધવારે મોર્ડેના અને જોન્સન એન્ડ જોન્સનના કોરોના રસીઓના બૂસ્ટર ડોઝને મંજૂરી આપી છે. આ સાથે જ કહ્યું છે કે, અમેરિકામાં લોકો બુસ્ટર ડોઝ તરીકે કોઈ પણ વેક્સિન લઇ શકે છે.

અમેરિકામાં બુસ્ટર કેમપેનમાં આ ફેંસલો નોંધપાત્ર છે જેની શરૂઆત ગયા મહિને ફાઇઝર રસીના વધારાના ડોઝથી કરવામાં આવી હતી. તો આગામી સપ્તાહે સીડીસી (Centers for Disease Control) નિષ્ણાતોની પેનલ સાથે બેઠક કરશે કે કોને અને ક્યારે બુસ્ટર ડોઝ મળવો જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગત મહિને ફાઇઝર કોવિડ બૂસ્ટર ડોઝ માત્ર 65 વર્ષથી વધુ અને ગંભીર બીમાર લોકો માટે મંજૂર કરવામાં આવ્યો હતો. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝનો પ્રસ્તાવ નામંજુર કરવામાં આવ્યો હતો. અમેરિકામાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં વધારો જોતા નિષ્ણાતોએ તેના જોખમને ટાળવા માટે વધારાની સુરક્ષા માટે બૂસ્ટર ડોઝની ભલામણ કરી હતી. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે ટૂંક સમયમાં તમામ અમેરિકનો માટે બૂસ્ટર ડોઝની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હકીકતમાં, ફાઇઝરે 16 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી માંગી હતી. જોકે, નિષ્ણાત સલાહકારોની પેનલે તેમની અરજી ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બૂસ્ટર ડોઝ માત્ર 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને અથવા ગંભીર બીમારીથી પીડાતા લોકોને જ આપવો જોઈએ. પેનલે કહ્યું હતું કે બૂસ્ટર ડોઝ યુવાનો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અમેરિકી નિષ્ણાતોએ રસીનો બીજો ડોઝ લીધાના 8 મહિના પછી તમામ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝની ભલામણ કરી હતી.

તો બીજી તરફ મિક્સ એન્ડ મેચ વેક્સિનને પણ મંજૂરી આપવામાં આવી છે. એફડીએના આ પગલાથી, કોરોના રસીની અછત પૂરી થશે અને ડોકટરો પાસે બીજી રસીનો વિકલ્પ હશે. તમને જણાવી દઈએ કે સરકારે નિષ્ણાતોની સમિતિ પાસેથી રસીના ‘મિક્સ એન્ડ મેચ’ પરના અભ્યાસને મંજૂરી આપી હતી. આ અભ્યાસ બાદ જે પરિણામો બહાર આવ્યા છે તે એકદમ ચોંકાવનારા છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મિક્સ એન્ડ મેચના અભ્યાસ દરમિયાન જે લોકોએ જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ રસી લીધી હતી અને તેમને બૂસ્ટર ડોઝ તરીકે મોર્ડના રસી આપવામાં આવી હતી. આવા લોકોના શરીરમાં એન્ટિબોડીઝનું સ્તર 15 દિવસમાં 76 ગણી વધી ગઈ છે. જ્યારે જોન્સન એન્ડ જોન્સનના બૂસ્ટર ડોઝ લેનારાઓમાં શરીરમાં માત્ર ચાર ગણો વધારો થયો છે.

આ પણ વાંચો : Afghanistan Crisis : અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાને પહેલી વાર ભારતને લઈને કર્યો મોટો દાવો


આ પણ વાંચો : subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

Next Article