subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાને કારણે ખાતરની આયાત ઘટી છે. તાજેતરમાં સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે.

subsidy on fertilizer: જાણો, ખેડૂતોને ખાતર પર સબસિડીનો લાભ કેવી રીતે મળશે ?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:35 AM

 ભારત (India) કૃષિપ્રધાન દેશ છે. ઘણા લોકો કૃષિ પર નિર્ભર છે.  તો બીજી  તરફ કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની (Farmers) આવક વધારવા અને સારી સુવિધા મળે તે માટે પ્રયાસ કરી રહી છે. 

ખરીફ પાકની કાપણી બાદ હવે રવિ પાકની વાવણી શરૂ થવાની છે. પાકની વાવણી વખતે ખેડૂતો બીજી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. જેમ કે ખેતરોમાં યોગ્ય રીતે સિંચાઈથી લઈને અનુકૂળ વાતાવરણનું ધ્યાન રાખવું પડે છે.તો ખેડૂતોની પરાધીનતા સારા અને ઉચ્ચ ગ્રેડના ઉત્પાદન માટે ખાતરો ઉપર પણ હોય છે. જો ખાતર સારી ગુણવત્તા અને યોગ્ય માત્રામાં વપરાય છે તો પાકની ઉપજમાં નોંધપાત્ર વધારો થાય છે.

આ સ્થિતિમાં ખેડૂતો ખાતરને લઈને ખૂબ ચિંતિત છે. દેશના ઘણા રાજ્યોમાંથી ખાતરની અછતના સમાચાર આવી રહ્યા છે. ખાતર વિતરણ કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે. તાજેતરમાં સરકારે ડીએપી પર સબસિડી વધારીને ખેડૂતોને રાહત આપી છે. જો સરકારે સબસિડીમાં વધારો કર્યો ન હોત તો ખેડૂતોને ડીએપી માટે વધુ ખર્ચ કરવો પડત. 12 ઓક્ટોબરે કેન્દ્ર સરકારે ડીએપી પર સબસિડી 24,231 રૂપિયાથી વધારીને 33,000 રૂપિયા પ્રતિ ટન કરવાની મંજૂરી આપી હતી.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

તમને જણાવી દઈએ કે પહેલા 50 કિલો ડીએપીના પેકેટની કિંમત 2411 રૂપિયા હતી. તેમાંથી સરકાર 1211 રૂપિયા સબસિડી તરીકે આપતી હતી અને ખેડૂતોને 1200 રૂપિયામાં ડીએપી મળશે. છેલ્લા દિવસો પર નજર કરીએ તો ડીએપીની કિંમત વધીને 2850 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં જ્યારે ખેડૂતોના ખિસ્સા પર બોજ વધવા લાગ્યો ત્યારે આ જોતા સરકારે સબસિડીના નાણાં વધારવાનો નિર્ણય કર્યો.

સરકારે સબસિડીની રકમ 1211 રૂપિયાથી વધારીને 1650 રૂપિયા કરી દીધી છે. જે અંતર્ગત ખેડૂતોને ડીએપી ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવા પડ્યા નથી. તેમને માત્ર 1200 રૂપિયામાં 50 કિલોનું પેકેટ સરળતાથી મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ વધવાને કારણે ખાતરની આયાત ઘટી છે. આ જ કારણ છે કે વર્તમાન સમયે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં આયાતી ડીએપીની કિંમત આ વખતે 675 થી 680 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ સમયે ખાતરનો ભાવ 370 ડોલર હતો.

આ પણ વાંચો : PM Modi: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે સરકાર ગંભીર, પીએમ મોદીએ તેલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી

આ પણ વાંચો  :Rajkot: રાહતના સમાચાર, ઘર, દુકાન અને ઓફિસની બહાર પાર્ક કરેલા વાહન પર ચાર્જ નહીં, જાણો પે એન્ડ પાર્કના ભાવ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">