Corona In Britain: બ્રિટેનમાં વધ્યા કોરોનાના કેસ, એલર્ટ મોડ પર સરકાર, ઘણા વિસ્તારોમાં લાગુ કર્યા કડક પ્રતિબંધ

|

Dec 26, 2021 | 7:39 PM

ઉત્તર આયરલેન્ડમાં પણ નાઈટ ક્લબને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઈનડોર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોમવારથી ઘરની અંદર યોજાનારા કાર્યક્રમોમાં 10 લોકોથી વધારે લોકોને સામેલ થવાની પરવાનગી નહીં હોય.

Corona In Britain: બ્રિટેનમાં વધ્યા કોરોનાના કેસ, એલર્ટ મોડ પર સરકાર, ઘણા વિસ્તારોમાં લાગુ કર્યા કડક પ્રતિબંધ
File Image

Follow us on

બ્રિટેન (Britain)માં કોરોના વાઈરસ (Corona Virus) સંક્રમણના વધતા કેસો રોકવા માટે વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તર આયરલેન્ડમાં રવિવારથી નવા કડક પ્રતિબંધ લાગુ થઈ ગયા છે. વડાપ્રધાન બોરિસ જોનસન (Boris Johnson) અને તેમનું મંત્રીમંડળ સોમવારે નિષ્ણાંતની સાથે કોરોના વાઈરસ સંક્રમણ પર સમીક્ષા બેઠક કરી શકે છે. જેથી એ નક્કી કરવામાં આવી શકે કે ઈંગ્લેન્ડ માટે પણ વધુ પ્રતિબંધ લાગુ કરવાની જરૂર છે કે નહીં. આ વિસ્તાર હાલમાં ‘પ્લાન બી’ પગલાં હેઠળ છે, જેમાં ઘરમાંથી કામ કરવા, ફરજિયાત માસ્ક પહેરવું અને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

 

તેની વચ્ચે વેલ્સમાં રવિવારથી નાઈટ ક્લબ બંધ થઈ જશે અને પબ, રેસ્ટોરન્ટ તથા સિનેમાઘરોમાં વધારેમાં વધારે 6 લોકોને પરવાનગી હશે. ઈન્ડોર કાર્યક્રમોમાં વધારેમાં વધારે 30 લોકોને પરવાનગી આપવામાં આવશે, જ્યારે આઉટડોર કાર્યક્રમોમાં આ મર્યાદા 50 છે. સ્કોટલેન્ડમાં મોટા કાર્યક્રમોમાં હવે એક મીટર સુધીનું ડિસ્ટન્સ રાખવું પડશે. સોમવારથી નાઈટ ક્લબ 3 સપ્તાહ માટે બંધ થઈ જશે. ઉતર આયરલેન્ડે નાઈટ ક્લબ બંધ કરી દીધા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ખોટા આંકડા પ્રકાશિત કરવાનો લાગ્યો આરોપ

ઉત્તર આયરલેન્ડમાં પણ નાઈટ ક્લબને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ઈનડોર કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સોમવારથી ઘરની અંદર યોજાનારા કાર્યક્રમોમાં 10 લોકોથી વધારે લોકોને સામેલ થવાની પરવાનગી નહીં હોય. બાળકોને તેમાં ગણવામાં નહીં આવે. ક્રિસમસ અને બોક્સિંગ ડે વીકેન્ડમાં કોરોના વાઈરસના દૈનિક આંકડા નથી બતાવવામાં આવી રહ્યા પણ શુક્રવારે બ્રિટેનમાં 1,22,186 કેસ નોંધાયા. તેની વચ્ચે એક અહેવાલ મુજબ બ્રિટેનના સૌથી વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકારોમાંથી એકની પર ખોટા આંકડા રજૂ કરવાનો આરોપ લાગ્યો છે. જેને કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી સંભવિત જોખમને વધારી દીધું છે.

 

કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે ઉઠાવ્યા સવાલ

કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ માર્ક હાર્પરે કહ્યું કોવિડ પ્રતિબંધ લોકોના જીવન, રોજગાર અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેથી એ મહત્વપૂર્ણ છે કે તેના વિશેની ચર્ચા નક્કર માહિતી પર આધારિત હોવી જોઈએ. તેમને કહ્યું ગંભીર સવાલ પૂછવાની જરૂરિયાત છે કે શું વરિષ્ઠ સ્વાસ્થ્ય સલાહકાર મંત્રીઓને ભ્રામક આંકડા આપી રહ્યા છે અને તેને ઝડપથી સાજા કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. મંત્રીઓની પણ જવાબદારી છે કે તે વિસ્તૃત પ્રશ્ન પૂછે, જેથી એ સુનિશ્ચિત કરવામાં આવી શકે કે તે ખોટા આંકડાનો ઉપયોગ નથી કરી રહ્યા.

 

આ પણ વાંચો: તાલિબાને તેના રંગ બતાવવાનું શરૂ કર્યું! ચૂંટણી સંસ્થાઓ અને બે મંત્રાલયો કર્યા બંધ, કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં તેમની જરૂર નથી’

 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા બીજી વાર બનવા જઈ રહ્યો છે પિતા? સોશિયલ મીડિયા પર લોકોએ પાઠવ્યા અભિનંદન

Next Article