Delta Variantનો વધ્યો પ્રકોપ વિશ્વના કેટલાય દેશોમાં લોકડાઉન અને ઈમરજન્સીની સ્થિતી

|

Jul 09, 2021 | 11:24 PM

ચીનમાં રુઈલી નામના શહેરમાં 7 જુલાઈએ લોકડાઉન લગાડ્યુ છે. આ સાથે જ સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. લોકોને ઘરે રહેવાની સલાહ અપાઈ રહી છે

Delta Variantનો વધ્યો પ્રકોપ વિશ્વના કેટલાય દેશોમાં લોકડાઉન અને ઈમરજન્સીની સ્થિતી
File Image

Follow us on

Delta variant: વિશ્વના કેટલાક દેશોમાં કોરોના (Corona Virus)ના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા વિશ્વના કેટલાક દેશમાં ફરીથી લોકડાઉન લગાડવામાં આવી રહ્યુ છે.

 

ચીનના આ શહેરમાં લાગ્યુ લોકડાઉન

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચીનમાં રુઈલી નામના શહેરમાં 7 જુલાઈએ લોકડાઉન લગાડ્યુ છે. આ સાથે જ સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. લોકોને ઘરે રહેવાની સલાહ અપાઈ રહી છે. તાવ,ઉધરસ જેવા લક્ષણો હોય તો તરત જ તંત્રને જાણકારી આપવા માટે કહેવામાં આવ્યુ છે. આપને જણાવી દઈએ કે ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

 

મ્યાનમારમાં અપાયો સ્ટે-એટ-હોમનો આદેશ

કોરોનાના વધતા કેસને જોતા 1 જુલાઈ સુધીમાં મ્યાનમારના 20થી વધારે શહેરોમાં સ્ટે-એટ-હોમ આદેશ આપવામાં આવ્યો છે. સ્ટે-એટ-હોમ એટલે કે અહીં રહેનારા લોકોએ માત્ર ઈમરજન્સી સ્થિતીમાં જ ઘરથી બહાર નીકળવાનું રહેશે. મ્યાનમારના બીજા મોટા શહેર મંડાલેમાં પણ સાત ટાઉનશિપ્સમાં સ્ટે-એટ-હોમનો આદેશ આપવામાં આવ્યો છે.

 

આપને જણાવી દઈએ કે 8 જુલાઈએ જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી. આ ઈમરજન્સી 12 જુલાઈથી 22 ઑગસ્ટ સુધી લાગૂ રહેશે. જાપાનમાં ડેલ્ટા વેરિએન્ટના કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ આ સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ઈમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2021ની ઓલિમ્પિક ટોક્યોમાં થવાની છે.

 

દક્ષિણ આફ્રિકામાં એકત્ર થવા પર રોક

દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના વધતા કેસને જોતા ઈનડોર અને આઉટડોર લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ વધારે સંક્રમણ વાળા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકામાં પણ કોરોનાના વધતા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

 

 દક્ષિણ કોરિયામાં લગાવાયા અનેક પ્રતિબંધ

દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, વધતા કેસને જોતા 9 જુલાઈએ અહીંના પ્રધાનમંત્રી બૂ-ક્યુમનું નિવેદન આવ્યુ તેમણે કહ્યું કે સંક્રમણના નવા કેસની સંખ્યા જોતા મેક્સિમમ ક્રાઈસિસ લેવલ પર પહોંચી ગયા છીએ. 12 જુલાઈથી દેશમાં નવા પ્રતિબંધો લાગૂ કરવામાં આવશે, જે અંતર્ગત સ્કૂલ બંધ કરી દેવામાં આવશે. બેથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. ક્લબ બંધ રહેશે રેસ્ટોરેન્ટ ખુલ્લી રહેશે. પરંતુ સીમિત લોકોને એન્ટ્રી મળશે. આ સિવાય પણ અનેક પ્રતિબંધ લગાવવામાં આવશે.

 

 ઈન્ડોનેશિયામાં સ્થિતી ખરાબ

ઈન્ડોનેશિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને આ વધતા કેસ પાછળ ડેલ્ટા વેરિએન્ટને જવાબદાર માનવામાં આવી રહ્યુ છે. પરિસ્થિતી એ હદે ખરાબ છે કે ઓક્સિજન બેડ સહિત અનેક મેડિકલ સંસાધનોની  અછત વર્તાઈ રહી છે. સંક્રમણને રોકવા બાલી અને જાવા દ્વીપમાં ઈમરજન્સી લોકડાઉન લગાડવામાં આવ્યુ. રાજધાની જકાર્તા પણ બંધ છે.

 

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લોકડાઉન

ઑસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, જેને જોતા ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં બે અઠવાડિયાથી લોકડાઉન છે. આ વધતા કેસ પાછળ પણ ડેલ્ટા વેરિએન્ટ જવાબદાર છે. લોકડાઉનની અવધિમાં વધારો પણ કરવામાં આવી શકે છે.

 

આ પણ વાંચો: બેદરકારી રાખી તો વધી શકે છે Coronaનો પ્રકોપ, છૂટ પણ પાછી ખેંચાઈ શકે છે: આરોગ્ય મંત્રાલય

Published On - 11:24 pm, Fri, 9 July 21

Next Article