Corona Cases in Nepal : નેપાળમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ, પહેલી વાર 1 દિવસમાં 10 હજાર કેસ
હાલમાં, દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે.
નેપાળમાં (Nepal) , કોરોના વાયરસના (Corona Virus) એક જ દિવસમાં સૌથી વધુ 10258 નવા કેસ નોંધાયા છે. મંગળવારે એકલા કાઠમંડુમાંથી 5549 કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પહેલીવાર છે જ્યારે અહીં 10 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
હાલમાં, નેપાળમાં સક્રિય કેસોની સંખ્યા 39,223 છે. તેમાંથી 37,826 સેલ્ફ-આઈસોલેશનમાં, 1,218 સંસ્થાકીય આઈસોલેશનમાં, 151 આઈસીયુમાં અને 28 વેન્ટિલેટર પર છે. દેશમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 11,624 લોકોના મોત થયા છે.
અગાઉ સોમવારે, નેપાળમાં કોરોના વાયરસના 5,747 નવા કેસ નોંધાયા હતા, જે 2021ના મધ્યભાગ પછી સૌથી વધુ દૈનિક કેસ હતા. આ પછી, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 8,59,485 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચેપને કારણે વધુ ત્રણ લોકોના મોત બાદ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 11,623 થઈ ગયો છે.
દેશમાં 2021 ના મધ્ય પછી આ પ્રથમ વખત હતુ જ્યારે દૈનિક 5,700 થી વધુ કેસ નોંધાયા હતા. 3 જૂનના રોજ ચેપના 5,825 કેસ જોવા મળ્યા હતા, ત્યારબાદ દૈનિક કેસોમાં ઘટાડો થયો હતો અને 9 ડિસેમ્બરે 197 કેસ નોંધાયા હતા. ગયા વર્ષે ડિસેમ્બરથી, દરરોજ કેસોમાં વધારો થઈ રહ્યો છે.
9 જાન્યુઆરી સુધી દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 6,755 હતી, જે 16 જાન્યુઆરીએ 25,000 અને એક દિવસ પછી 30,000ને વટાવી ગઈ. દરમિયાન, સોમવારે 547 લોકો ચેપ મુક્ત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 8,16,985 લોકો સંક્રમણ મુક્ત થયા છે. દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 95.1 ટકા છે અને મૃત્યુ દર 1.4 ટકા છે.
ભારતમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 238018 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટીવીટીનો દર 14.43 ટકા છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ટોચ આગામી બે અઠવાડિયામાં એટલે કે જાન્યુઆરીના અંત સુધીમાં આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવી ગઈ છે અને હવે શહેરમાં દરરોજ 20971 નવા કેસ સામે આવી રહ્યા છે.
આ પણ વાંચો –
નથી સુધરી રહ્યુ ચીન, પેંગોંગ લેક પાસે બનાવી રહ્યુ છે ગેરકાયદેસર પુલ, સેટેટાઇટ તસવીરોએ ખોલી પોલ
આ પણ વાંચો –
UAE drone attack : ડ્રોન હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોની ઓળખ થઇ, પરિજનોની મદદ કરશે ભારત
આ પણ વાંચો –