AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona : શરીરમાં પોતાને અદ્રશ્ય રાખે છે આલ્ફા વેરીયન્ટ , 23 મ્યુટન્ટ નોંધાયા

લોકડાઉનમાંથી બહાર આવતા ઘણા દેશોમાં  હવે કોરોનાના આલ્ફા(Alpha) વેરીયન્ટથી ચિંતા વધી છે.ઓનલાઇન બહાર પાડવામાં આવેલા સંશોધન અહેવાલમાં આલ્ફા(Alpha)ના 23 પરિવર્તન (મ્યુટેશન) જોવા મળ્યાં છે.

Corona :  શરીરમાં પોતાને અદ્રશ્ય રાખે છે આલ્ફા વેરીયન્ટ , 23 મ્યુટન્ટ નોંધાયા
બ્રિટનના ઝડપથી ફેલાઈ રહ્યો છે આલ્ફા વેરીયન્ટ
| Updated on: Jun 10, 2021 | 2:42 PM
Share

લોકડાઉનમાંથી બહાર આવતા ઘણા દેશોમાં  હવે કોરોનાના આલ્ફા(Alpha) વેરીયન્ટથી ચિંતા વધી છે. જેમાં  તાજેતરના અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ તેના ઝડપથી ફેલાવા પાછળ છુપાયેલા રહસ્યનો પર્દાફાશ કર્યો છે. આ રિસર્ચમાં  જાણવા મળ્યું છે કે કોરોનાનું આ વેરીયન્ટ શરીરમાં પોતાને અદ્રશ્ય રાખે છે. ઓનલાઇન બહાર પાડવામાં આવેલા સંશોધન અહેવાલમાં આલ્ફા(Alpha)ના 23 પરિવર્તન(mutant )જોવા મળ્યાં છે.

બ્રિટનના ઝડપથી ફેલાઈ રહ્યો છે

આ વેરિયન્ટ હવે બ્રિટનમાં  ઝડપથી ફેલાઈ રહ્યો છે. જયા દરરોજ સાત હજારથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. આલ્ફા(Alpha)વેરીયન્ટ પહેલા શરીરમાં રોગપ્રતિકારક શક્તિની પ્રથમ હરોળને નબળી  પાડે છે.  જેથી તે વળતા હુમલાથી બચી જાય અને આલ્ફા વેરીયન્ટને  તેની સંખ્યા વધારવા માટે વધુ સમય મળે. 

સંશોધનમાં 23 મ્યુટેશન જોવા મળ્યા 

ઓનલાઇન બહાર પાડવામાં આવેલા સંશોધન અહેવાલમાં આલ્ફા(Alpha)ના 23 પરિવર્તન(mutant)જોવા મળ્યાં છે.  જે તેને અન્ય કોરોના વાયરસથી અલગ બનાવે છે. જ્યારે આ સ્વરૂપ બ્રિટનમાં ફેલાવા લાગ્યું છે. જેમાં  સંશોધનકારોએ અન્ય સ્વરૂપોની તુલનામાં તેના ઝડપી પ્રસારનું કારણ નક્કી કરવા માટે તેના આનુવંશિક ફેરફારોનું અવલોકન કરવાનું શરૂ કર્યું છે. 

આલ્ફામાં નવા પરિવર્તન પર કેન્દ્રિત કર્યું

જેમાં યેલ સ્કૂલ ઓફ મેડિસિનના વાઇરોલોજિસ્ટ ડો. મોડરી- લોરેન્ટ-રોલના જણાવ્યા મુજબ કોઈપણ વાયરસની સફળતા શરીરની રોગ પ્રતિકારક શકિત દૂર કરવા પર આધારિત છે. તેમાં સૂક્ષ્મજંતુ વધુ અસરકારક છે જે ઝડપથી ચેપ ફેલાવી શકે છે. આ ઉપરાંત  ઘણા સંશોધનકારોએ તેમનું ધ્યાન આલ્ફામાં નવા પરિવર્તન પર કેન્દ્રિત કર્યું હતું જે તેના સ્પાઇક પ્રોટીનને બદલી નાખે છે. આમાંથી એક પરિવર્તન આલ્ફાને કોશિકાઓ સાથે વધુ મજબૂત જોડે છે. તેમજ  રક્તસ્રાવની શક્યતામાં વધારો કરે છે.

ચેપગ્રસ્ત કોષોમાંથી ઓછું ઇન્ટરફેરોન જોવા મળ્યું 

આ ઉપરાંત કેટલાક સંશોધનકારોએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે આલ્ફા કેવી રીતે માનવની રોગ પ્રતિકારક શકિત પર  અસર કરે છે. આ માટે યુનિવર્સિટી કોલેજ લંડનના વાઇરોલોજિસ્ટ ગ્રેગરી ટાવર્સ અને તેના સાથીઓએ માનવ ફેફસાના કોષોમાં કોરોના વાયરસ અને  ત્યારબાદ આલ્ફા-ચેપગ્રસ્ત કોષોને કોરોના વાયરસના જૂના સ્વરૂપોથી સંક્રમિત કોષો સાથે સરખાવવામાં આવ્યા હતા.

ફેંફસાના કોષો માટે નોંધપાત્ર રીતે ઓછા ઇન્ટરફેરોન બનાવે છે 

સંશોધનકારોએ પછી શોધી કાઢ્યું  કે આલ્ફા ચેપવાળા ફેંફસાના કોષો માટે નોંધપાત્ર રીતે ઓછા ઇન્ટરફેરોન (વાયરસથી સુરક્ષિત પ્રોટીન) બનાવે છે. આ ઉપરાંત, આલ્ફા કોષોમાં ઇન્ટરફેરોન દ્વારા સામાન્ય રીતે સક્રિય કરાયેલ રક્ષણાત્મક જનીન પણ અન્ય સ્વરૂપોથી સંક્રમિત કોષોની તુલનામાં સાયલન્ટ રહ્યા હતા. 

અદૃશ્ય રહેવા સક્ષમ 

ટાવર્સ કહે છે કે, આલ્ફા સ્વરૂપની હાજરી  રોગપ્રતિકારક શકિતને ખબર પડતી નથી.  આ સ્વરૂપ  પોતાને મોટા પ્રમાણમાં અદ્રશ્ય રાખે છે.  વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું કે આલ્ફા-ચેપગ્રસ્ત કોષો અન્ય સ્વરૂપોની તુલનામાં ORF9b  જનીનના 80 ગણી  વધુ નકલો બનાવે છે.  

રોગપ્રતિકારક શક્તિ વધવામાં  વિલંબ

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધન અને પરમાણુ જીવ વિજ્ઞાની  નેવાન ક્રેટસેગનના સહ-લેખક કહે છે કે કોરોનાના આલ્ફા સ્વરૂપમાં પરિવર્તન છે. જે ઓઆરએફ 9 બી પ્રોટીનના વધુ પડતા ઉત્પાદન પર ભાર મૂકે છે. આ ઇંટરફેરોનનું ઉત્પાદન અને એકંદર રોગપ્રતિકારક શકિતને નબળી પાડે છે. આને કારણે, આલ્ફા હુમલાથી છટકી જાય છે અને સરળતાથી તેની સંખ્યા વધારવાનું શરૂ કરે છે. ચેપગ્રસ્ત કોષો ધીમે ધીમે ORF9b પ્રોટીનને દૂર કરવામાં સક્ષમ બને છે. જ્યારે  ચેપ લાગવાના લગભગ 12 કલાક પછી રોગપ્રતિકારક શકિત રિગેન  કરવાનું શરૂ કરે છે પરંતુ તે વખતે  ખૂબ મોડું થઈ ગયું હોય છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">