ચીનમાં ફરી કોરોના, ‘ચેંગડુ’માં લોકડાઉન લાગુ, 2 કરોડ લોકો ઘરોમાં કેદ

|

Sep 02, 2022 | 8:23 AM

કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને ચીને ચેંગડુમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ચીનનું કહેવું છે કે કોરોના વાયરસના (Corona virus) ફેલાવાને રોકવા માટે આવા પગલા લેવા જરૂરી છે.

ચીનમાં ફરી કોરોના, ચેંગડુમાં લોકડાઉન લાગુ, 2 કરોડ લોકો ઘરોમાં કેદ

Follow us on

વિશ્વભરમાં હજુ પણ કોરોના સંક્રમણની અસર ઓછી થઈ છે, પરંતુ ચીનમાં આ સંક્રમણને કારણે સ્થિતિ વધુ બગડવા લાગી છે. કોરોના વાયરસનો પ્રકોપ ઓછો કરવા માટે ચીન (China) એક પછી એક સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે. આ માટે ચીને તેના એક મોટા શહેર ચેંગડુમાં (Chengdu) લોકડાઉન લાગુ કર્યું છે. જેના કારણે 2 કરોડથી વધુ લોકોને તેમના ઘરોમાં કેદ થવાની ફરજ પડી છે. ગુરુવારે, દક્ષિણ પશ્ચિમ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગડુમાં કોવિડ ચેપના 157 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 51 દર્દીઓમાં આ ચેપના કોઈ લક્ષણો દેખાતા નથી. પોતાની કોવિડ પોલિસી હેઠળ ચીન એવા શહેરોને સતત લોકડાઉન કરી રહ્યું છે જ્યાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

ચેંગડુની અંદાજિત વસ્તી લગભગ 20 મિલિયન છે. આ તમામ લોકોને કોવિડના નિયમોનું પાલન કરવા અને તેમના ઘરોમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને આવશ્યક ચીજવસ્તુની ખરીદી માટે બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અહીંના તમામ લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. જો કે, કોવિડ પ્રતિબંધો ક્યારે હટાવવામાં આવશે તે અંગે કોઈ માહિતી નથી. કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારાને ધ્યાનમાં રાખીને ચીને ચેંગડુમાં લોકડાઉનની જાહેરાત કરી છે.

70 ટકા ફ્લાઈટ સસ્પેન્ડ

સિચુઆન પ્રાંતના ચેંગડુના રહેવાસીઓને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે શહેરમાં જતી અને આવતી 70 ટકા ફ્લાઈટ્સ સ્થગિત કરવામાં આવી છે. આર્થિક ગતિવિધિઓની દૃષ્ટિએ પણ આ શહેર ઘણું મહત્ત્વનું છે. સત્તાધીશોએ શાળાના નવા સત્રની શરૂઆત પણ મોકૂફ રાખી છે. જો કે, જાહેર પરિવહન ચાલુ રહે છે અને નાગરિકોને તાત્કાલિક જરૂરિયાતના કિસ્સામાં જ શહેર છોડવાની મંજૂરી આપવામાં આવે છે. ગુરુવારે જાહેર કરાયેલા નિયમો અનુસાર, 24 કલાકની અંદર કોરોના ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પરિવારના કોઈ સભ્યને જરૂરી વસ્તુઓ ખરીદવા બહાર જવા દેવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

પહેલો કેસ ચીનના વુહાનથી આવ્યો હતો

ચીનનું કહેવું છે કે વાયરસના ફેલાવાને રોકવા માટે આવા પગલા લેવા જરૂરી છે. ચીને શેનઝેન અને દાલિયાનમાં પણ અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. તે જાણીતું છે કે કોરોના ચેપનો પ્રથમ કેસ ચીનના વુહાનથી નોંધાયો હતો. જે પછી ધીરે ધીરે આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો. જો કે, હવે મોટાભાગના દેશો આ ચેપમાંથી સ્વસ્થ થઈ ગયા છે અને પાછા સામાન્ય સ્થિતિ પર આવી રહ્યા છે.

Next Article