COP26 Summit : ગ્લાસગોમાં PM MODIએ કહ્યું, “ભારત કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે, આજે ટ્રેક રેકોર્ડ લઈને આવ્યો છું”

PM Modi Address at COP-26 : વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને આવ્યો છું. મારા શબ્દો માત્ર શબ્દો નથી, તે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પોકાર છે.

COP26 Summit : ગ્લાસગોમાં PM MODIએ કહ્યું, ભારત કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં લાગ્યું છે, આજે ટ્રેક રેકોર્ડ લઈને આવ્યો છું
COP26 Summit India is engaged in bringing crores of people out of poverty today I have brought track record PM Modi said in Glasgow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:03 PM

Glasgow, Scotland : ગ્લાસગોમાં આયોજિત ‘વર્લ્ડ લીડર્સ સમિટ ઓફ COP-26’ને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ કહ્યું હતું કે મારા માટે પેરિસમાં યોજાયેલ કાર્યક્રમ કોઈ સમિટ ન હતી, તે એક ભાવના, પ્રતિબદ્ધતા હતી અને એક કમીટમેન્ટ હતું, અને ભારત તે વાયદાઓ વિશ્વને નહિ પણ તે વચનો 125 કરોડ ભારતીયો પોતાના માટે કરી રહ્યા હતા.

વડાપ્રધાને કહ્યું કે આજે વિશ્વની વસ્તીના 17 ટકા હોવા છતાં, જેમની ઉત્સર્જનની જવાબદારી માત્ર 5 ટકા છે, તે ભારતે તેની ફરજ નિભાવવામાં કોઈ કસર છોડી નથી. તેમણે કહ્યું કે મને આનંદ છે કે ભારત જેવો વિકાસશીલ દેશ, જે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરી રહ્યો છે અને કરોડો લોકોને સરળ જીવન જીવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યો છે.

વડાપ્રધાને એક સંસ્કૃત શ્લોક ટાંકતા કહ્યું, ” આજે હું તમારી વચ્ચે એ ભૂમિનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, જે ભૂમિએ હજારો વર્ષો પહેલા આ મંત્ર આપ્યો હતો, ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’ આજે 21મી સદીમાં વધુ પ્રાસંગિક બની ગયો છે”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને આવ્યો છું વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે ભારતનો ટ્રેક રેકોર્ડ પણ લઈને આવ્યો છું. મારા શબ્દો માત્ર શબ્દો નથી, તે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પોકાર છે. આજે સ્થાપિતરિન્યુએબલ એનર્જીની ક્ષમતામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. તેમણે કહ્યું કે વિશ્વની સમગ્ર વસ્તી કરતા વધુ મુસાફરો દર વર્ષે ભારતીય રેલ્વે દ્વારા મુસાફરી કરે છે. આ વિશાળ રેલ્વે તંત્રએ 2030 સુધીમાં પોતાને ‘નેટ ઝીરો’ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ એક પહેલ માત્રથી ઉત્સર્જનમાં વાર્ષિક 60 મિલિયન ટનનો ઘટાડો થશે.

લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ PM MODIએ કહ્યું કે આજે હું તમને એક, એક શબ્દ આંદોલનનો પ્રસ્તાવ મૂકું છું. આ એક શબ્દ ક્લાઈમેટ ચેન્જના સંદર્ભમાં વિશ્વનો મૂળ આધાર બની શકે છે, તે પાયો બની શકે છે. તે એક શબ્દ છે – જીવન… L, I, F, E, એટલે કે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. ક્લાઈમેટ ચેન્જ પરના આ વૈશ્વિક મંથન વચ્ચે, હું પાંચ અમૃત તત્વો રજૂ કરવા માંગુ છું, ભારત વતી આ પડકારનો સામનો કરવા માટે, હું પંચામૃતની ભેટ આપવા માંગુ છું.

પ્રથમ- ભારત 2030 સુધીમાં તેની બિન-અશ્મિભૂત ઊર્જા ક્ષમતાના 500 GW સુધી પહોંચી જશે. બીજું- ભારત 2030 સુધીમાં તેની 50 ટકા ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીથી પૂરી કરશે. ત્રીજું- ભારત હવેથી 2030 સુધીમાં કુલ અંદાજિત કાર્બન ઉત્સર્જનમાં એક અબજ ટનનો ઘટાડો કરશે. ચોથું- 2030 સુધીમાં, ભારત તેની અર્થવ્યવસ્થાની કાર્બન તીવ્રતા ઘટાડીને 45 ટકાથી ઓછી કરશે, અને પાંચમું- વર્ષ 2070 સુધીમાં, ભારત નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરશે.

g clip-path="url(#clip0_868_265)">