AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડ્રેગનની ખુલી પોલ: પાકિસ્તાન બાદ હવે ઈરાનને ‘પડદા પાછળ’થી મદદ કરતું ઝડપાયું ચીન!

ચીન હવે રણમેદાનમાં ઉતર્યા વગર જ અંતરિક્ષમાંથી ભારત અને અમેરિકા જેવા દેશોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાનને ગુપ્ત સેટેલાઇટ ડેટા પૂરો પાડીને ચીને પરોક્ષ રીતે યુદ્ધમાં ઝંપલાવ્યું છે. લિક થયેલા દસ્તાવેજોમાં થયેલા આ ખુલાસાએ વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે.

ડ્રેગનની ખુલી પોલ: પાકિસ્તાન બાદ હવે ઈરાનને ‘પડદા પાછળ’થી મદદ કરતું ઝડપાયું ચીન!
Image Credit source: TV9 Network
| Updated on: Apr 18, 2026 | 8:24 PM
Share

દુનિયા અત્યારે બે મોટા સંઘર્ષો જોઈ રહી છે – એક બાજુ ભારત અને પાકિસ્તાન, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન. પરંતુ આ બંને સંઘર્ષોમાં પડદા પાછળ રહીને એક ત્રીજો ખેલાડી ‘ગ્રેટ ગેમ’ રમી રહ્યો છે, અને તે છે ચીન. ચીન પોતાના અત્યાધુનિક જાસૂસી સેટેલાઇટ્સ દ્વારા ભારત અને અમેરિકાના સૈન્ય ઠેકાણાઓની પળેપળની માહિતી પાકિસ્તાન અને ઈરાનને પહોંચાડી રહ્યું હોવાની વિગતો સામે આવી છે.

પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંઘર્ષમાં ચીની દખલ

મે 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેના જ્યારે પાકિસ્તાની આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરી રહી હતી, ત્યારે પાકિસ્તાનને બચાવવા માટે ચીને આકાશમાંથી બાજ નજર રાખી હતી. ચીને ભારતના સૈન્ય મૂવમેન્ટની ‘રિયલ ટાઈમ’ માહિતી પાકિસ્તાન સાથે શેર કરી હતી, જેના આધારે પાકિસ્તાને પોતાની રડાર અને એર ડિફેન્સ સિસ્ટમમાં ફેરફાર કર્યા હતા.

ઈરાન-અમેરિકા યુદ્ધમાં ચીનનો છૂપો સાથ

માત્ર પાકિસ્તાન જ નહીં, ચીને ઈરાનને પણ ગુપ્ત રીતે ‘TEE-01B’ નામનો જાસૂસી સેટેલાઇટ વેચ્યો છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સેટેલાઇટ દ્વારા ઈરાનની સેનાએ સાઉદી અરેબિયા, જોર્ડન અને ઈરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોના સચોટ લોકેશન મેળવ્યા હતા. માર્ચ 2026માં થયેલા હુમલામાં અમેરિકાને જે મોટું નુકસાન થયું, તેની પાછળ ચીની કંપની ‘MizarVision’ દ્વારા પૂરા પાડવામાં આવેલા સેટેલાઇટ ફોટા જવાબદાર હોવાનું કહેવાય છે.

નવું જોખમ: હથિયાર નહીં, માહિતી છે અસલી પાવર

ચીન સતત હથિયારો સપ્લાય કરવાની ના પાડી રહ્યું છે, પરંતુ જે રીતે તે સેટેલાઇટ ફીડ અને કો-ઓર્ડિનેટ્સ દુશ્મન દેશોને આપી રહ્યું છે, તે હથિયારો કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. ભારત અને અમેરિકા જેવા દેશો માટે આ ‘અદ્રશ્ય દુશ્મન’ હવે એક મોટો પડકાર બની ગયો છે. શું ચીન આ રીતે દુનિયાને એક મોટા યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે? તે હવે સૌથી મોટો સવાલ છે.

પુત્ર મોહ કે સામૂહિક આપઘાતનો ખેલ? બે માસૂમોના મોતના રહસ્ય પરથી FSL અને વિસેરાનો રિપોર્ટ ઉઠાવશે પડદો, ચાલો જાણીએ શું છે વિસેરા રિપોર્ટ…

Follow Us
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
g clip-path="url(#clip0_868_265)">