ચીનનું ચંદ્રને સર કરવાનું માનવ મિશન, અમેરિકાને પછાડવા ડ્રેગનની તૈયારીઓ

|

Nov 28, 2022 | 4:13 PM

ચીન (china)હવે ચંદ્ર પર ફતેહ મેળવવાની તૈયારીઓ કરી રહ્યું છે. હવે ચીને સ્પેસ સ્ટેશન પર ત્રણ અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ આરંભી દીધી છે. આ સાથે માનવસહિત ચંદ્ર મિશનની યોજનાઓ પણ ચીન દ્વારા કરવામાં આવી રહી છે.

ચીનનું ચંદ્રને સર કરવાનું માનવ મિશન, અમેરિકાને પછાડવા ડ્રેગનની તૈયારીઓ
ચીનનું ચંદ્રમિશન (ફાઇલ)

Follow us on

વિશ્વભરમાં અમેરિકા તેના ચંદ્રમિશનને લઇને તાજેતરમાં સમાચારમાં ચમકતું રહે છે. 1972માં અમેરિકાએ સૌપ્રથમ વાર ચંદ્ર પર માણસને મોકલ્યો હતો. જયારે તાજેતરમાં નવેમ્બર મહિનામાં જ નાસાએ ત્રીજા પ્રયાસમાં આર્ટેમિસ-1 મિશનને સફળતાપૂર્વક પાર પાડયું હતું. ત્યારે હવે અમેરિકાને પછાડવા ચીને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.ચીન હવે મંગળવારે સ્પેશ સ્ટેશન પર 3 લોકોની ટીમ મોકલી રહ્યું છે. આ સાથે ચીન દ્વારા ચંદ્ર પર માનવ મિશન મોકલવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

CMSAના નિર્દેશકના સહાયક જી કિમિંગે પત્રકારોને જણાવ્યું હતું કે ત્રણ અવકાશયાત્રીઓ ચંદ્ર પર જશે. જેમાં અવકાશયાત્રી ફેઈ જુનલોંગ, ડેંગ કિંગમિંગ અને ઝાંગ લુનેનો સમાવેશ થશે.ચીની બનાવટની સ્પેસ એજન્સી (CMSA)એ જાહેરાત કરી છે કે શેનઝોઉ-15 ક્રૂડ સ્પેસક્રાફ્ટને ચીનમાં સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી પ્રયાણ કરવામાં આવશે.

આ અવકાશયાનમાં ફેઈ જુનલોંગ આ મિશનના કમાન્ડર તરીકે કાર્યરત રહેશે. ક્રૂ લગભગ છ મહિના સુધી અવકાશની ભ્રમણકક્ષામાં રહેશે. જીએ કહ્યું કે લોંગ માર્ચ-2એફ કેરિયર રોકેટથી લોન્ચિંગ કરવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અવકાશમાં ચીનનો સૌથી વધુ કચરો છે

દુનિયાભરમાં રોકેટના પડી રહેલા કાટમાળનો સૌથી વધારે કચરો ચીનનો છે. સત્તાવાર સમાચાર એજન્સીના અહેવાલમાં કહેવાયું છે કે શેનઝોઉ-15 અવકાશયાત્રીઓ આવતા વર્ષે મે મહિનામાં ધરતી પર પાછા ફરશે. ચીનનું સ્પેસ સ્ટેશન સાથે જોડાવા માટે આ ત્રીજું માનવસહિત મિશન છે.

ચીન અમેરિકાની જેમ ચંદ્ર પર માનવ મોકલશે

યુએસ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ 16 નવેમ્બરે ફ્લોરિડાના કેપ કેનાવેરલથી તેનું સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ કર્યું હતું. 100-મીટર લાંબા આર્ટેમિસ વાહનનો હેતુ ચંદ્રની દિશામાં માનવરહિત અવકાશયાત્રી કેપ્સ્યુલ ફેંકવાનો હતો. ઓરિઓન તરીકે ઓળખાતું અવકાશયાન આ ચોક્કસ ઉડાન માટે માનવરહિત છે.

ચીન અંતરિક્ષમાં સ્ટેશન બનાવી રહ્યું છે

જ્યારે અવકાશયાત્રીઓનું એક જૂથ પરત ફર્યું છે. અને ત્રણ અવકાશયાત્રીઓનું બીજું જૂથ હાલમાં ટિયાન્હેમાં હાજર છે. ચાઇના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશન (CASTC) દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. તેમ લો-ઓર્બિટ સ્પેસ સ્ટેશનનું બાંધકામ આ વર્ષે પૂર્ણ થવાની ધારણા હતી. એકવાર તે તૈયાર થઈ ગયા પછી, ચીન એકમાત્ર એવો દેશ હશે જેની પાસે સ્પેસ સ્ટેશન હશે. રશિયાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) એ ઘણા દેશોનો સહયોગી પ્રોજેક્ટ છે.

Next Article