AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Power Crisis: ચીનમાં વીજળી સંકટથી અટક્યું એપલ-ટેસ્લાનું કામ, શું છે આ પાછળનું કારણ ?

ચીનમાં (China)વીજળી કટોકટીના કારણે ચીન અંધકારમાં ડૂબી ગયું છે. જેના કારણે અનેક ફેક્ટરીઓનું કામ અટકી ગયું છે. એપલ અને ટેસ્લા જેવી મોટી કંપનીઓના બિઝનેસ પ્રભાવિત થયો છે.

China Power Crisis: ચીનમાં વીજળી સંકટથી અટક્યું એપલ-ટેસ્લાનું કામ, શું છે આ પાછળનું કારણ ?
Xi Jinping (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 5:20 PM
Share

ચીનમાં (China) વીજ કટોકટી ( China Power Crisis) વધી રહી છે. તેના કારણે સામાન્ય લોકો માત્ર પરેશાન નથી. પરંતુ કારખાનાઓ પણ કામ કરી શકતા નથી. વીજ કાપને કારણે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે એપલ (Apple) અને ટેસ્લા (tesla)જેવી મોટી કંપનીઓના બિઝનેસને પણ અસર થઈ રહી છે. વીજ કટોકટીના કારણે આ કંપનીઓના કેટલાક સપ્લાયરોએ તેમના ઘણા પ્લાન્ટ્સ પર કામ બંધ કરવું પડ્યું છે. 

વીજળીના સંકટને કારણે કંપનીઓનું ઉત્પાદન પહેલાની જેમ થઈ રહ્યું નથી. કંપનીઓને ઓછી માત્રામાં ઉત્પાદન કરવાનું કહેવામાં આવ્યું છે. જેથી વીજળીનો વપરાશ પણ ઓછો થાય. પરંતુ સરકારના આ પ્રતિબંધની વિશ્વભરની સપ્લાય ચેઇન પર અસર થવાની સંભાવના છે.

વીજ કટોકટી પાછળ બે કારણો આપવામાં આવી રહ્યા છે. પ્રથમ કોલસામાં ઘટાડો અને બીજો રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્બન ઉત્સર્જન ઘટાડાના લક્ષ્યોને પૂર્ણ કરવાનો છે. જેના કારણે સરકાર વીજળી કાપી રહી છે. ચીન સરકાર જિનપિંગના આ લક્ષ્યોને વાસ્તવિક બનાવવા માટે કામ કરી રહી છે. વીજ કટોકટી એવા સમયે આવી છે.

જ્યારે દેશમાં ઉત્પાદનને કારણે કોલસા અને ગેસની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેના કારણે તેમના ભાવમાં પણ ભારે વધારો થયો છે. ચીનના આ નિર્ણયોની અસર વૈશ્વિક સપ્લાય ચેઇન પર પડશે. જે પહેલાથી જ કોરોનાના કારણે અસરગ્રસ્ત હતી.

કમ્પ્યુટર ચિપની થશે અછત કંપનીઓના કામ ઠપ કરવાને કારણે વૈશ્વિક સ્તરે કોમ્પ્યુટર-ચિપની અછત સર્જાશે. જેના કારણે ટેક કંપનીઓને નુકસાન વેઠવું પડશે. એક રિપોર્ટ અનુસાર ઇલેક્ટ્રોનિક સામાન બનાવતી કંપનીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 10 થી વધુ તાઇવાની કંપનીઓએ મહિનાના અંત સુધીમાં કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

એપલ અને ટેસ્લાને સપ્લાય કરતી ત્રણ તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ રવિવારે જણાવ્યું હતું કે તેમને ચીન સ્થિત તેમની કંપનીઓમાં કામ બંધ કરવાની ફરજ પડી હતી.

ટેસ્લાના સીઈઓ મસ્કએ ચિંતા વ્યક્ત કરી એપલ અને ટેસ્લાએ આ મામલે કોઇ નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કએ ટ્વિટ કર્યું છે કે, ‘આ ગંભીર ચિંતાનો વિષય છે.’ આ પહેલા મસ્ક કહી ચુક્યા હતા કે કમ્પ્યુટર ચિપની શોર્ટજને કારણે ઇલેક્ટ્રિક ગાડી બનાવનારી કંપનીને ઘણી પરેશાની થાય છે.

એપલના સપ્લાયર યુનિમિરોન ટેકનોલોજીએ કહ્યું કે ચીનમાં સ્થિત તેની ત્રણ પેટાકંપનીઓએ કામ બંધ કરવું પડી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કંપનીઓનું કામ બંધ કરવાથી વધારે નુકસાન નહીં થાય, કારણ કે અન્ય પ્લાન્ટમાં ઉત્પાદન વધારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Kbc 13 : અમિતાભ બચ્ચનને પગની આંગળીમાં ફ્રેક્ચર થયું, છતાં કૌન બનેગા કરોડપતિ 13 નું શૂટિંગ કરવા પહોંચ્યા

આ પણ વાંચો :Shimla Building Collapse: પત્તાના ઘરની જેમ સેકન્ડમાં તૂટી પડી 8 માળની ઇમારત, જુઓ વીડિયો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">