પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું ‘અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં’

ચીન(China) તરફથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ (Political Crisis) છતાં ચીન અને પાકિસ્તાનની મજબૂત મિત્રતા પર કોઈ અસર નહીં થાય. ચીન અને પાકિસ્તાન બંને દેશોના નિષ્ણાતો ચીન-પાકિસ્તાનના સંબંધોના ભાવિ વિશે વિશ્વાસ ધરાવે છે.

પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ડ્રેગનને યાદ આવી મિત્રતા, કહ્યું 'અમારી મિત્રતા મજબૂત, કોઈ અસર થશે નહીં'
President Xi Jinping (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 11:27 AM

પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ(Political Crisis) ચાલી રહી છે, જ્યાં શનિવારે મોડી રાત્રે ઈમરાન ખાનને  (Imran Khan)અવિશ્વાસના મત દ્વારા વડાપ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સત્તા પરથી હટાવ્યા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના પ્રમુખ શાહબાઝ શરીફ (Shehbaz sharif)દેશના આગામી PM બનવાની રેસમાં સૌથી આગળ છે. હાલ ચીને તેમને પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની સંભાવનાઓ પર ખુશી વ્યક્ત કરી હતી અને હવે ચીન તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આટલી મોટી રાજકીય ઉથલપાથલ છતાં ચીન અને પાકિસ્તાનની મજબૂત મિત્રતા(Pakistan China Friendship)  પર કોઈ અસર નહીં થાય. ચીન અને પાકિસ્તાન બંને દેશોના નિષ્ણાતો ચીન-પાકિસ્તાનના સંબંધોના ભાવિ વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

રાજકીય ફેરફારોથી ચીન-પાકિસ્તાન સંબંધોને અસર થશે નહીં

ચીન સરકાર દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતુ કે, પાકિસ્તાનની નવી સરકાર (pakistan government) ચીન સાથે મિત્રતા સુનિશ્ચિત કરવાની દેશની લાંબા સમયથી ચાલતી પરંપરાને જાળવી રાખશે અને તમામ ચીન-પાકિસ્તાન સહયોગ પ્રોજેક્ટ્સ અપ્રભાવિત રહેશે. ચીની અને પાકિસ્તાની વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનમાં આંતરિક રાજકીય ફેરફારોથી નક્કર ચીન-પાકિસ્તાન સંબંધોને અસર થશે નહીં, કારણ કે દ્વિપક્ષીય સંબંધોની સુરક્ષા અને વિકાસ માટે પાકિસ્તાનમાં તમામ પક્ષો અને તમામ જૂથોની સંયુક્ત સહમતિ છે.

અમેરિકા પર ચીન-પાકિસ્તાનના સંબંધોને ઉશ્કેરવાનો આરોપ

નિષ્ણાતોએ કહ્યું છે કે અમેરિકાએ હંમેશા ચીન-પાકિસ્તાનના સંબંધોમાં ઉશ્કેરણી કે મુશ્કેલી ઉભી કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ અને ચીન દ્વારા પ્રસ્તાવિત બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવને લઈને આગળ વધી રહ્યા છે. ચીનને ઈમરાન ખાન વિશે વાંધો હતો, કારણ કે જ્યારે તેઓ આ પ્રોજેક્ટની ટીકા કરતા હતા, જોકે પાછળથી 2018 માં પીએમ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેઓ તેના મોટા ચાહક બન્યા હતા. નિષ્ણાંતોનું માનવું છે કે ચીનને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ચીનના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપી

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જ્યારે પાકિસ્તાનની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ચીન અન્ય દેશોની આંતરિક બાબતોમાં દખલ ન કરવાના સિદ્ધાંતનું પાલન કરે છે.ચીન અને પાકિસ્તાન ઓલ વેધર વ્યૂહાત્મક સાથી છે. ઈતિહાસએ વારંવાર સાબિત કર્યું છે કે ચીન-પાકિસ્તાનના સંબંધો હંમેશા અતૂટ અને મજબૂત રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Pakistan: PM પદના ઉમેદવાર શાહબાઝ શરીફ અને તેમના પુત્રને કોર્ટનુ તેડૂ, ભ્રષ્ટાચારના આરોપમાં શાહબાઝ પર સકંજો

આ પણ વાંચો : Ukraine Russia War: યુદ્ધમાં યુક્રેનની તબાહી, 45 લાખ લોકોએ છોડ્યો દેશ, જાણો 10 મોટી વાત

g clip-path="url(#clip0_868_265)">