AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China News: એક સાથે 14 જીવતા સાપ ખિસ્સામાં છુપાવી દાણચોરીના ઇરાદે બંદર પર પહોંચ્યો યુવક, જાણો પછી શું થયું

દક્ષિણપૂર્વીય ચીનના શહેર શેનઝેનના ફુટિયન બંદર પર, જે શહેર મેઇનલેન્ડ ચાઇના અને હોંગકોંગ વચ્ચેના પ્રવેશ બિંદુ તરીકે ઓળખાય છે. ચીનની બાજુના હુઆંગગાંગ કસ્ટમના અધિકારીઓએ એક માણસને નર્વસ દેખાતો જોયો અને તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. વાસ્તવમાં તે વ્યક્તિ પોતાના ખિસ્સામાં 14 જીવતા સાપ છુપાવીને કસ્ટમથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

China News: એક સાથે 14 જીવતા સાપ ખિસ્સામાં છુપાવી દાણચોરીના ઇરાદે બંદર પર પહોંચ્યો યુવક, જાણો પછી શું થયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 8:15 PM
Share

ચોર ચોરી કરવા, સામાનની આમ તેમ હેરાફેરી માટે શું કરે છે તે ક્યારેય જાણી શકાતું નથી. પરંતુ કોઈક એવો દિવસ હોય જેમાં તે ક્યારેક પકડાઈ જાય છે, તો ક્યારેક બચી જાય છે. પરંતુ જ્યારે તેઓ પકડાય છે, ત્યારે તેમની અજીબોગરીબ રીતો સામે આવે છે, જેને જાણ્યા પછી તમે જરૂર આશ્ચર્યચકિત થશો.

આવી જ એક ઘટના દક્ષિણપૂર્વ ચીનના શેનઝેન શહેરના ફુટિયન બંદર પર બની હતી. આ એ શહેર છે જે મેઇનલેન્ડ ચાઇના અને હોંગકોંગ વચ્ચેના પ્રવેશ બિંદુ તરીકે માનવમાં આવે છે. અહીં ચીનના હોંગકોંગ કસ્ટમ્સના અધિકારીઓએ જોયું કે એક વ્યક્તિ નર્વસ દેખાઈ રહ્યો હતો અને તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. વાસ્તવમાં તે વ્યક્તિ પોતાના ખિસ્સામાં 14 જીવતા સાપ છુપાવીને કસ્ટમથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેના ચહેરાના હાવભાવે તેના પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા અને તેના હાવભાવ જોઈને સુરક્ષાકર્મીએ તેને રોક્યો.

આંખોની ચિંતાએ બગડી બાજી

એક રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ અધિકારીઓઑ થી દૂર ભાગી રહ્યો હતો. આના પર અધિકારીઓને શંકા ગઈ અને તરત જ તે માણસને અલગ કરી દીધો અને તેનો સામાન તપાસવા વિનંતી કરી. પાછળથી તપાસમાં, કાપડના મોજાં અને સ્ટોકિંગ્સની અંદર છુપાયેલા 12 સાંપ​​મળી આવ્યા હતા. સરહદી એજન્ટોએ કાળજીપૂર્વક મોજાં ખોલ્યાં અને એક પછી એક સાપને બહાર કાઢ્યા. સાપને પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.

મળેલા સાપ માથી કેટલાક સાપ લુપ્ત થતી પ્રજાતિ હતી

મળી આવેલા સાપમાં લુપ્ત થતી કેટલીક પ્રજાતિઓ હતી, જેને રોયલ અજગર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પ્રજાતિ લુપ્ત થવાની આરે છે. મળી આવેલા 14 સાપમાં ત્રણ સાપ લુપ્ત થનારા છે. આ સાપ તે પ્રજાતિના છે જે ‘સંકટગ્રસ્ત‘ છે અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની રેડ લિસ્ટમાં સૂચિબદ્ધ છે.

એક અહેવાલ અનુસાર, ચાઇનીઝ નિયમો જણાવે છે કે દેશમાં લાવવામાં આવેલા અથવા બહાર લઇ જવામાં આવેલા પ્રાણીઓનું પરીક્ષણ કરવું આવશ્યક છે. તેઓ કાયદેસર રીતે જતા પહેલા થોડા સમય માટે ક્વોરેન્ટાઇન થાય છે. આનો અર્થ એ થયો કે જે 14 સાપની અસફળપણે સરહદ પારથી દાણચોરી કરવામાં આવી હતી, તેમને ક્વોરેન્ટાઇન ઓર્ડર અને પછીના ટેસ્ટિંગની જરૂર પડશે જેથી તેઓ કોઈ રોગ ન કરે.

આ પણ વાંચો : Pakistan માં ડામાડોળની સ્થિતિ, શાહબાઝની ખુરશી આજે જશે, ઈમરાન ખાન જેલમાં, હવે કોણ સંભાળશે પાકિસ્તાન?

સાપ ની તસ્કરીની ઘટના આ પહેલીવાર નથી

આવું પહેલીવાર નથી જ્યારે કોઈ આ રીતે કપડામાં સંતાડીને સાપની તસ્કરી કરી રહ્યું હોય. ગયા મહિને, એક મહિલાએ જીવંત કોર્ન નામના  સાપને તેના ડ્રેસમાં છુપાવીને ફુટિયન બંદરમાં દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. કસ્ટમ અધિકારીઓએ ફ્યુટિયન બંદર પર એન્ટ્રી ચેનલમાંથી પસાર થતી ‘વિચિત્ર બોડી શેપ’વાળી મહિલા મુસાફરને જોઈ, તેના શરીરને જોઈને અધિકારીઓને શંકા ગઈ અને તેને સંપૂર્ણ બોડી સ્કેન કરાવવા કહ્યું, ત્યારબાદ અધિકારીઓએ મોજામાં વીંટાળેલા પાંચ જીવંત સાપ મુસાફરની છાતીમાંથી મળી આવ્યા હતા, જેને જપ્ત કરીને સંબંધિત વિભાગોને સોંપવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">