China: શાંઘાઈમાં કડક લોકડાઉનમાંથી થોડી રાહત, 40 લાખ લોકોને ઘરેથી બહાર નીકળવાની મળી પરવાનગી
China Corona Cases: સંક્રમણના કેસ વધ્યા બાદ સત્તાવાળાઓએ શાંઘાઈના 25 મિલિયન લોકોને 28 માર્ચથી તેમના ઘરમાં રહેવા સૂચના આપી હતી. ચીનમાં ચેપની વર્તમાન લહેરમાં કેસ પ્રમાણમાં ઓછા છે.
ચીનના (China) શાંઘાઈ શહેરમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને કોરોના વાઈરસ વિરોધી પ્રતિબંધો હળવા (anti-corona virus quarantine rules) કરીને વધુ 40 લાખ લોકોને તેમના ઘરની બહાર આવવાની મંજૂરી આપી છે. એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી. સ્વાસ્થ્ય અધિકારી વાંગ ગાન્યુએ બુધવારે કહ્યું કે ચીનના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર શાંઘાઈમાં (Shanghai) સંક્રમણના ઘટતા કેસોને જોતા અત્યાર સુધીમાં લગભગ 12 મિલિયન લોકોને તેમના ઘર છોડવાની મંજૂરી આપવામાં આવી છે.
સંક્રમણના કેસ વધ્યા બાદ સત્તાવાળાઓએ શાંઘાઈના 25 મિલિયન લોકોને 28 માર્ચથી તેમના ઘરમાં રહેવા સૂચના આપી હતી. ચીનમાં ચેપની વર્તમાન લહેરમાં કેસ પ્રમાણમાં ઓછા છે, પરંતુ શાસક કમ્યુનિસ્ટ પાર્ટીએ વૈશ્વિક રોગચાળા સામે શૂન્ય સહિષ્ણુતાની વ્યૂહરચના અપનાવી છે, જે હેઠળ કેસ બહાર આવતાની સાથે જ મોટા શહેરોમાં કડક નિયંત્રણો લાદવામાં આવે છે.
શાંઘાઈમાં વધુ 7 લોકોના મોત
આ પહેલા મંગળવારે ચીનના સૌથી મોટા શહેર અને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર શાંઘાઈમાં કોવિડ-19ને કારણે વધુ સાત લોકોના મોત થયા હતા. ચીનમાં આ રોગચાળાને કારણે મૃત્યુઆંક વધીને 4,648 થઈ ગયો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 21,400 નવા કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના કેસો શાંઘાઈમાં નોંધાયા છે.
શાંઘાઈમાં 3 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે
ચીનના નેશનલ હેલ્થ કમિશન દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર સોમવારે શાંઘાઈમાં ચેપથી સાત લોકોના મોત થયા હતા. આ પહેલા રવિવારે ત્રણ દર્દીઓના મોત થયા હતા. ચીનમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્થાનિક સ્તરે કોરોના વાયરસના ચેપના 3,297 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 3,084 નવા કેસ ફક્ત શાંઘાઈમાં જ નોંધાયા છે.
લગભગ 26 મિલિયનની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર ચીનમાં છેલ્લા 24 કલાક દરમિયાન સ્થાનિક સ્તરે કોરોના વાઈરસના ચેપના આવા 18,187 કેસની પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ચીનમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 30,384 છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સત્તાવાળાઓએ ગયા મહિને 28 માર્ચથી શાંઘાઈના 25 મિલિયનથી વધુ લોકોને તેમના ઘરમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
આ પણ વાંચો: વિદેશમાં છવાયા વિદેશમંત્રી : રશિયન વિદેશ મંત્રી લવરોવે જયશંકરના કર્યા વખાણ, કહ્યું ‘જયશંકર સાચા દેશભક્ત’
આ પણ વાંચો: દુબઇ અને અબુધાબીમાં નોકરી કરવાનું તમારું સપનું થશે સાકાર, વિઝા અને નાગરિકતાના નિયમો સરળ બનાવાયા