AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Helping Pakistan : LoC પર ચીનનું મોટું પગલું, ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાને મજબૂત કરી રહી છે

ચીન હવે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, હાલમાં ચીન પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો આપી રહ્યું છે જે એલઓસી પર તૈનાત જોવા મળ્યા છે.

China Helping Pakistan : LoC પર ચીનનું મોટું પગલું, ભારત વિરુદ્ધ પાકિસ્તાની સેનાને મજબૂત કરી રહી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 6:04 PM
Share

ભારત (india) વિરુદ્ધ પોતાના નાપાક ઈરાદાઓથી ચીન બાજ નથી આવી રહ્યું. હવે એવી માહિતી સામે આવી રહી છે કે તે પાકિસ્તાનની સેનાને મજબૂત કરવામાં લાગેલો છે. આ સમગ્ર બાબત સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યુ કે ચીન પાકિસ્તાનને માનવરહિત હવાઈ શસ્ત્રો અને લડાયક એર વેહિકલ પ્રદાન કરી રહ્યું છે. આ સ્તહે વધુમાં Loc નજીક નેટવર્ક પ્રદાન કરવા કમ્યુનિકેશન ટાવર અને અંડર ગ્રાઉંડ કેબલ નાખવામાં પણ ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે.

એક અહેવાલ અનુસાર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીન આ તમામ મથામણ પાકિસ્તાન માટે કરી રહ્યું છે. જેથી તે ભારત સાથેની સરહદો પર પાકિસ્તાનને વધુ મજબૂત કરવા સક્ષમ બને. જેનાથી ચીનને ફાયદો થશે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાની પકડ મજબૂત કરશે. ખરેખર, ચીન PoKમાં તેના વધતા ક્ષેત્રને બચાવવા અને તેમનું વર્ચસ્વ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. આ જ સમયે, ચીનની મહત્વની CPC એટલે કે ચીન પાકિસ્તાન કોરિડોર પણ PoKમાંથી બહાર આવી રહ્યો છે.

ખાસ કરીને ભારત સાથે જોડાયેલા તમામ સરહદી વિસ્તારોમાં ચીન પોતાની પકડ મજબૂત કરવા માટે અનેક પ્રયાસ કરી રહ્યું છે. આમાં પાકિસ્તાન તેનો જૂનો મિત્ર હોવાનું કરવામાં આવી રહ્યું છે. આ બાબતે અધિકારીઓએ જણાવ્યુ કે હાલમાં વિકસિત SH-155 અને 155MM ટ્રક માઉન્ટેડ હોવિત્ઝર બંદૂક જે પાકિસ્તાન દિવસ પર પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ભારત સાથે LOC ઉપર હાજર જોવા મળી છે. આનો સીધો અર્થ એ થયો કે ચીન પણ પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે અને  અત્યાધુનિક શસ્ત્રો પણ પૂરા પાડી રહ્યું છે.

આ પણ વાંચો : ‘અમેરિકા-ભારતની મિત્રતા પહેલા કરતા વધુ મજબૂત’, બાયડેનની ટ્વીટ, PM મોદીએ કહ્યું- હું સંપૂર્ણપણે સંમત છું

એક અહેવાલ અનુસાર, ચીન પાસેથી પાકિસ્તાને આધુનિક હથિયારો મેળવવા માટે કોન્ટેક્ટ પર હસ્તાક્ષરો કર્યા હતા. પાકિસ્તાને 236 SH-15ની સપ્લાય માટે ચીનની ફર્મ નોર્થ ઈન્ડસ્ટ્રીઝ ગ્રુપ કોર્પોરેશન લિમિટેડ (નોરિંકો) માટે કરાર કર્યો છે. આ કોન્ટ્રાક્ટ શૂટ એન્ડ સ્કૂટ તરીકે ઓળખીતા આર્ટિલરી વેપન માટે કરવામાં આવ્યો છે. અન્ય અહેવાલ અનુસાર, આ કોન્ટ્રાક્ટ હેઠળ પહેલું કન્સાઈનમેન્ટ જાન્યુઆરી 2022માં પાકિસ્તાનને આપવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">