AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે સમગ્ર માઉન્ટ એવરેસ્ટ પર છે ચીનની નજર, નેપાળમાં થઈ રહ્યો છે વિરોધ!

ચીનની સરકારી ટીવી ચેનલ એક દાવો કર્યો છે અને તેના લીધે વિવાદ છેડાયો છે. દુનિયાની સામે ચીનની વિસ્તારવાદી નીતિ સામે આવી રહી છે. દુનિયામાં એવરેસ્ટ એક અગત્યનું સ્થાન છે અને તેને પર પણ ચીન હવે દાવો કરવા ઈચ્છે છે. ચીનની સરકારી ચેનલે એવરેસ્ટને પોતાનો જ હિસ્સો ગણાવી દીધો છે. જો કે આ ટીપ્પણીના લીધે નેપાળ […]

હવે સમગ્ર માઉન્ટ એવરેસ્ટ પર છે ચીનની નજર, નેપાળમાં થઈ રહ્યો છે વિરોધ!
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:50 AM
Share

ચીનની સરકારી ટીવી ચેનલ એક દાવો કર્યો છે અને તેના લીધે વિવાદ છેડાયો છે. દુનિયાની સામે ચીનની વિસ્તારવાદી નીતિ સામે આવી રહી છે. દુનિયામાં એવરેસ્ટ એક અગત્યનું સ્થાન છે અને તેને પર પણ ચીન હવે દાવો કરવા ઈચ્છે છે. ચીનની સરકારી ચેનલે એવરેસ્ટને પોતાનો જ હિસ્સો ગણાવી દીધો છે. જો કે આ ટીપ્પણીના લીધે નેપાળ સાથેના ચીનના સંબંધમાં કડવાશ આવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

china-claims-whole-mountain-everest jano chin kem samarg mount everest per potano davo kri rhyu chhe

આ પણ વાંચો : જાણો 10મેના રોજ અમદાવાદ શહેરમાં ક્યાં ક્યાં કોરોનાના કેસ નોંધાયા? જુઓ લિસ્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એવરેસ્ટ પર કોનો છે અધિકાર?

જાણકારોના મતે ચીન અને નેપાળ વચ્ચે 1960માં સીમા વિવાદ સર્જાયો હતો. જેના સમાધાનમાં એક કરાર કરવામાં આવ્યો અને માઉન્ટ એવરેસ્ટને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો. દક્ષિણનો જે ભાગ છે તે નેપાળ પાસે રહેશે અને ઉત્તરનો જે ભાગ છે તે તિબ્બત સ્વાયત્ત ક્ષેત્રની માલિકીનો રહેશે. જો કે તિબ્બત પર ચીને કબ્જો કરીને રાખ્યો છે. જો કે ચીન માઉન્ટ એવરેસ્ટને પોતાના ગણાવી રહ્યું છે અને તેની પર 5જી ટાવર પણ લગાવી દીધા છે. આમ થવાથી તે સરળતાથી ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર પર નજર રાખી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

china-claims-whole-mountain-everest jano chin kem samarg mount everest per potano davo kri rhyu chhe

ચીન દ્વારા 8000 મીટરની ઉંચાઈ પર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તે આ ટેક્નોલોજીનો લાભ લઈને જાસૂસી કરી શકે છે. એવરેસ્ટ પર પર્વતારોહણ વિશે તમામ પ્રવૃતિઓ નેપાળ તરફથી થાય છે કારણ કે ચીનમાં જે એવરેસ્ટનો ભાગ છે ત્યાં સીધું જ ચઢાણ છે. જો કે ચીનના આ વલણથી નેપાળ સાથે ચીનના સંબંધમાં કડવાશ આવી શકે છે.  જો કે ચાઈનાની ન્યૂઝ ચેનલએ વિવાદ બાદ સમગ્ર માઉન્ટ એવરેસ્ટ તેમનો છે એવા વિવાદાસ્પદ ટ્વીટને ડીલીટ પણ કરી દીધું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">