ચીનનું સમગ્ર ભારતમાં જાસૂસી જાળું, શું છે ચીનના “જાસૂસી” હથકડાં ?

ચીન ભારતને પછાડવા અવનવા હથકડાં અજમાવી રહ્યું છે. ત્યારે, દોઢ મહિના પહેલા ઝડપાયેલ ચીની જાસુસ મહિલાની કિંગ-શીની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. હાલ, આ ચીની જાસૂસ મહિલા તિહાર જેલમાં કેદ છે. ચીની જાસૂસ કોલકતાની એક પ્રભાવશાળી મહિલાના સંપર્કમાં હતી. કોલકતાની આ પ્રભાવશાળી મહિલા વિશે કોઇ જાણકારી મળી નથી. કોલકતાની મહિલા ચીની જાસૂસને ભારત વિશે કેટલાક […]

ચીનનું સમગ્ર ભારતમાં જાસૂસી જાળું, શું છે ચીનના જાસૂસી હથકડાં ?
Utpal Patel

|

Oct 21, 2020 | 6:51 PM

ચીન ભારતને પછાડવા અવનવા હથકડાં અજમાવી રહ્યું છે. ત્યારે, દોઢ મહિના પહેલા ઝડપાયેલ ચીની જાસુસ મહિલાની કિંગ-શીની પુછપરછમાં મોટા ખુલાસા થયા છે. હાલ, આ ચીની જાસૂસ મહિલા તિહાર જેલમાં કેદ છે.

ચીની જાસૂસ કોલકતાની એક પ્રભાવશાળી મહિલાના સંપર્કમાં હતી. કોલકતાની આ પ્રભાવશાળી મહિલા વિશે કોઇ જાણકારી મળી નથી. કોલકતાની મહિલા ચીની જાસૂસને ભારત વિશે કેટલાક ગુપ્તદસ્તાવેજો આપવાની હતી. ચીની જાસૂસ ગુપ્ત માહિતી ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતાની પ્રભાવશાળી પત્નીને આપવાની હતી.

કિંગ-શીની વધુ પુછપરછમાં ખુલ્યું છેકે ભારતની માહિતી આપવા માટે ચીની મહાબોધીના પ્રમુખ મોન્કે કોલકતાની મહિલાનો સંપર્ક કરાવ્યો હતો. અને, કોલકતાની મહિલા કેટલાક સરકારી દસ્તાવેજો કિંગ-શીને આપવાની હતી. આ દસ્તાવેજોને ચીની ભાષામાં ટ્રાન્સલેટ કરવાની જવાબદારી પણ કિંગ-શીને સોંપાઇ હતી.

ચીની જાસૂસ મહિલા PMO કાર્યાલયની માહિતી મેળવી રહી હતી. જેમાં તે કાર્યાલયમાં કામ કરતા મોટા અધિકારીઓની માહિતીઓ એકઠી કરી રહી હતી. PMO કાર્યાલયમાં કયો અધિકારી મહત્વનું પદ ધરાવે છે અને, આ અધિકારી PMOને કંઇ પ્રકારની મદદ કરે છે. જેવી વિવિધ માહિતી મેળવી હતી.

ભારતમાં ચીને જાસૂસી કરવા કેટલીક મલ્ટીનેશનલ કંપનીઓને પણ કામે લગાડી હોવાનું ખુલ્યું છે. જેમાં ચીન મોબાઇલ કંપનીઓ, ચીની એપ અને વેબસાઇટ થકી ભારતમાં જાસૂસીનું જાળું પાથર્યું છે. ભારતમાં ચીની મોબાઇલ સાથે સંકળાયેલા લોકોની સંખ્યા આશરે 6 કરોડ છે. એટલેકે, કરોડો ભારતીય લોકો થકી ગુપ્ત માહિતી એકઠી કરવાનું ષડયંત્ર છે.

ચીને કેટલાક ભારતીય પત્રકારોને પણ ફોડયા હોવાનું ખુલ્યું છે. જેમાં ચીની મહિલા જાસૂસ સાથે એક પત્રકાર પણ સાંઠગાંઠમાં હોવાનું ખુલ્યું છે. જેને લઇને પોલીસે દિલ્લીના પત્રકાર રાજીવ શર્મા સહિત તેના એક નેપાળી સાથી શેરસિંહને પણ દબોચી લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati