બાળવિવાહને કારણે વિશ્વમાં દરરોજ 60થી વધુ છોકરીઓ મૃત્યુ પામી રહી છે, કોવિડ 19ને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ- રીપોર્ટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ બંધ થવાથી નબળી આરોગ્ય સેવાઓ અને વધુ પરિવારો ગરીબીમાં ધકેલાઈ હોવાને કારણે લોકડાઉન દરમિયાન મહિલાઓ અને છોકરીઓ માટે હિંસાનું જોખમ વધ્યુ છે.

બાળવિવાહને કારણે વિશ્વમાં દરરોજ 60થી વધુ છોકરીઓ મૃત્યુ પામી રહી છે, કોવિડ 19ને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ- રીપોર્ટ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:48 PM

બાળવિવાહને કારણે વિશ્વમાં દરરોજ 60થી વધારે અને દક્ષિણ એશિયામાં 6 છોકરીઓ મૃત્યુ પામી રહી છે. આંતરરાષ્ટ્રીય કન્યા દિન નિમિત્તે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બાળ વિવાહને કારણે ગર્ભવતી બને છે અને બાળકોને જન્મ આપવાને કારણે દર વર્ષે આશરે 22,000 છોકરીઓ મૃત્યુ પામે છે.

બાળ અધિકાર સંગઠન ‘સેવ ધ ચિલ્ડ્રન’ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ દક્ષિણ એશિયામાં દર વર્ષે 2,000 છોકરીઓ બાળ લગ્નને કારણે (દરરોજ 6) મૃત્યુ પામે છે. આ પછી પૂર્વ એશિયા અને પેસિફિકમાં 650 મૃત્યુ (દરરોજ લગભગ 2) અને લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં દર વર્ષે 560 મૃત્યુ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પશ્ચિમ અને મધ્ય આફ્રિકામાં બાળ વિવાહનો દર વિશ્વમાં સૌથી વધુ છે અને તેના કારણે દર વર્ષે લગભગ 9,600 છોકરીઓ (દરરોજ લગભગ 26) મૃત્યુ પામે છે. પ્રાદેશિક બાળ માતૃ મૃત્યુ દર વિશ્વના અન્ય કોઈ પણ સ્થળો કરતા ચાર ગણો વધારે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા 25 વર્ષમાં વિશ્વભરમાં આશરે 80 મિલિયન બાળ લગ્નો રોકવામાં આવ્યા છે, પરંતુ કોવિડ -19 મહામારીને કારણે આ પ્રક્રિયા પહેલાથી  ધીમી પડી ગઈ છે.

દેશમાં બાળલગ્નો 50 ટકા વધ્યા – NCRB

ગયા મહિને નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2020માં તેના પહેલા વર્ષની સરખામણીમાં બાળ લગ્નના કેસોમાં આશરે 50 ટકાનો વધારો થયો હતો. એનસીઆરબીના 2020ના ડેટા અનુસાર બાળ લગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ કુલ 785 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં સૌથી વધુ 184 કેસ નોંધાયા છે. આ પછી આસામમાં 138, પશ્ચિમ બંગાળમાં 98, તમિલનાડુમાં 77 અને તેલંગાણામાં 62 કેસ નોંધાયા હતા.

ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી ઓછી વયની છોકરી અથવા 21 વર્ષથી ઓછી ઉંમરના પુરુષના લગ્ન બાળવિવાહની શ્રેણીમાં આવે છે. બાળ લગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ 2019માં 523 કેસ નોંધાયા હતા, જ્યારે 2018 માં 501 કેસ નોંધાયા હતા. માહિતી અનુસાર 2017માં આ કાયદા હેઠળ 395, 2016માં 326 અને 2015માં 293 કેસ નોંધાયા હતા.

2030 સુધીમાં વધુ 1 કરોડ બાળ વિવાહ થવાનો અંદાજ છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ બંધ થવાથી નબળી આરોગ્ય સેવાઓ અને વધુ પરિવારો ગરીબીમાં ધકેલાઈ હોવાને કારણે લોકડાઉન દરમિયાન મહિલાઓ અને છોકરીઓ માટે હિંસાનું જોખમ વધ્યુ છે. 2030 સુધીમાં વધુ 1 કરોડ બાળ લગ્નો થવાનો અંદાજ છે, જેનાથી વધારે છોકરીઓના મૃત્યુનું જોખમ  છે.

સેવ ધ ચિલ્ડ્રનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) ઈંગર એશિંગે જણાવ્યું હતું કે બાળ લગ્ન છોકરીઓ વિરુદ્ધ હિંસાનું સૌથી ખરાબ અને  ઘાતક સ્વરૂપ છે. દર વર્ષે લાખો છોકરીઓને એવા પુરૂષો સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં છે જેની ઉંમર મોટી હોય છે. છોકરીઓ પાસેથી શીખવાનો, બાળકો હોવાનો હક અને ઘણા કિસ્સાઓમાં જીવતા રહેવાનો મોકો પણ છીનવાઈ જાય છે.

સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયાના સીઈઓ સુદર્શનએ કહ્યું, અમે બાળ લગ્ન જેવી બાબતોને ઈતિહાસ તરીકે જોવા માગીએ છીએ. આપણી સામૂહિક નિષ્ફળતા છે કે માનવતા સામે આ પ્રકારના ગુના આ સદીમાં પણ ચાલુ છે. જે લોકો આ સોલ્યુશનનો ભાગ નથી તેઓએ પોતાને આ સમસ્યાનો ભાગ માનવો જોઈએ. તેમણે આગળ કહ્યું, બાળકો, ખાસ કરીને છોકરીઓને શિક્ષણના મૂળભૂત અધિકાર અને સુખી બાળપણથી વંચિત રાખવું એ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.

આ પણ વાંચો :  બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી, તાલિબાન, અફઘાનિસ્તાન સહિતના આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">