AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicago News : મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી

અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારતના અમેરિકામાં રહેતા ભારતીય લોકો દ્વારા ઈઝરાયેલના સમર્થનમાં શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારતીય અમેરિકા સમુદાય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. તેમના નિવેદન અનુસાર આતંકવાદ માત્ર ઈઝરાયેલ માટે એક મુદ્દો નથી, તો માનવતા સામેનો એક મોટો મુદ્દો છે. આ સાથે જ પ્રદર્શનકારીઓએ ભારત, અમેરિકા અને ઈઝરાયેલના ઝંડા લહેરાવ્યા હતા.

Chicago News : મૂળ ભારતીય અમેરિકનોએ ઈઝરાયેલના સમર્થનમાં શિકાગોમાં કાઢી રેલી
Chicago News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 3:36 PM
Share

Chicago News : છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.જેમાં અનેક લોકોના મૃત્યુ નિપજ્યાં છે.અમેરિકાના શિકાગોમાં મૂળ ભારતના અને અમેરિકામાં રહેતા લોકો દ્વારા રેલી યોજી હતી. મૂળ ભારતના અમેરિકામાં રહેતા ભારતીય લોકો દ્વારા ઈઝરાયેલના સમર્થનમાં શાંતિપૂર્ણ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભારતીય અમેરિકા સમુદાય દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Chicago News: અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં 1000 પક્ષીઓના મોત, જાણો શું છે કારણ

તેમના નિવેદન અનુસાર આતંકવાદ માત્ર ઈઝરાયેલ માટે એક મુદ્દો નથી, તો માનવતા સામેનો એક મોટો મુદ્દો છે. આ સાથે જ પ્રદર્શનકારીઓએ ભારત, અમેરિકા અને ઈઝરાયેલના ઝંડા લહેરાવ્યા હતા.ઈઝરાયેલ અને હમાસ તેમજ પેલેસ્ટિન આતંકવાદી સંગઠનો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અનેક લોકોના મોત નિપજ્યા છે. હુમલા બાદ ઈઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો.

જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા.આ પગલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતુ કે ભારતના લોકો ઈઝરાયેલ સાથે છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યુ છે.આ બધાની વચ્ચે ભારતે ઈઝરાયેલથી ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ઇઝરાયેલથી 212 ભારતીય નાગરિકોની પ્રથમ બેચને આજે સવારે એટલે કે શુક્રવારે ફ્લાઇટ AI1140 દ્વારા નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ભારત લવાયા

આ સમય દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર ઇઝરાયેલથી પોતાના દેશમાં વાપસી થયેલા મુસાફરોના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતા.ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે દેશ છોડવા માંગતા 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે બેન ગુરિયન એરપોર્ટ પરથી રવાના કરવામાં આવ્યા હતા.

ઈઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે યુદ્ધમાં અનેક પરિવારો વિખેરાયા છે.ત્યારે હવે તમને એક એવા પિતા અંગે વાત કરીશું જેમની દિકરીને હમાસના આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધી છે. તેમ છતા તે પિતા ખુશ છે. અમે વાત કરી રહ્યા છીએ ઈઝરાયલના નાગરીક થોમસ હેંડ વિશે જેની 8 વર્ષની દિકરીનું નામ એમિલી છે. પરંતુ આજે તે હયાતસ નથી.તે પણ હમાસના આતંકીઓની બર્બરતાનો શિકાર બની છે.

હમાસના આતંકીઓએ 8 વર્ષની એમિલીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.જોકે આ અંગે જ્યારે તેના પિતા થોમસને જાણ થઈ તો તેઓ ખુશ થયા.તેમણે કહ્યું કે આ તો મારી દિકરી માટે એક આશીર્વાદ છે.કદાચ આતંકીઓને તેને ગાઝામાં લઈ ગયા હોત તો તેનું શું દશા થાત. પિતા થોમસને દિકરી ગુમાવવાનું અપાર દુઃખ છે. પરંતુ એમિલી આતંકીઓના ચુંગાલમાં રહેતી તેના કરતા તેને મોત મળ્યું તે વાતની રાહત છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">