Chicago News: શિકાગોના O’Hare એરપોર્ટ પર વિમાન અને શટલ બસ વચ્ચે ટક્કર, ઘટનામાં 2 લોકો થયા ઘાયલ
શુક્રવારે સાંજે શિકાગો ઓ'હેરે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક ટેક્સીંગ એરપ્લેન એક શટલ બસ સાથે અથડાયું હતું, જેમાં ઓછામાં ઓછા 2 લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, એર વિસ્કોન્સિન ફ્લાઇટ 6209 ની જ્યારે ટક્કર થઈ ત્યારે ટેક ઓફ કરી રહી હતી.
શિકાગોના (Chicago) ફાયર વિભાગે જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે શિકાગો ઓ’હેરે ઈન્ટરનેશનલ એરપોર્ટ (O’Hare Airport) પર એક ટેક્સીંગ એરપ્લેન એક શટલ બસ સાથે અથડાયું હતું, જેમાં ઓછામાં ઓછા 2 લોકો ઘાયલ થયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, એર વિસ્કોન્સિન ફ્લાઇટ 6209 જ્યારે ટક્કર થઈ ત્યારે પ્રસ્થાન કરી રહી હતી.
પ્લેનમાં કોઈને ઈજા થઈ નથી
બસમાં સવાર અમેરિકન એરલાઈન્સના 6 કર્મચારીઓને તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્લેનમાં કોઈને ઈજા થઈ ન હોવાનું અમેરિકન એરલાઈન્સે જણાવ્યું હતું. શિકાગો ફાયર વિભાગ દ્વારા નોંધાયેલ બે ઇજાઓ વિશેની વિગતો ઉપલબ્ધ થઈ નથી. એરલાઇનની વેબસાઇટ અનુસાર, એર વિસ્કોન્સિન એ એક પ્રાદેશિક એરલાઇન છે જે અમેરિકન એરલાઇન્સ માટે ફ્લાઇટ સેવાઓ પૂરી પાડે છે, જે અમેરિકન ઇગલ તરીકે કાર્યરત છે.
મુસાફરો ડેટોન જવા માટે અલગ પ્લેનમાં બેસાડવામાં આવ્યા
અમેરિકન એરલાઇન્સે જણાવ્યું હતું કે જે પ્લેન ડેટોન, ઓહાયો જવા માટેનું હતું તેને સેવામાંથી હટાવી દેવામાં આવ્યું હતું અને મુસાફરો ડેટોન જવા માટે અલગ પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા. પ્લેનમાં સવાર એક મુસાફર કેવિન મિશેલે સીએનએનને જણાવ્યું કે, અથડામણ થઈ ત્યારે અમે ટેક ઓફ કરી રહ્યા હતા.
ઘણા ઇમરજન્સી વાહનો પ્લેન તરફ ગયા
મિશેલે જણાવ્યું કે, પ્લેન જ્યારે મૂવ થયું અને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૂંઝવણમાં મૂકાયા હતા. બારી બહાર જોતા સમયે મિશેલે ઘણા ઇમરજન્સી વાહનો પ્લેન તરફ જતા જોયા હતા. મેં એક ટ્રાન્ઝિટ બસ જોઈ જેનો પાછળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હતો અને ભારે નુકસાન થયું હતું. પ્લેનની પાછળ બેઠેલી 23 વર્ષીય ગિન્ની કેરોલાએ જણાવ્યું હતું કે અસરને કારણે પ્લેન લપસી ગયું હતું.
આ પણ વાંચો : Chicago News: ડોરોથી હોફનરે 104 વર્ષની વયે સ્કાયડાઈવિંગ કરનાર સૌથી વૃદ્ધ મહિલા બન્યા, Video જોઈ તમે પણ રહી જશો દંગ
ટેકઓફ વખતે અમેરિકન ઇગલ ફ્લાઇટ 6209 સાંજે 7 વાગ્યાની આસપાસ ઓ’હેરે ખાતે શટલ બસ સાથે અથડાઈ હતી. તે સમયે બસ અને 50 સીટ ધરાવતી પ્રાદેશિક જેટ બંને મુસાફરોથી ભરેલા હતા. ટક્કરના કારણે વિમાનના આગળના ભાગમાં નુકશાન થયું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો