ચીટર ચાઈનીઝ કંપની ટીકટોકે ફરી ચાલી લોકોને મૂર્ખ બનાવવાની ચાલ, જાણો ટીકટોકનું હોંગકોંગ છોડવા પાછળનું અસલી કારણ

ચીટર ચાઈનીઝ કંપની ટીકટોકે ફરી ચાલી લોકોને મૂર્ખ બનાવવાની ચાલ, જાણો ટીકટોકનું હોંગકોંગ છોડવા પાછળનું અસલી કારણ
http://tv9gujarati.in/cheater-chinese-…d-nu-asli-kaaran/

રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ હોંગકોંગમાં પણ હવે ટીકટોક કંપની તેનું સંચાલન બંધ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન સંજોગોમાં ચાલી રહેલી સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો ટીકટોક કંપની ઓનર બાઈટડાન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસને વિગતો મેળવવા માટે સહાય મળી રહે અને તપાસમાં કોઈ બાધ ના રહે તે માટે […]

Pinak Shukla

|

Jul 07, 2020 | 11:21 AM

રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ હોંગકોંગમાં પણ હવે ટીકટોક કંપની તેનું સંચાલન બંધ કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવર્તમાન સંજોગોમાં ચાલી રહેલી સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો ટીકટોક કંપની ઓનર બાઈટડાન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસને વિગતો મેળવવા માટે સહાય મળી રહે અને તપાસમાં કોઈ બાધ ના રહે તે માટે નિર્ણય લેવાયો છે. ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવેલી 59 ચાઈનીઝ એપ્લિકેશન બાદ US પણ આ દિશામાં વિચારી રહ્યું છે.

હવે આ વાત તો થઈ ચાઈનીઝ સરકાર, હોંગકોંગ પોલીસ અને ટીકટોક ઓનર બાઈટડાન્સ વચ્ચેની કુલડીમાં ગોળ ભાંગવા વિશે અને દુનિયાનાં લોકોને મુર્ખ બનાવવા અંગે. અમે આપને બતાવવા જઈ રહ્યા છે આ ચાલબાઝ ચીનાઓની લુચ્ચાઈની કે કઈ રીતે તે દુનિયાની આંખોમાં ધુળ નાંખવા માટે કઈ પણ કરી શકે છે. ભારતમાં ટીકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન કરી દેવાયા બાદ ચીન રઘવાયું બન્યું છે. જે રીતે રોજની કરોડો રૂપિયાની રકમની આવક બંધ થઈ ગયા બાદ અને ખાસ તો ચીન પર ડેટા ટ્રાન્સફરનાં લાગેલા આરોપો બાદ તે હવે પોતે દુધનું ધોયેલું છે તે સાબિત કરવામાં લાગી ગયું છે અને તેણે અટલે જ હોંગકોંગ પર પસંદગી ઉતારી છે. હોંગકોંગની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો હોંગકોંગની વસ્તી જ આશરે 75 લાખની આસપાસ છે અને ત્યાં એક્ટીવ યુઝર્સ ટીકટોકનાં દોઢ લાખની આસપાસ છે. હવે તે સામે ભારતની અગર વાત કરીએ તો 20 થી 30 કરોડની આસપાસ તેના યુઝર્સ હતા. એટલે કે તેને નુક્શાન ભારતથી વધારે છે. હોંગકોંગમાં એવો સીધો કોઈ બાઈટડાન્સ કંપની માટે આર્થિક ગ્રોથ નોહતો કે રીસ્ક પણ નોહતું જેથી કરીને તેણે ખાલી બતાવવા માટે હોંગકોંગમાં પ્રતિબંધ લગાડ્યો, કે જેની કોઈ સીધી અસર કંપની પર છે જ નહી. બલકે હોંગકોંગમાં તો બાઈટડાન્સ કંપની નુક્શાનમાં ચાલી રહી છે. એટલે લોકોને મુર્ખ બનાવવા માટે ટીકટોક પોતાની રીતે વાર્તા ઉભી કરી રહી છે.

           આપને એ પણ જણાવી દઈએ કે આ દાવપેચમાં તે કોઈનાં કોઈ રીતે સત્ય બોલી ગયું કે ચાઈનાએ હોંગકોંગનાં ફ્રીડમ ફાયટરોનો ડેટા માગ્યો હતો, હવે આ જ ટીકટોકે કહ્યું હતું કે ચાઈના તરફથી તેની પાસે કોઈ ડેટા માગવામાં નથી આવ્યો. એટલે કે પોતાના જ જુઠ્ઠાણામાં ચીટર ચીની કંપનીઓ ફસાઈ ગઈ છે. તે સારી રીતે જાણે છે કે જ્યાં નફો નથી ત્યાં એપ બંધ કરીને દુનિયાને બતાવી શકાય કે તે સચ્ચાઈની સાથે છે અને કોઈ પણ તપાસમાં સહયોગ આપવામાં આગળ રહેશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati