કેનેડાની સરકારે શરૂ કરેલી આ ઓફરથી ભારતીયોને થશે ભરપૂર ફાયદો- ત્યાંની નાગરિક્તા મેળવવાનું થશે વધુ સરળ
કેનેડાની સરકાર વિદેશી નાગરિકો માટે પરમેનન્ટ રેસિડેન્સી ઓફર શરૂ કરી છે. એટલે કે ત્યાંની નાગરિક્તા મેળવવાનો મોકો આપી રહી ઠછે. કેનેડાની નાગરિક્તા મેળવવા માટેની આ ઓફર ખાસ કરીને ભારતીયો માટે એક સારી તક છે. કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા છે. જે સ્થાયી નિવાસ અને નાગરિક્તા હાસિલ કરવા માગે છે. એવામાં ભારતીયો આ પ્રોગ્રામ અંતર્ગત કેનેડામાં નિવાસ અને નાગરિક્તા મેળવી શકે છે.

કેનેડામાં સ્થાયી થવુ એ વિદેશી નાગરિકો માટે લોકપ્રિય વિકલ્પ છે. જે દેશમાં શિક્ષા કે રોજગાર ઈચ્છે છે. કુશળ કામદારો માટે કેનેડામાં કાયમી ધોરણે પ્રવાસ કરવા માટે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઈલ પહેલુ પગથિયુ છે. કેનેડામાં કાયમી નિવાસની અનેક શ્રેણીઓ છે. જેમા કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ, ફેડરલ સ્કિલ વર્કર પ્રોગ્રામ અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ સામેલ છે.
શું છે એક્સપ્રેસ એન્ટ્રી પૂલ યોજના?
કેનેડામાં વિદેશીઓ માટે કાયમી નિવાસ એ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. પીઆર કાર્ડ મેળવ્યા બાદ એ સાબિત થાય છે કે કેનેડા સરકાર પાસે PR માટે કોઈ કાયમી નિવાસ છે કે કેમ. કાયમી નિવાસીના દરજ્જા માટે કોઈને પાંચ વર્ષમાંથી ઓછામાં ઓછા 730 દિવસ કેનેડામાં રહેવુ પડશે. આ 730 દિવસ સળંગ હોવા જરૂરી નથી. વિદેશમાં ગાળેલો સમય પણ તેમા ગણતરીમાં લેવાય છે.
કેનેડામાં સ્થાયી થવુ
કેનેડામાં પીઆર કાર્ડ એ વાત પર પણ નિર્ભર કરે છે કે અરજદાર શું કરે છે અને કોની સાથે યાત્રા કરી રહ્યો છે. કેનેડાની બહાર ગાળેલો સમય કાયમી નિવાસીના દરજ્જામાં ગણવામાં આવી શકે છે. જો આમાંથી કોઈ એક શરતને અરજકર્તા પુરી કરે છે- જેમકે કેનેડાની બહાર કામ કરે છે તો કોઈ કેનેડાઈ વ્યવસાય કે સંગઠન અથવા કેનેડાની ફેડરલ, પ્રાંતીય અથવા પ્રાદેશિક સરકાર માટે પૂર્ણ સમય સુધી કામ કરવુ જરૂરી છે.
કેવી રીતે મળશે PR?
જો અરજદાર જીવનસાથી અથવા કોમન-લો પાર્ટનર સાથે મુસાફરી કરી રહ્યો હોય, તો તે કેનેડિયન નાગરિક હોવો જોઈએ. જો અરજદાર આશ્રિત બાળક હોય અને તેના માતાપિતા સાથે મુસાફરી કરી રહ્યો હોય, તો માતાપિતા કેનેડિયન નાગરિક હોવા જોઈએ. અથવા તે કેનેડિયન વ્યવસાય અથવા કેનેડિયન સરકાર માટે પૂર્ણ-સમય કામ કરતો કાયમી નિવાસી હોવો જોઈએ.
જો અરજદાર આશ્રિત હોય તો ?
અરજદાર જો જીવનસાથી કે કોમન- લૉ પાર્ટનર સાથે પ્રવાસ કરી રહ્યા છે તો તે કેનેડિયન નાગરિક હોવા જોઈએ. જો અરજદાર આશ્રિત બાળક હોય અને માતાપિતા સાથે મુસાફરી કરી રહ્યો હોય તો માતાપિતા કેનેડિયન નાગરિક હોવા જોઈએ અથવા તે કેનેડિયન વ્યવસાય અથવા કેનેડિયન સરકાર માટે પૂર્ણ સમય કામ કરતો કાયમી નિવાસી હોવો જોઈએ.
આ ઉપરાંત, જો અરજદાર કેનેડાનો કાયમી નિવાસી હોય તો પણ તે કેનેડિયન નાગરિક્તા માટે પણ પાત્ર બની શકે છે. ભલે તે કોઈપણ ઉમરનો હોય. બસ તેમા શર્ત એ છે કે અરજી પર હસ્તાક્ષર કર્યાની તારીખથી લઈને પાંચ વર્ષ દરમિયાન ઓછામાં ઓછી 1095 દિવસ સુધી અરજકર્તા કેનેડામાં રહ્યો હોવો જોઈએ.
