યૂક્રેન પહોંચ્યા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, યુદ્ધ માટે આપ્યા કરોડો રુપિયાના હથિયાર

|

Nov 19, 2022 | 11:24 PM

આજે 9 મહિના પછી પણ આ તણાવ યથાવત છે. તે બધા વચ્ચે બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનક હાલમાં યૂક્રેન પ્રવાસે પહોંચ્યા છે. 24 દિવસ પહેલા બ્રિટનના વડાપ્રધાન બનેલા સુનકનો આ પહેલા યૂક્રેન પ્રવાસ છે.

યૂક્રેન પહોંચ્યા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, યુદ્ધ માટે આપ્યા કરોડો રુપિયાના હથિયાર
British PM Rishi Sunak arrived in Ukraine
Image Credit source: twitter

Follow us on

વર્ષની શરુઆતથી જ રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવનો માહોલ હતો. આ તણાવ વાતચીતથી ખત્મ ન થતા વાત યુદ્ધ સુધી પહોંચી હતી. રશિયાના હુમલાથી યૂક્રેન સહિત દુનિયાભરના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. પ્રવાસી વિદ્યાર્થીઓને પાછા પોતાના દેશમાં લાવવા માટે પરસેવો પાડવો પડ્યો હતો. આજે 9 મહિના પછી પણ આ તણાવ યથાવત છે. તે બધા વચ્ચે બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનક હાલમાં યૂક્રેન પ્રવાસે પહોંચ્યા છે. 24 દિવસ પહેલા બ્રિટનના વડાપ્રધાન બનેલા સુનકનો આ પહેલા યૂક્રેન પ્રવાસ છે.

યૂક્રેનના રાષ્ટ્રપતિ  વ્લોદિમિર જેલેંસ્કી અને બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે તેમની મુલાકાતનો વીડિયો પર સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી એ જણાવ્યુ કે, રશિયાના હુમલા પછી યૂક્રેન અને બ્રિટનના સંબંધો સારા થયા છે. તે બંને નેતાઓ વચ્ચે દેશ અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દા પર ચર્ચા કરી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

યૂક્રેન પહોંચ્યા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક

 


યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી એ ફેસબુક પર અને બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે ટ્વિટર પર આ વીડિયો શેયર કર્યો હતો.આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક કારથી ઉતરે છે. તેમને રિસીવ કરવા માટે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી ત્યા જ હાજર હોય છે. બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનક યૂક્રેનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરે છે. યુદ્ધના વાતાવરણ વચ્ચે બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીને સમર્થન આપ્યુ હતુ. બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે યૂક્રેન માટે નવા ડિફેન્સ પેકેજની જાહેરાત કરી છે.

યૂક્રેન માટે 50 મિલિયન યૂરોનું ડિફેન્સ પેકેજ

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે યુદ્ધને કારણે યૂક્રેનમાં થયેલા નુકસાન માટે આર્થિક મદદ કરવાનું એલાન કર્યુ છે. સાથે સાથે તેમણે યૂક્રેન માટે 50 મિલિયન યૂરોનું ડિફેન્સ પેકેજ પણ જાહેર કર્યુ છે. તેમાં 150 એન્ટી એરક્રાફ્ટ ગન અને ઈરાની ડ્રોન સામે લડવા માટેની ટેકનોલોજી, રડાર અને એન્ટી ડ્રોન ઈલેક્ટ્રોનિક વોરફેયર પણ સામેલ છે. બ્રિટનના વડપ્રધાન ઋષિ સુનકે જણાવ્યુ હતુ કે, બ્રિટન શરુઆતથી જ યૂક્રેન સાથે હતુ, અને છેલ્લે સુધી સાથે જ રહીશુ. યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે અને શાંતિ માટે લડી રહ્યુ છે.

Published On - 10:58 pm, Sat, 19 November 22

Next Article